ગે મેરેજ:‘લગ્ન નથી કર્યા તો શું થઈ ગયું? અમે સાથે જીવવા-મરવાના સમ ખાધા છે, ઝઘડા કરવાને બદલે દરેક કામ વહેંચીને કરીએ છીએ’

સુનાક્ષી ગુપ્તા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશિષ અને ઇન્દર 9 વર્ષથી રિલેશનમાં છે, બંને વચ્ચે ભાગ્યે જ ઝઘડા થાય છે
  • બંનેના પરિવારને સમજાવવામાં સમય લાગ્યો, પણ અંતે માની ગયા

ટ્રાન્સજેન્ડરનો ટોપિક જ્યારે પણ નીકળે ત્યારે તે આખી દુનિયામાં તે ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. ભારતમાં આ કમ્યુનિટીના લોકોને કાયદાકીય માન્યતા તો મળી ગઈ પણ સમાજ હજુ તેને સ્વીકારતો નથી. સામાજિક વિરોધની સાથે ઘણા ગે કપલ સાથે મળીને જીવી રહ્યા છે. ભાસ્કરની ટીમે મુંબઈના ગે કપલ આશિષ અને ઇન્દર સાથે તેમના રિલેશનશિપ વિશે વાત કરી. નવ વર્ષથી સાથે રહેતા આ બંને લોકો નોર્મલ કપલ કરતાં અલગ નથી. કામથી લઈને કપડાંની વહેંચણી પણ સમાન રીતે થાય છે.

કમિટેડ રિલેશનશિપમાં રહેતા આશિષ અને ઇન્દરે કહ્યું કે, અમે એકબીજાને કપડા શૅર કરીએ છીએ. કામ પણ વહેંચી લઈએ છીએ અને અમારા વચ્ચે ઘણા ઓછા ઝઘડા થાય છે. ઘરની ડ્યુટી ફિક્સ હોય છે. આશિષ રોટલી કરે છે અને તેનો પાર્ટનર શાક બનાવે છે. ઘણીવાર લોકો અમને ભાઈ કહીને બોલાવે ત્યારે અમે એકબીજાની સામે જોઈને હસી પડીએ છીએ.

ગે મેરેજ કેમ ચર્ચામાં?
હાલમાં જ દિલ્હી હાઇકોર્ટમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા બાબતે ફાઈલ કરેલી અરજી પર સુનાવણી થઈ. કેન્દ્ર સરકારનું કહેવું હતું કે, લગ્ન માત્ર જૈવિક સ્ત્રી અને પુરુષ વચ્ચે જ થઈ શકે. સરકારે કહ્યું, આર્ટિકલ 377 હટાવવાને લઈને પણ હજુ લોકો કન્ફ્યુઝ છે. વર્ષ 2018માં હોમો સેક્સ્યુઆલિટીને ગુના શ્રેણીમાંથી હટાવી દીધું હતું, પરંતુ તેમાં ક્યાંય લગ્નની વાત થઈ નહોતી. જો કે, આ અરજી પર અંતિમ સુનાવણીની તારીખ 30 નવેમ્બર નક્કી કરી છે.

આશિષ IT પ્રોફેશનલ છે અને, ઇન્દરે લંડન કોલેજ ઓફ ફેશનમાં અભ્યાસ કર્યો
ઘણા લોકો વિચારતા હોય છે કે, ગે લોકો તો માત્ર ફેશન અને મેકઅપ ઇન્ડસ્ટ્રી સાથે જ જોડાયેલા રહેતા હોય છે. આશિષે કહ્યું, હું 33 વર્ષનો છું અને IT કંપનીમાં કામ કરું છું. આ ફિલ્ડમાં મારે 10 વર્ષ થઈ ગયા છે. મારી ફેમિલી લખનૌમાં રહે છે. ઇન્દરનો પરિવાર મુંબઈમાં રહે છે. ઇન્દરે લંડન કોલેજ ઓફ ફેશનમાં અભ્યાસ પૂરો કર્યો છે. તેણે ઇન્ડિયા આવીને સૌપ્રથમ LGBTQ સ્ટોર ખોલ્યો. અહીં પ્રાઇડ કમ્યુનિટીને જરૂરી દરેક વસ્તુઓ મળી જાય છે. હોમો સેક્સ્યુઆલિટીની જોરશોરથી ચર્ચા થતી હતી ત્યારે લોકોએ સ્ટોર પર હોબાળો કર્યો અને દુકાન કહેલી કરવાનું કહ્યું. એ પછી તેણે નવેસરથી કરિયર શરૂ કર્યું.

નવ વર્ષનું અતૂટ રિલેશન
ઈન્દરે પોતાની રિલેશનશિપ વિશે જણાવ્યું, અમે બંને વર્ષ 2012માં મળ્યા હતા. અમે બંને બેંગ્લુરુમાં પ્રાઇડ એક્ઝિબિશનમાં મળ્યા અને ત્યાં જ નંબર એક્સચેન્જ કર્યા. આશરે 6 મહિના સુધી લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં પણ રહ્યા. ક્યારેક આશિષ મુંબઈ આવતો ક્યારેક હું તેને મળવા જતો હતો. આશિષે તેની ઓફિસમાં સિનિયર્સને ગે હોવાથી વાત કહી ત્યારે એ લોકોએ શૉકિંગ રિએક્શન નહોતા આપ્યા પણ તેને હેલ્પ કરી. શરૂઆતમાં અમને ઘણી તકલીફ પડી મેં ઘરે પણ ખોટું કહ્યું કે આશિષ મારો રૂમમેટ છે અને અમે એક પ્રોજેક્ટ પર સાથે કામ કરીએ છીએ. સમય આવતા બધું કહ્યું ત્યારે ઘરવાળા ગભરાયેલા હતા પણ 2018માં કાયદો આવ્યો ત્યારે અમે રાહતનો શ્વાસ લીધો.

5 વર્ષ પહેલાં રિંગ એક્સચેન્જ કરી
આમ તો ભારતમાં ગે મેરેજ લીગલ નથી પણ દરેક સંબંધમાં એક કમિટમેન્ટ જરૂરી છે. અમે 2016માં રિંગ એક્સચેન્જ કરી. આને અમે લગ્ન નહીં કહીએ પણ આ તેનાથી ઓછું પણ નથી. ભલે આજે કાયદાની નજરમાં આ લીગલ નથી પણ અમને આનાથી સંતોષ મળે છે. તે ખાસ દિવસે અમારા બંનેની ફેમિલી અને ઘણા મિત્રો સામેલ થયા હતા.

પરિવારને સમજાવવામાં સમય લાગ્યો
​​​​​​​એન્ગેજમેન્ટ કરવાનો નિર્ણય લીધા પછી આશિષે ઘરે જણાવ્યું. ગે હોવાની વાત કહેતા ઘણો સમય લાગી ગયો. આજે બંને પરિવારને તેમના રિલેશનથી કઈ પ્રોબ્લેમ નથી. બંને ફેમિલી આ કપલ સાથે રજાઓમાં રહેવા આવે છે.

સાસુ ટેસ્ટી વાનગીઓની રેસિપી શૅર કરે છે
આજે એવી સ્થિતિ આવી ગઈ છે કે બંનેની મમ્મીઓ એકબીજા સાથે ખૂબ વાતો કરે છે. આશિષને કુકિંગનો શોખ છે. તેની સાસુ રેસિપી શૅર કરે છે. કરવા ચોથ પર ઉપવાસ અને પૂજા કરે છે. બંનેને ઘર માટે લોન લેવા પણ ઘણા ધક્કા ખાવા પડ્યા છે. હેલ્થ પોલિસીમાં પણ પાર્ટનર કવર મળતું નથી.

લીગલ લડાઈથી ડર નથી લાગતો, લગ્નને પરમિશન મળશે
દિલ્હી હાઇકોર્ટમાં ફાઈલ થયેલી અરજી પર ઈન્દરે કહ્યું કે, અમને ડર નથી કે લગ્નને પરમિશન મળશે કે નહીં. અમે આવનારી પેઢીને તકલીફ ના થાય તે માટે પ્રયત્નો કરીએ છીએ. સેક્શન 377 નાબૂદ થઈ તેમ ગે મેરેજને પણ એક દિવસ પરમિશન મળશે.

બાળક દત્તક લેવાની પરમિશન મળતી નથી
વાત કરતા-કરતા ભાવુક થઈ ગયેલા ઇન્દરે કહ્યું, હું 40 વર્ષનો થઈ ગયો છું. જો ગે મેરેજ લીગલ નહીં થાય તો હું બાળક દત્તક નહીં લઇ શકું. ઘરના લોકોએ અમને ફેમિલી મોટું કરવા માટે બાળક દત્તક લેવાની વાત કરી હતી, પણ આ શક્ય ના થયું. આ મેરેજને કાયદાકીય પરમિશન મળશે તો મારા જેબ ઘણા કપલ્સની બાળક દત્તક લેવાની ઈચ્છા પૂરી થશે અને નવી જિંદગી શરૂ કરી શકશે.