• Gujarati News
  • Lifestyle
  • What To Do When The Husband Demands Unnatural Sex, After The Birth Of The Child, The Wife Does Not Want Sex

સેક્સ સિરિયસલી:પતિ જ્યારે અનનેચરલ સેક્સની ડિમાન્ડ કરે, બાળક થયા બાદ સેક્સની ઈચ્છા ન થાય તો શું કરશો?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાળકનાં જન્મ બાદ અથવા કોઈ બીમારીને કારણે પતિ પત્ની વચ્ચેની સેક્સ લાઈફમાં બેલેન્સ રહેતું નથી. પતિ એવા સેક્સની ડિમાન્ડ કરે જે પત્ની પૂરી ન કરી શકે તો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ તેનું સમાધાન જાણો સેક્સોલોજિસ્ટ ડૉ. રાજન ભોસલે પાસેથી...

સવાલ:મારો પતિ મને ઈશારાથી અનનેચરલ સેક્સની વાત કરે છે. મને અનનેચરલ સેક્સ જરાય નથી ગમતું. શું મારે આ વિશે પતિને વાત કરવી જોઈએ?
જવાબ:જો પતિએ તમને અનનેચરલ સેક્સ વિશે ખુલીને વાત નથી કરી તો તમારે પણ કોઈ ખુલાસો આપવાની જરૂર નથી. પતિ તમને ઓપનલી કહી પણ દે તો તમને અધિકાર છે કે તે તમે પતિને પ્રેમથી સમજાવી અનનેચરલ સેક્સ માટે ના કહી શકો છો. ઘણા પુરુષ પત્ની પાસેથી ઓરલ કે અનાલ સેક્સની ડિમાન્ડ કરતા હોય છે. જોકે પત્નીને તે પસંદ નથી હોતું. પત્ની સેક્સ સંબંધ માટે ઘસીને ના પાડે તો તે ખોટી વાત છે કારણ કે સેક્સ મેરિડ લાઈફનો મહત્ત્પૂર્ણ ભાગ છે. પરંતુ જો પતિ અનનેચરલ સેક્સની ડિમાન્ડ કરે અને પત્ની ના પાડે તો પતિએ તેના નિર્ણયને સમજવો જોઈએ કારણ કે અનનેચરલ સેક્સ પત્નીના સ્વાસ્થ્ય માટે સારું નથી.

સવાલ: 2 મહિના પહેલાં હું માતા બની છું. બાળકના જન્મ બાદ મને સેક્સની જરાય ઈચ્છા નથી થતી આ વાતથી મારો પતિ નારાજ છે. શું માતા બન્યા પછી તમામ મહિલાઓ સાથે આવું બનતું હોય છે? બાળકનાં જન્મ બાદ સેક્સ લાઈફ નોર્મલ કેવી રીતે રીતે બનાવી શકાય?
જવાબ:બાળકના જન્મ બાદ મહિલાઓની સેક્સની ઈચ્છા ન થાય તે સામાન્ય વાત છે. માતા બન્યા બાદ મહિલાઓના શરીરમાં પ્રોલેક્ટિન હોર્મોનનું લેવલ વધી જાય છે. આ કારણે તેમના સ્તનમાંથી દૂધ આવે છે. આ સ્થિતિમાં સેક્સની ઈચ્છા નથી થતી. ડિલીવરી બાદ માતા માટે બાળક પ્રાથમિકતા બની જાય છે.

માતા બન્યા બાદ કેટલાક મહિના સુધી પીરિયડ્સ પણ નથી આવતા. થોડા સમય બાદ દૂધ બનવાનું ઓછું થઈ જાય છે ત્યારે પ્રોલેક્ટિન હોર્મોનનું લેવલ ઓછું થઈ જાય છે. આવી સ્થિતિમાં મહિલાઓને ફરી સેક્સની ઈચ્છા થવા લાગે છે. આવી સ્થિતિમાં પતિએ ધીરજથી કામ લેવું જોઈએ અને પત્ની સાથે બાળકની સારસંભાળમાં સમય પસાર કરવો જોઈએ. પુરુષ ઈચ્છે તો મેસ્ટ્રુબેશન કરી શકે છે. પત્નીની સેક્સની ઈચ્છા ન થવી એ ટેમ્પરરી છે તેથી પુરુષોએ હેરાન થવાની જરૂર નથી. ડિલીવરીના થોડા મહિના બાદ સેક્સ લાઈફ પહેલાં જેવી નોર્મલ થઈ જશે.

ડૉ. રાજન ભોસલે, MD

પ્રોફેસર એન્ડ HOD, સેક્સ્યુઅલ મેડિસીન ડિપાર્ટમેન્ટ, KEM હોસ્પિટલ એન્ડ જી. એસ. મેડિકલ કોલેજ

સેક્સ સિરિયસલી માટે તમે તમારા સવાલ આ ઈમેલ આઈડી પર મોકલી શકો છો: db.women@dbcorp.in મેલ કરતાં સમયે ઈમેલના સબ્જેક્ટમાં સેક્સ સિરિયસલી અચૂક લખો.