આપણે કોઈ પણ હોટેલમાં જમવા જઈએ કે પછી ઘરે જમતા હોય, થોડી પણ વાર લાગે તો તુરંતજ ગુસ્સો આવી જાય છે. ક્યારેક તો એ આપણી મનપસંદ વાનગી ખાવાનું મન થયું હોય અને જો થોડો પણ સમય લાગે તો આપણે ગુસ્સામાં લાલ-ચોળ થઇ જઈએ છીએ. પરંતુ શું તમે કોઇ વાનગી માટે વર્ષો સુધી રાહ જોઇ શકો?
આજે અમે તમને એક એવી વાનગી વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે તેને ખાવા માટે મિનિટોમાં, કલાકોમાં કે મહિનામાં નહીં પરંતુ વર્ષો સુધી રાહ જોવી પડે છે. આ સાંભળીને મનમાં સવાલ થયો હશે કે કોઈ વાનગી ખાવા માટે વર્ષો સુધી રાહ જોવી પડે તો તે સાચી વાત છે.
આ વાનગીમાં 30 વર્ષનું વેઇટિંગ છે. આ વાનગી આપણા દેશની નહીં પરંતુ વિદેશની છે. જાપાનમાં એક ખાસ પરિવાર દ્વારા એક વેજ અને નોનવેજ ડીશ તૈયાર કરવામાં આવે છે. આ માટે લાંબું લચક વેઇટિંગ છે. આ ડીશ આખી દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
જાપાનની એક નોનવેજ ડીશનો જો આજની તારીખે ઓર્ડર કરવામાં આવે તો ખાવા માટે 30 વર્ષ બાદ મળશે. આ ડીશ હંમેશા ડિમાન્ડમાં જ રહે છે. આ ડીશ બટેટાની એક ખાસ જાત અને મીટને મિક્સ કરીને બનાવવામાં આવે છે.
જાપાનના 'આશિયા' પરિવાર બનાવે છે આ ખાસ વાનગી
આ નોનવેજ ડીશનું નામ છે Croquettes, જે જાપાનના 'આશિયા' પરિવાર દ્વારા બનાવવામાં આવે છે. આ એક પ્રકારનો નાસ્તો છે, જાપાનમાં બનાવવામાં આવતી આ ખાસ ડીશ દુનિયાભરમાં જાણીતી થઇ ચુકી છે.
1999માં પહેલીવાર ઓનલાઇન સ્ટોર ખોલ્યો
એક મીડિયા રિપોર્ટ અનુસાર, છેલ્લા 96 વર્ષથી જાપાનનો આ પરિવાર પોતાની દુકાનમાંથી આ નોનવેજ નાસ્તાનું વેચાણ કરે છે. 1999માં આશિયાએ પહેલીવાર ઓનલાઇન સ્ટોર ખોલ્યો અને પોતાની પ્રોડક્ટ વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં આશિયા પરિવારને આશા નહોતી કે લોકો આ નોનવેજ ડિશ માટે લોકો આટલા પૈસા ખર્ચ કરશે અને વર્ષો સુધી રાહ પણ જોશે.
હાલ ત્રીજી પેઢી સંભાળે છે
આશિયા પરિવારની ત્રીજી પેઢી શિગેરુ નિટ્ટા હાલ તો આ કામ સંભાળી રહી છે. શિગેરુએ CNN સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તે Extreme Croquettesના એક પીસને લગભગ 150 રૂપિયામાં વેચે છે. તો આ જ આઈટમ જો નોનવેજમાં હોય તો એક પીસનો ભાવ 200 રૂપિયા છે.તો વધુમાં જણાવ્યું હતું કે, Croquettesને ઓછી કિંમતમાં વધારે ટેસ્ટી બનાવવાની કોશિશ કરવામાં આવી છે. જેથી લોકો એક વાર ટેસ્ટ કર્યા બાદ બીજી વાર ટ્રાય કરે.
2016માં તો વેઈટીંગ એ હદે વધી ગયું હતું કે, શિગેરુ એ લોકોના ઓર્ડર લેવાનું બંધ કરી દીધું હતું. તે સમયે ડિલિવરી નો સમય 14 વર્ષથી વધુ થઇ ગયો હતો. 2017માં 'આશિયા' ફરીથી ખુલ્યું અને ડીશની કિંમત વધારી દીધી હતી.
દર અઠવાડિયે 1400 Croquetteના પીસ બનાવે
શિગેરુ કહે છે કે, દર અઠવાડિયે 1400 Croquetteના પીસ બનાવવામાં આવે છે. પરંતુ, જો કોઈ આજની તારીખે ઓર્ડર આપે છે, તો તેને પહોંચાડવા માટે ઓછામાં ઓછા 30 વર્ષ રાહ જોવી પડશે. હાલમાં,Extreme Croquettes ના દરેક બોક્સમાં 5 પીસ હોય છે. તેની કિંમત 1600 રૂપિયાની નજીક છે. આ સાથે જ લોકો વેબસાઈટ (https://www.asahiya-beef.com/fs/kobegyu/croquette/PC-1800) પર જઈને ઓર્ડર આપી શકે છે.
આ વાનગી બનાવવા માટે 'ત્રણ વર્ષથી એ-5 રેંકવાળા Female Kobe beef'નો ઉપયોગ કરવામાં આવે છે. તો બટાકાની ખરીદી પણ ત્યાંથી કરવામાં આવે છે. આ ખાસ જાપાની વાનગી croquettes વિશે અખબાર વર્ષ 2000માં લખવામાં આવ્યું હતું. આ પછી જ આ વાનગી આખી દુનિયામાં ફેમસ થઇ ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.