ઉત્કૃષ્ટ પરિયોજના / અમદાવાદ, પશ્ચિમ રેલવેની 23 ટ્રેન અપગ્રેડ કરાતાં મુસાફરોની સુવિધા વધશે

Western Railway will increase Features and Upgradation of 23 trains to Ahmedabad

Western Railway will increase Features and Upgradation of 23 trains to Ahmedabad
X
Western Railway will increase Features and Upgradation of 23 trains to Ahmedabad

 • ઉત્કૃષ્ટ પરિયોજના હેઠળ ટ્રેનોને અપગ્રેડ કરવામાં આવી
 • પેસેજ, પ્રવેશ દ્વાર તથા ટોઇલેટને અલગ રીતે ડિઝાઇન કરાયા
 • અત્યાર સુધીમાં 23 રેક અપગ્રેડ થયા, 2020 સુધીમાં કુલ 140 રેક અપગ્રેડ કરાશે

Divyabhaskar.com

May 28, 2019, 08:54 AM IST

ટ્રાવેલ ડેસ્ક. પેસેન્જરોને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે રેલવે દ્વારા ટ્રેનના જૂના કોચને નવા રૂપરંગ આપવાની સાથે 'ઉત્કૃષ્ટ પરિયોજના' હેઠળ અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ યોજના હેઠળ અત્યાર સુધી અમદાવાદ સહિત પશ્ચિમ રેલવે 23 રેક (ટ્રેન) અપગ્રેડ કરી દેશમાં પ્રથમ નંબરે રહ્યું છે. લગભગ 60 લાખ રૂપિયાના ખર્ચે અપગ્રેડ કરાતી ટ્રેનોના કોચને ડાર્ક પીળા કે મરૂન રંગે રંગવામાં આવી રહ્યા છે. 

કોચની અંદર કલાત્મક દેખાવ માટે વિનાઈલ રેપ કરવામાં આવ્યું

કોચ અપગ્રેડ યોજના વિશે વધુ માહિતી આપતા સીપીઆરઓ રવીન્દ્ર ભાકરે જણાવ્યું કે, દેશભરમાં 'ઉત્કૃષ્ઠ પરિયોજના' હેઠળ આઈસીએફ કોચ ધરાવતી 140 રેક (ટ્રેન)ને અપગ્રેડ કરવાની યોજના હતી. પશ્ચિમ રેલવેને 20 રેક અપગ્રેડ કરવા ફાળવાયા હતા, જેમાં માર્ચ 2019 સુધી 19 રેક અપગ્રેડ કરી દેવાયા હતા. જ્યારે એપ્રિલ 2019માં 20માં રેકને અને મે 2019 સુધી વધુ 3 રેક મળી અત્યાર સુધીમાં કુલ 23 રેક અપગ્રેડ કરી દેવાયા છે. જ્યારે માર્ચ 2020 સુધી વધુ 35 રેક અપગ્રેડ કરાશે. 

આ ટ્રેનના કોચને ડાર્ક પીળા તથા મરૂન રંગની સાથે પોલિયુરિથેન પેઇન્ટ કરાયા છે. કોચની અંદર કલાત્મક દેખાવ માટે એન્ટિ- ગ્રાફિટી કોટેડ ડિઝાઈનર વિનાઈલ રેપ કરવામાં આવ્યું છે. પેસેજ, પ્રવેશ દ્વાર તથા શૌચાલયને અલગ -અલગ ડિઝાઈન આપવામાં આવી છે. શૌચાલયના ફર્શ પર ઇ પોક્સી કોટિંગ, સ્ટેઇનલેસ સ્ટીલ મોડીફાઇડ વૉશ-બેસિન સાથે અપગ્રેડ કરાયા છે. શૌચાલયમાં સારી ફ્લશિંગ માટે ડ્યૂઅલ ફ્લશ વાલ્વ તથા દુર્ગંધ રોકવા ઓટો જેનિટર લગાવાયા છે. 

3. અમદાવાદ આવતી ટ્રેનોમાં સુવિધા વધશે
 • દાદર-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ 
 • બાંદ્રા - ભુજ એસી એક્સપ્રેસ 
 • ઓખા - વારાણસી એક્સપ્રેસ 
 • ભાવનગર - બાંદ્રા એક્સપ્રેસ 
 • ગાંધીધામ - પુરી એક્સપ્રેસ 
 • બાંદ્રા - ઉદયપુર એક્સપ્રેસ 
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી