• Gujarati News
  • Lifestyle
  • What Was Thought To Be Body Fat Turns Out To Be A Rare Disease, Don't Ignore The Symptoms At All

મહિલાનો પગ ફૂલીને દડા જેવો થયો:જેને શરીરની ચરબી સમજી રહી હતી તે નીકળી દુર્લભ બીમારી, લક્ષણોને જરાપણ અવગણશો નહીં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખોટી ખાણીપીણી, સુસ્ત જીવનશૈલી, હોર્મોન અસંતુલનનાં કારણે લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક સમસ્યાઓ ઝડપથી સારી થઈ જાય છે, પરંતુ કેટલીક સમસ્યાઓ એવી પણ હોય છે કે જે જીવનભર દૂર થતી નથી. 36 વર્ષની મહિલાને આવી જ એક બીમારી થઈ છે કે જેના કારણે તેના શરીરના નીચેના ભાગનું કદ એટલું વધી ગયું છે કે તેને ચાલવામાં ઘણી તકલીફ પડે છે. દુનિયાભરમાં આ બીમારી ફેલાઈ ગઈ છે. જો તમને પણ આ બીમારીનાં લક્ષણો દેખાય તો તમારે તરત જ કોઈ એક્સપર્ટને મળવું જોઈએ. આ સ્ત્રી કોણ છે? આ રોગ શું છે? તેના લક્ષણો શું છે અને તેની સારવાર શું છે? જાણો આ વિશે.

આ સ્ત્રી કોણ છે અને તેને કઈ બીમારી છે?
36 વર્ષીય થેરેસા ફ્રેડેનબર્ગ-હિંડ્સનાં પગ બાળપણથી જ દડાની જેમ ફૂલવા લાગ્યા હતાં. જ્યારે તેણે એકવાર ડોક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે ફક્ત એટલું જ કહ્યું, ‘બધું જ બરાબર છે, તેનાં પગમાં ચરબી જમા થઈ ગઈ છે.’ ડોક્ટરની વાત સાંભળીને તેમણે આ બાબતને નજરઅંદાજ કરી અને સમય જતાં તેમના પગનું કદ વધતું જ ગયું. થેરેસાએ સ્ટોકિંગ્સ (અર્ધપારદર્શક નાયલોન અથવા રેશમના બનેલા ટાઇટ મોજાં જે જાંઘ સુધી આવે છે) પહેર્યા હતા, જેથી ચાલતી વખતે તેના શરીરનું સંતુલન જળવાઈ રહે. એકવાર જ્યારે તે સ્ટોકિંગ લેવા માટે એક સ્ટોરમાં ગઈ, ત્યારે દુકાનદારને તરત જ તેની બીમારીની જાણ થઈ. દુકાનદારે કહ્યું કે તેને ‘લિમ્ફોડેમા’ અથવા ‘લિપોડેમા’ છે. દુકાનદાર પાસે પહેલા પણ આવા ઘણાં ગ્રાહકો આવ્યા હતા, તેથી તે સમજી ગયો કે મારા પગમાં ચરબી નથી પણ મને ‘લિમ્ફોડેમા’ છે. આ પછી, જ્યારે થેરેસા ડોક્ટર પાસે ગઈ, ત્યારે રિપોર્ટમાં લિપો-લિમ્ફોડેમાનો ખુલાસો થયો.

થેરેસાએ લિપોડેમા વિશે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, ‘મેં આ વિશે સાંભળ્યું હતું અને કેટલીક ઓનલાઇન સર્ચ પણ કરી હતી. લિપોડેમા, હોર્મોન અસંતુલનને કારણે થતું હોવાનું માનવામાં આવે છે, તેના કારણે વ્યક્તિનાં પગમાં અને ક્યારેક હાથમાં મોટા પ્રમાણમાં ચરબી એકઠી થવા લાગે છે. આ સમસ્યા મહિલાઓમાં એકદમ સામાન્ય છે. તેનાં લક્ષણો સૌથી પહેલા પગમાં દેખાય છે. તેના કારણે પગનાં કદમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.’

જ્યારે થેરેસાને દુકાનદારે આ બીમારી વિશે જણાવ્યું તો તેણે ડોક્ટરનો સંપર્ક કર્યો. થેરેસા કહે છે, ‘મને કહેવામાં આવ્યું હતું, કે હું માત્ર મેદસ્વી છું અને તેથી જ નીચલા શરીરમાં ચરબી જમા થઈ રહી છે, પરંતુ મારી પરિસ્થિતિએ મારાં જીવન પર અસર કરવાનું શરૂ કરી દીધું હતું. હું લાંબા સમય સુધી ઊભી રહી શકતી ન હતી, સીડી પર ચાલી શકતી ન હતી, કારણ કે મારા શરીરનો નીચેનો ભાગ ખૂબ જ ભારે હતો. ખુરશીઓ પર બેસવું મારા માટે એકદમ પડકારજનક હતું કારણ કે હું તેમાં ફસાઈ જતી.’

થેરેસા ઉમેરે છે, "હું પીડા અને સોજાને ઘટાડવા માટે કમ્પ્રેશન સ્ટોકિંગ્સ પહેરું છું, જેથી ત્વચા થોડી ફિટ થાય અને ચાલવામાં મારું સંતુલન બગડે નહીં. હું હવે મારા પગ પર એટલું ધ્યાન આપતી નથી કે મેં હજી સુધી સર્જરી વિશે વિચાર્યું નથી. ભવિષ્યમાં મને નવાં લક્ષણો દેખાશે તો ઈલાજ વિશે વિચારીશ.

લિમ્ફેડેમા અને લિપોડેમા શું છે?
એક એહેવાલ મુજબ લિમ્ફેડેમા અને લિપેડેમા એ બે અલગ-અલગ તબીબી વિકાર છે. લિપિડેમાને ‘લિપોએડેમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લિમ્ફેડેમા અને લિપિડેમા બંને વિકારને કારણે હાથ-પગમાં સોજો આવે છે તેમછતાં આ બંને અલગ-અલગ છે. લિમ્ફેડેમા એ લસિકાતંત્રની અવ્યવસ્થા છે જે સામાન્ય રીતે હાથ કે પગમાં લસિકાતંત્રમાં પ્રવાહીના સંચયને કારણે થાય છે. લિમ્ફેડેમા શરીરના હાથ અને પગની પેશીઓમાં સોજો લાવે છે. તેમાં બે પ્રકારના પ્રાથમિક લિમ્ફેડેમા અને સેકન્ડરી લિમ્ફેડેમા હોય છે. પ્રાઇમરી લિમ્ફેડેમા 6 હજાર લોકોમાં થાય છે અને સેકન્ડરી લિમ્ફેડેમા ઇન્ફેક્શન, ઇન્જરી, કેન્સર સહિત અન્ય હેલ્થ પ્રોબ્લેમના કારણે થાય છે લિમ્ફોડેમા દસ લાખમાંથી એક વ્યક્તિમાં જોવા મળે છે જ્યારે દુનિયાની 11 ટકા મહિલાઓ લિપિડેમાથી પીડાય છે.

લિમ્ફેડેમા અને લિપોડેમાનાં લક્ષણો
લિમ્ફેડેમા સામાન્ય રીતે એક પગ અથવા હાથને અસર કરી શકે છે પરંતુ કેટલાક ગંભીર કિસ્સાઓમાં તે પગ અને હાથ બંનેને પણ અસર કરી શકે છે. લિમ્ફેડેમાનાં લક્ષણોમાં પગમાં સોજો, હાથમાં વધુ પડતો સોજો, અસરગ્રસ્ત ભાગમાં દુખાવો વગેરેનો સમાવેશ થઈ શકે છે. લિપોએડેમાની વાત કરીએ તો તે ત્વચાને ઢીલી કરી દે છે અને આ સમસ્યા મહિલાઓમાં વધારે જોવા મળે છે. આ પોઝિશનમાં જાંઘ, હાથ અને પગની સાઇઝ વધવા લાગે છે. નિષ્ણાતોને હજી સુધી લિપોએડેમાનાં લક્ષણો વિશે ખ્યાલ નથી. તે માને છે કે આ વિકાર આનુવંશિક હોઈ શકે છે અથવા તે તરુણાવસ્થા, મેનોપોઝ વગેરેમાં હોર્મોનલ ફેરફારોને કારણે થઈ શકે છે. આ સ્થિતિ સ્થૂળતા જેવી લાગે છે, તેથી મોટાભાગના કિસ્સાઓમાં તેને શોધવું મુશ્કેલ છે.

અહેવાલો સૂચવે છે કે લિમ્ફેડેમા અને લિપોએડેમાનો કોઈ સચોટ ઈલાજ હજી સુધી મળ્યો નથી. આનું કારણ એ છે કે તેનાં લક્ષણોને દૂર કરી શકાય છે, પરંતુ જડમૂળમાંથી દૂર કરી શકાતા નથી. તેની સારવાર દવા, કસરત, મેન્યુઅલ ડ્રેઇન ડેનેજ, કમ્પ્રેશન બેન્ડેજ, કમ્પ્રેશન ગારમેન્ટ, ન્યુમેટિક કમ્પ્રેશન ડિવાઇસ, સર્જરી દ્વારા કરી શકાય છે. નેશનલ હેલ્થ સર્વિસ યુકેના જણાવ્યા મુજબ લિપિએડેમાની સારવાર સંતુલન આહાર, જટિલ ડિકોન્જેસ્ટિવ થેરાપી, ભાવનાત્મક ટેકો, વજન ઘટાડવાની શસ્ત્રક્રિયા, કમ્પ્રેશન બેન્ડેજ, લિપોસક્શન વગેરે દ્વારા કરી શકાય છે. જો કોઈને લાંબા સમય સુધી પોતાના શરીરના કોઈપણ ભાગમાં ચરબી કે ચરબીનો વધારો થતો દેખાય કે સતત વજન વધતું દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.