આપણા દાદી-નાની માટીના વાસણમાં રસોઈ કરતા હતા. ધીમે-ધીમે સમય બદલાયો અને કિચનમાં એલ્યુમિનિયમ, સ્ટીલ અને હવે નોન-સ્ટિકના વાસણોનો ઉપયોગ વધી ગયો. આ વાસણને લીધે મહેનત ઓછી થઈ, પરંતુ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડવાનું શરૂ થઈ ગયું. માટીના વાસણમાં બનાવેલી રસોઈના ફાયદા જાણીએ આયુર્વેદિક ફિઝિશિયન ડૉ. શ્રીલલિતા અવિનાશ અને કલનરી એક્સપર્ટ પુલકિત શર્મા પાસેથી...
માટીના વાસણો બાકીના વાસણોથી કેમ અલગ હોય છે?
આ વાસણમાં બનાવેલી રસોઈ વિશે ડૉ. અવિનાશે કહ્યું, આમાં કુકિંગ ઓઇલ ઓછું જોઈએ છે. આ વાસણમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્ત્વો ભોજનમાં રહે છે. તેમાં બનતી રસોઈની સ્મેલ લાંબા સમય સુધી રહે છે. સાથે જ વાસણ એટલા મોંઘા પણ હોતા નથી. જો કે, ખરીદતા પહેલાં એક વાતનું ધ્યાન રાખવું કે, વાસણ પર પોલિશ કરેલી હોવી ના જોઈએ. આકર્ષક દેખાવ માટે કરેલી પોલિશ તમને બીમાર પાડી શકે છે.
કલનરી એક્સપર્ટ પુલકિતે કહ્યું, આ વાસણની ખાસિયત એ છે કે, તેમાં ભોજન બનાવ્યા પછી રસોઈનો ટેસ્ટ વધી જાય છે. તેમાં રાંધેલી રસોઈ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ રસોઈ ફૂડ એસિડિટી કન્ટ્રોલ કરે છે. એટલું જ નહીં પણ ભોજન આરામથી પછી જાય છે. માર્કેટમાં માટીમાંથી બનેલા ઘણા પ્રકારના વાસણો જેમ કે, કડાઈ, હાંડી અને લોઢી મળે છે. તેની મદદથી તમે સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર ભોજન બનાવી શકશો.
માટીના વાસણમાં કેમ દહીં મેળવવું જોઈએ?
માટીના વાસણમાં જામેલું દહીં સ્વાદમાં ટેસ્ટી હોય છે અને ઘટ્ટ હોય છે. માટીના વાસણ દૂધમાં મિક્સ પાણી શોષી લે છે આથી દહીં ઘટ્ટ જામે છે. આ વાસણ ઇન્સ્યુલેટરનું કામ કરે છે. ટેમ્પરેચર મેન્ટેન રહેતું હોવાથી દહીં સારી રીતે જામી જાય છે. માટીના વાસણમાં જામતા દહીંમાં પ્રાકૃતિક મીઠાશ હોય છે.
કઈ વાનગી માટે માટીના વાસણ બેસ્ટ છે?
વાસણના ટ્રેન્ડ સાથે જ હવે આમ બનાવેલી રસોઈનો ક્રેઝ પણ વધી રહ્યો છે. બિરયાની, કેરળ ફિશ કરી અને ઉંધિયુ જેવી વાનગી ધીમી આંચે બનાવવામાં આવે છે. ધીમી આંચ હોવાથી બળી જવાનું કે પછી ચોંટી જવાનું ટેંશન રહેતું નથી અને સ્વાદ પણ જળવાઈ રહે છે.
માટીના વાસણને કેવી રીતે સાચવશો?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.