• Gujarati News
  • Lifestyle
  • What To Do When A Husband Likes 'Foot Fetish', How Does Diabetes Affect A Woman's Sex Life?

સેક્સ સિરિયસલી:જ્યારે પતિને ‘ફૂટ ફેટિશ’ પસંદ હોય ત્યારે શું કરવું, ડાયાબિટીસ મહિલાની સેક્સ લાઈફને કેવી રીતે અસર કરે છે?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિલાઓ પોતાની સેક્સ સમસ્યાઓ વિશે ખુલીને વાત નથી કરી શકતી, જેના કારણે તેમને ઘણી શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે અને તેની અસર તેમના સંબંધો અને સેક્સ લાઈફ પર પણ પડે છે. મહિલાઓની સેક્સ સમસ્યાઓનું સમાધાન જણાવી રહ્યા છે સેક્સોલોજિસ્ટ ડૉ. રાજન ભોસલે

મને સેક્સ દરમિયાન વજાઈનામાં ઈજા થાય છે અને વારંવાર ઈન્ફેક્શન પણ થાય છે. ચેકઅપ બાદ ખબર પડી કે મને ડાયાબિટીસ છે. હું જાણવા માગું છું કે ડાયાબિટીસ બાદ શું હું પહેલાની જેમ સેક્સ લાઈફ એન્જોય નહીં કરી શકું?

સેક્સ દરમિયાન વજાઈનામાં કટ થઈ જવું મહિલાઓની એક સામાન્ય સમસ્યા છે. તેનું એક મોટું કારણ એ છે કે મહિલા જ્યારે સેક્સ માટે તૈયાર નથી હોતી તો વજાઈનામાં લુબ્રિકન્ટ નથી હોતું અને ડ્રાઈનેસના કારણે વજાઈનામાં ઈજા થાય છે. ફોરપ્લે ન થવા પર પણ આવું થાય છે તેથી પતિએ સેક્સ પહેલા ફોરપ્લેથી પત્નીને સેક્સ માટે તૈયાર કરવી જોઈએ. જે મહિલાઓનું બ્લડ સુગર વધારે હોય છે તેમને પણ સેક્સના સમયે યોનિમાં ઈજા થાય છે, આવી સ્થિતિમાં ઈજાને મટાડવા અને ડાયાબિટીસ માટે સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. ઘણી મહિલાઓને વજાઈનામાં ઘા થયા બાદ ખબર પડે છે તેને ડાયાબિટીસ છે. ડાયબેટિક મહિલાઓને સર્વાઈકલ ઈરોઝન, વારંવાર ડિસ્ચાર્જ થવું, ઈન્ફેક્શન, ઘા વગેરે સમસ્યા થતી રહે છે. તેનાથી તેમની સેક્સ લાઈફ પર અસર થાય છે તેથી આવી મહિલાઓએ ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું જોઈએ.

પતિને સેક્સ દરમિયાન માત્ર મારા પગ સ્પર્શ કરવાનું અને કિસ કરનાનું ગમે છે. તેને નોર્મલ સેક્સમાં કોઈ રસ નથી. તેનાથી તેને તો સંતોષ મળી જાય છે પરંતુ મને સંતોષ નથી મળતો. મારે શું કરવું જોઈએ?

તમારો પતિ પણ તે પુરુષોમાંથી એક છે જેમને માત્ર મહિલાઓના પગમાં રસ હોય છે. તેને ‘ફૂટ ફેટિશ’ કહેવામાં આવે છે. આવા પુરુષોને પત્નીના પગને જોવાનું, સ્પર્શ કરવાનું, કિસ કરવાનું ગમે છે. તેનાથી તેમને સેક્સ જેટલો સંતોષ મળે છે, પરંતુ આવા પુરુષોની પત્નીને સંતોષ નથી મળતો. તમારે આ વિશે પતિ સાથે ખુલીને વાત કરવી જોઈએ. તેમને કહો કે સેક્સમાં એક પાર્ટનરનો સંતોષ પૂરતો નથી, તેને તમારા સેટિસ્ફેક્શનનું પણ ધ્યાન રાખવું જોઈએ. તેમને કહો કે પોતાના સંતોષની સાથે તેઓ તમારા વિશે પણ વિચારે અને નોર્મલ સેક્સ માટે પોતાને તૈયાર કરે. જો એકબીજા સાથે વાત કરવાથી સમસ્યાનો ઉકેલ નથી આવતો, તો સેક્સ કાઉન્સિલરની મદદ લો.

ડૉ. રાજન ભોસલે, MDપ્રોફેસર એન્ડ HOD, સેક્સ્યુઅલ મેડિસીન ડિપાર્ટમેન્ટ, KEM હોસ્પિટલ એન્ડ જી. એસ. મેડિકલ કોલેજ
સેક્સ સિરિયસલી માટે તમે તમારા સવાલ આ ઈમેલ આઈડી પર મોકલી શકો છો: db.women@dbcorp.in મેલ કરતી વખતે ઈમેલના સબ્જેક્ટમાં સેક્સ સિરિયસલી અચૂક લખો