તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Wedding Guests Gifted Petrol, Onions And Gas Cylinders At The Wedding, Users Piled Up Comments

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમિલનાડુ:લગ્નમાં વર-વધુને મહેમાનોએ પેટ્રોલ, ડુંગળી અને ગેસ સિલિન્ડર ગિફ્ટ કર્યું, યુઝર્સે કમેન્ટ્સનો ઢગલો કર્યો

9 દિવસ પહેલા

ઈંધણની કિંમતમાં સતત 11મા દિવસે પણ વધારો ચાલુ છે, આવી સ્થિતિમાં તમિલનાડુમાં એક કપલને તેમના મિત્રોએ લગ્ન પર અનોખી ગિફ્ટ આપી. કોઈએ પેટ્રોલની બોટલ અને કેન આપ્યા તો કોઈએ ગેસ સિલિન્ડર ગિફ્ટ કર્યું અને કોઈએ લગ્નની ગિફ્ટમાં ડુંગળી આપી. લગ્નના દિવસે આવી અનોખી ગિફ્ટ મેળવનાર આ કપલનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે મહેમાનોને કપલની સાથે ઊભા રહેલા જોઈ શકો છો. મહેમાનોના હાથમાં પેટ્રોલ, ગેસ સિલિન્ડ અને ડુંગળીની માળા દેખાઈ રહી છે અને બધા એક સાથે ઊભા છે અને સ્ટેજ પર પોઝ આપી રહ્યા છે. વીડિયોમાં બધા લોકો ખુશ લાગે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન હસી રહી છે અને તે પોતાના હાસ્યને રોકવાનો પ્રયાસ કરી રહી છે.

વીડિયો શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું છે, ‘તમિલનાડુમાં કપલને લગ્નમાં પેટ્રોલ, ગેસ સિલિન્ડર અને ડુંગળીની ગિફ્ટ મળી.' 45 સેકન્ડની આ વીડિયો ક્લિપ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. સાથે તેના પર લોકો રસપ્રદ કમેન્ટ્સ પર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો