• Gujarati News
  • Lifestyle
  • 'What More Could Anyone Want In Love Than This?', People Got Emotional After Seeing The Viral Video

કપલ ગોલ્સ:‘પ્રેમમાં આનાથી વિશેષ ક્યા કશું કોઈને જોઈએ છે?’, વાઈરલ વીડિયો જોઈને લોકો ભાવુક થયા

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રેમ માટે કોઈ સમય અને સ્થળ મહત્વનું હોતું નથી અને ઈન્ટરનેટ પરનાં ઘણા વીડિયો આ વાતને સાબિત કરી બતાવે છે. હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો એક વીડિયો પ્રેમને તેનાં શુદ્ધ સ્વરૂપમાં આબેહૂબ રીતે વર્ણવે છે. બસ સ્ટેશનનાં ભીડભાડવાળા વિસ્તારમાં આ દ્રશ્ય એકદમ મનમોહક છે અને સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે.

આ ઈમોશનલ વીડિયો ટ્વિટર પર @Gulzar_sahab ટ્વિટર હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક પતિ શાંતિથી તેની ઊંઘી રહેલી પત્નીનાં કપાળ પર થપથપાવતો હોય છે, જ્યારે તેણી તેના ખોળામાં સૂતી હોય છે. વીડિયોમાં દેખાતું આ સ્થળ સ્થાનિક બસ સ્ટેશન જેવું લાગે છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પુરુષ પાળી પર બેઠો છે અને એક મહિલા તેનાં ખોળામાં માથું રાખીને સૂતી જોઈ શકાય છે. શાંતિપૂર્ણ ઊંઘ માટે મહિલા ચાદર ઓઢીને તેના પતિનાં ખોળામાં સૂતી છે અને તેનો પતિ નાના બાળકની જેમ તેની પીઠ અને કપાળ પર હળવેથી થપથપાવે છે. આ વીડિયોને ટાંકીને યૂઝરે કહ્યું, ‘પ્રેમમાં આનાથી વિશેષ ક્યા કશું કોઈને જોઈએ છે?’

આ વીડિયોએ લોકોને ભાવુક કરી દીધા હતા
એ કહેવાની જરૂર નથી કે, આ વીડિયોએ લોકોને ભાવુક કરી દીધા છે. જ્યારથી તે પોસ્ટ કરવામાં આવ્યો છે ત્યારથી આ વીડિયોને લાઇક્સ અને રીટ્વીટ્સ સાથે 20kથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોમાં લોકોએ પ્રેમ વિશેના પોતપોતાનાં વિચારો રજૂ કર્યા છે.

એક વ્યક્તિએ આ વીડિયોનાં રિપ્લાયમાં એક ભાવનાત્મક પ્રતિભાવ લખ્યો, ‘દરેક વ્યક્તિને જીવનમાં આવા સાચા હમસફર મળતા નથી. જીવનપથ પર એકબીજાનો સહારો બનીને જેઓ સુખ-દુઃખમાં સાથે ચાલે છે એવા જીવનસાથી મળવા ખૂબ જ મુશ્કેલ છે. જે લોકોને જીવનમાં સાચા જીવનસાથી મળતા નથી, તેની સાચા જીવનસાથીની શોધ આજીવન ચાલુ રહે છે.’

બીજા એક યૂઝરે કોમેન્ટ કરી, ‘ખરેખર, જીવનનો સાચો લ્હાવો આ જ છે.’ ત્રીજા એક યૂઝરે કોમેન્ટ કરી, ‘ધીઝ ઈઝ રિઅલ લાઈફ ટ્રુ લવ’ અન્ય એક યૂઝરે કોમેન્ટ કરી, ‘મેડ ફોર ઈચ અધર’ એક મહિલાએ કોમેન્ટ કરી, ‘પ્રેમ એ હું, અહંકાર, સ્વાર્થ, સ્વ-કેન્દ્રિતતાથી ઉપરની લાગણી છે. પ્રેમ એ જીવનનાં દરેક તબક્કામાંથી પસાર થવામાં મદદ કરે છે. પ્રેમ એક એવી વસ્તુ છે કે, જે તમને કોઈપણ પરિસ્થિતિમાં ક્યારેય એકલા છોડતી નથી.’