તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્નોલોજીથી વજન ઘટાડો:અમેરિકન વૈજ્ઞાનિકોએ સ્થૂળતા કંટ્રોલ કરતું ડિવાઈસ બનાવ્યું, તેનાથી ભૂખ લાગતી નથી અને પેટ ભરેલું લાગે છે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકન વૈજ્ઞાનિકોએ સ્થૂળતા ઓછી કરવા એક વાયરલેસ ડિવાઈસ તૈયાર કર્યું છે. આ ડિવાઈસ સ્થૂળતાનો સામનો કરી રહેલા લોકોને પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. 1 સેન્ટીમીટર આકારના આ ડિવાઈસને અમેરિકામાં ટેક્સાસની A&M યુનિવર્સિટીએ બનાવ્યું છે.

આ રીતે કામ કરે છે
તેને તૈયાર કરનારી ટીમ સાથે જોડાયેલા ડૉ. સૂંગ પાર્કે કહ્યું કે, આ ડિવાઈસને ઈમ્પ્લાન્ટ કરવા શરીરમાં એક કાપો મૂકવામાં આવે છે. શરીરમાં પહોંચ્યા પછી તેને બહારથી રેડિયો ફ્રિક્વન્સી રિમોટ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે.

આ ડિવાઈસમાં લાગેલી માઈક્રોચિપ અને LED લાઈટ રિલીઝ કરે છે જેને લીધે પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે. ભૂખ વધારે લગતી નથી. આ રીતે સ્થૂળતા કંટ્રોલ કરી શકાય છે.

કયા લોકોને આ ડિવાઈઝની જરૂર છે?
વૈજ્ઞાનિકોનાં જણાવ્યા પ્રમાણે, જે લોકોને ડાયટિંગ અને કસરત કર્યા પછી પણ વજન ઘટતું નથી અથવા તો ગેસ્ટ્રીક બાયપાસ કરવી પડે તેમના પેટમાં આ ડિવાઈસ ઈમ્પ્લાન્ટ કરી શકીએ છીએ. તે ડાયજેસ્ટિવ સિસ્ટમ કંટ્રોલ કરશે. સર્જરી પછી રિકવરીમાં થોડો વધારે સમય લાગે છે.

પ્રોફેસર પાર્કે કહ્યું કે, બ્રેનથી કંટ્રોલ થતા ન્યૂરોન ડિવાઈસ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. હજુ સુધી એવા કોઈ વાયરલેસ ડિવાઈસ તૈયાર નહોતા થયા જે બ્રેન ઉપરાંત ન્યૂરોન કંટ્રોલ કરી શકે. આ ફીચર ધરાવતું પ્રથમ વાયરલેસ ડિવાઈસ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser