• Gujarati News
  • Lifestyle
  • Wedding Customs Are Also Strange ... The Bride Has To Sign On These Eight Conditions To Take Photos At The Party With The Groom, To Make Breakfast On Sunday

વાઇરલ વીડિયો:લગ્નના રિવાજો પણ વિચિત્ર હો બાકી... દુલ્હને દુલ્હા પાસે પાર્ટીમાં ફોટા પાડવા, રવિવારે નાસ્તો બનાવવા સુધી આ આઠ શરતો પર કરાવી સહી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પતિ-પત્નીના સંબંધને અનમોલ માનવામાં આવે છે. અલગ-અલગ ધર્મમાં અલગ-અલગ રિવાજથી લગ્ન કરવામાં આવે છે. પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હન તેના પતિ પાસે કોન્ટ્રાકટ સાઈન કરાવતી જોવા મળે છે. આ કોન્ટ્રાક્ટમાં શોપિંગ, જિમથી લઈને બહાર જમવા જવું અને પત્નીની સુંદર તસવીરો લેવા સુધીની તમામ બાબતોનો સમાવેશ થાય છે. લગ્નમાં કોન્ટ્રાકટ કરાવતો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

જાનૈયા બન્યા સાક્ષી
આ કોન્ટ્રાક્ટમાં દુલ્હને દુલ્હા પાસે આઠ શરતોના સહી કરાવી હતી. દુલ્હા- દુલ્હન સિવાય લગ્નમાં સામેલ થનાર વ્યક્તિઓએ પણ સાક્ષી તરીકે મોટા કોન્ટ્રાક્ટ પેપર પર સહી કરી હતી. આ કોન્ટ્રાક્ટમાં કહેવામાં આવ્યું છે કે વરરાજાએ દર 15 દિવસે દુલ્હનને ખરીદી કરવા લઇ જવી પડશે. રવિવારે સવારનો નાસ્તો બનાવવો પડશે, પાર્ટીમાં સારા ફોટો પાડવા પડશે.

સોશિયલ મીડિયા પર છવાઈ ગયો આ વીડિયો
આ અનોખા લગ્નનો વિડીયો હાલ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વેડલોક ફોટોગ્રાફી નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 3 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ પોસ્ટને લગભગ 20 લાખ લોકોએ લાઈક કરી છે.

લોકો કમેન્ટ કરીને લઇ રહ્યા છે આનંદ
મોટાભાગના લોકો આ કોન્ટ્રાક્ટ વેડિંગ વીડિયો પર ફની કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, એક મહિનામાં માત્ર બે પિઝા ઓછા છે. અન્ય એક યુઝરે લખ્યું કે આટલા બધા લોકો વચ્ચેની તમામ બાબતોને ક્લિયર કર્યા પછી બંને વચ્ચે ક્યારેય ઝઘડો નહીં થાય.

તે જ સમયે, કેટલાક લોકો એવા છે જેમને લગ્નની વિધિ સાથે આ છેડછાડ બિલકુલ પસંદ નથી.એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે, આ લગ્ન છે કોઈ બિઝનેસ એગ્રીમેન્ટ નથી, આ જોઈને લાગે છે કે જો નુકસાન થશે તો બિઝનેસ એગ્રીમેન્ટની જેમ લગ્ન તોડી નાખશે.