• Gujarati News
  • Lifestyle
  • What Are Love Bites, Love Or After Illness Or Any Mental Illness Of Women; According To Vatsyayan, There Are 8 Types Of Love Bites

પ્રેમની નિશાની:લવ બાઈટ્સ શું છે, પ્રેમ કે પછી બીમારી અથવા મહિલાઓની કોઈ માનસિક બીમારી; વાત્સાયનના અનુસાર 8 પ્રકારના લવ બાઈટ્સ છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક લોકો હિકીને આયર્નની ઉણપ ગણાવે છે
  • ડૉ. જ્યોતિ કપૂરના અનુસાર, આ નિશાની તમારો સંબંધો કેટલા ગાઢ છે તે સૂચવે છે

જેકલીન ફર્નાન્ડિઝનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના કથિત બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખરની સાથે એક કોઝી મોમેન્ટ શેર કરી રહી છે. આ ફોટો એક ખાસ કારણથી ચર્ચામાં છે, તેમાં જેકલીનના ગળા પર 'લવ બાઈટ' એટલે કે 'હિકી' જોવા મળી રહી છે. કેટલાક લોકો હિકીને આયર્નની ઉણપ ગણાવે છે, તો કેટલાક તેને મનોવૈજ્ઞાનિક સાથે જોડીને પણ જુએ છે.

બરફની પોટલી રાખવાથી રાહત મળશે
ઉજાલા સિગ્નસ હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન વિભાગના સિનિયર ડૉ. શુચિત બજાજના અનુસાર, હંમેશાં ઈજાના કારણે બનેલા પ્રેશરના કારણે સ્કિનની સપાટીની નીચે બ્લડ વેસેલ્સ તૂટી જાય છે. તેનાથી ત્યાંથી થોડું બ્લડ રિલીઝ થાય છે. તેના કારણે ત્યાંની ત્વચા પર નાનાં-નાનાં સ્પોટ બની જાય છે. આ સ્પોર્ટ્સને પેટેચીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સ્પોટ્સના કલર પણ બદલાતા રહે છે રેડ અથવા ડાર્ક પર્પલ અને યેલો દેખાય છે. ઘણી વખત ઈન્ટિમેટ ક્ષણ દરમિયાન પણ મહિલા અથવા પુરુષ પાર્ટનરના શરીર પર 'કિસ' કરવાના કારણે આવા સ્પોર્ટ્સ બની જાય છે.

પ્રેમની આ નિશાની શરમનું કારણ ન બને તેના માટે એક-બે દિવસ સુધી આ સ્પોટ્સ પર 'આઈસ પેક' રાખો. તેનાથી બ્લીડિંગ બંધ થઈ જશે અને સોજો પણ ઓછો થઈ જશે. એક ટુવાલમાં બરફના ટૂકડા રાખીને 10 મિનિટ સુધી સ્કિન પર રાખવાથી પણ સારી અસર થશે. બીજા દિવસે ગરમ પાણીનો શેક કરી શકો છો. મેડિકલ ન્યૂઝ ટૂડેના રિપોર્ટના અનુસાર, આર્નિકાનો ઓઈન્ટમેન્ટ તરીકે ઉપયોગ કરવાથી પણ ફાયદો થાય છે. જેના શરીર પર ઈજા થવાથી અથવા કોઈ અન્ય કારણે આવું થાય છે તો તે પોતાની પાસે 20% આર્નિકાનો ઉપયોગ કરી શકે છે.

વાત્સાયનના અનુસાર 8 પ્રકારના નિશાન
ચોથી સદીમાં વાત્સાયન દ્વારા લખાયેલા 'કામસૂત્ર'માં 8 પ્રકારના લવ બાઈટ્સ જણાવવામાં આવ્યા છે. તે અલગ અલગ 43 શ્લોકોમાં લખાયેલા છે. સર રિચર્ડ બર્ટને આ ગ્રંથના અંગ્રેજી અનુવાદમાં તેના નામોની ગણતરી કરી છે જેને હિડન બાઈટ, સ્વાલન બાઈટ, ધ પોઈન્ટ, ધ લાઈન ઓફ જ્વેલ... અને બીજું ઘણું બધું.

આ પ્રેમનો દેખાડો તો નથીને
મનસ્થલી વેલનેસ ક્લીનિકના ફાઉન્ડર સાઈકેટ્રિસ્ટ ડૉ. જ્યોતિ કપૂરના અનુસાર, આ નિશાની તમારો સંબંધો કેટલા ગાઢ છે તે સૂચવે છે. કેટલાક લોકો તેને છુપાવીને રાખવા માગે છે કેમ કે આપણા સમાજમાં અત્યારે પણ સંકુચિત માનસિકતા છે, તો કેટલાક લોકો તેને બતાવવામાં વિશ્વાસ રાખે છે. તેઓ આ નિશાન દ્વારા એ બતાવવા માગે છે કે તેમના સંબંધમાં બધું સામાન્ય છે. જે લોકો આવું કરે છે, તેમને આ પ્રકારનો દેખાડો કરવાની જગ્યાએ પોતાના રિલેશનશિપની મજબૂતી પર કામ કરવું જોઈએ.