શ્રદ્ધાનો હત્યારો સિરિયલ કિલર તો નથી ને?:હિંસક ફિલ્મો જોવાથી બાળક થઈ શકે છે સિરિયલ કિલર, ફક્ત મજા લેવા માટે કરે છે હત્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં પોલીસ હવે એ એન્ગલથી પણ તપાસ કરી રહી છે કે શું આફતાબ અન્ય યુવતીઓને પણ પોતાની જાળમાં ફસાવીને તેમની હત્યા કરી નાખનાર સિરિયલ કિલર તો નથી ને? કારણ કે આ હત્યાની પેટર્ન કંઈક અંશે સિરિયલ કિલિંગ જેવી લાગે છે.

યાદ રાખો, એ સમાચાર જ્યારે એક દુષ્ટ સિરિયલ કિલર હત્યા કર્યા બાદ તિહાર જેલની સામે પીડિતાનું માથું છોડી દેતો હતો અથવા રમન રાઘવ જે રાત્રે ફૂટપાથ પર સૂતા લોકોને શિકાર બનાવતો હતો અને બળાત્કાર ગુજારતો હતો. વળી, વિશ્વના સૌથી નાની ઉંમરના સિરિયલ કિલર અમરજિત, જે ભારતના બિહારનો હતો, તે 8 વર્ષની ઉંમરમાં 3 હત્યા કરી ચૂક્યો હતો.

જો તમે હત્યારાઓની વાત કરી રહ્યા છો તો NCRBના ડેટા પર પણ નજર નાખીએ, દેશનાં કયાં રાજ્યોમાં સૌથી વધુ હત્યાના કેસ નોંધાઈ રહ્યા છે:

હવે આપણે અમેરિકા જઈએ, જ્યાં વિશ્વમાં સૌથી વધુ સિરિયલ મર્ડર થાય છે

અમેરિકાનું એક રાજ્ય જ્યોર્જિયા છે, જેની રાજધાની એટલાન્ટા છે. વર્ષ 1979માં અચાનક જ છોકરીઓની હત્યાઓનો સિલસિલો શરૂ થયો હતો. છોકરીઓ રસ્તામાં અદૃશ્ય થઈ જતી અને બાદમાં તેનો મૃતદેહ કપડાં વગર મળી આવતો હતો. પોલીસને ન તો ખૂની મળતો કે ન કોઈ પ્રૂફ. આ સિલસિલો વર્ષ 1981 સુધી ચાલુ રહ્યો હતો, જ્યારે ગુપ્તચર એજન્સીઓએ હત્યારાને પકડ્યો હતો. એ પછી દિલધડક વાસ્તવિકતા દુનિયાની સામે આવી હતી. ન્યૂયોર્ક ટાઇમ્સે આ હત્યાઓ પર એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે જે 3 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો અને તેને ‘સિરિયલ કિલિંગ્સ’ નામ આપ્યું હતું.

ત્યાર બાદ પીટર નામના સિરિયલ કિલર દ્વારા આ હત્યાઓ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. કહેવાય છે કે તેણે 22 બાળકો સહિત લગભગ 30 લોકોની હત્યા કરી હતી. આ પછી આવી સિરિયલ કિલિંગ માટે 'સિરિયલ કિલિંગ' અને 'સિરિયલ કિલર' જેવા જાણીતા શબ્દોનો ઉપયોગ થવા લાગ્યો.

સિરિયલ કિલિંગ એટલે શું?
મોટા ભાગના નિષ્ણાતોના મતે જ્યારે એક જ વ્યક્તિ અલગ-અલગ સમયે 3 કે તેથી વધુ લોકોને મારી નાખે છે ત્યારે એને ‘સિરિયલ કિલિંગ’ માનવામાં આવે છે. સામાન્ય રીતે ખૂનની પેટર્ન દર વખતે એકસરખી જ હોય છે, પરંતુ સ્થળ અને સમય પણ અલગ હોઈ શકે છે. કેટલાક નિષ્ણાતો ઓછામાં ઓછા 30 દિવસના સમયગાળા પછી બે લોકોની હત્યાને પણ ‘સિરિયલ કિલિંગ’ માને છે. આ ઘટનાઓના ગુનેગારને ‘સિરિયલ કિલર’ કહેવામાં આવે છે.

પરંતુ, શા માટે આ હત્યારાઓ નિરંતર હત્યાઓ કરે છે એના જવાબો માટે ગ્રાફિક જુઓ:

એક સિરિયલ કિલર, જે મૃત્યુ પહેલાં સેલિબ્રિટી બની હતી
24 નવેમ્બર, 1946ના રોજ બર્લિંગ્ટનમાં જન્મેલા ટેડ બન્ડીએ 1970નાં દાયકામાં ઘણી યુવતીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેમની હત્યા કરી હતી. 36 હત્યામાં તેનું નામ સીધું જ સામે આવ્યું હતું. ઘણા માને છે કે તેણે 100થી વધુ હત્યાઓ કરી હતી. વર્ષ 1989માં આ ખૂનખાર ગુનેગારને ઇલેક્ટ્રિક ચેર દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ પહેલાં કોર્ટમાં સુનાવણી દરમિયાન તેના ચાર્મ અને બુદ્ધિએ તેને સેલિબ્રિટી બનાવી દીધો હતો. તેમનાથી પ્રેરિત થઈને સિરિયલ કિલિંગ પર ઘણાં પુસ્તકો લખાયાં, ફિલ્મો પણ બની. આવા હત્યારાઓ ક્યારેક મડદા પર પણ બળાત્કાર કરે છે.

સિરિયલ કિલર્સ કેવા હોય છે?
સિરિયલ કિલર્સ સામાન્ય રીતે એકલા વ્યસની હોઈ શકે છે, જેઓ સંબંધોથી ડરતા હોય છે. તેઓ બીજાને નિયંત્રિત કરવા અથવા મારવા માગે છે, જેથી તેમને ફરીથી કોઈપણ પ્રકારના તિરસ્કારનો સામનો કરવો ન પડે. ઘણી વખત આ સિરિયલ કિલરો એવા ગુનાઓ પણ કરે છે, જેથી તેઓ લોકોનું અને મીડિયાનું ધ્યાન આકર્ષિત કરી શકે. તેઓ જાણે છે કે સામૂહિક હત્યાને કારણે દરેકનું ધ્યાન તેમના તરફ આકર્ષિત થશે અને એ તેમને ખૂન કરવા માટે પ્રેરિત કરે છે, પરંતુ દરેક સિરિયલ કિલર આવો જ હોય છે એ જરૂરી નથી. ઘણી વખત આવી હત્યાઓ કરનારાનું વ્યક્તિત્વ દુનિયા સામે સાવ અલગ હોય છે, જેથી કોઈ કલ્પના પણ ન કરી શકે કે તેમની સામે કોઈ ખૂની ઊભો છે.

દરેક સિરિયલ કિલર એકસરખા હોતા નથી, દરેકનાં અલગ-અલગ હેતુઓ અને પદ્ધતિઓ હોય છે, જેના આધારે આ હત્યારાઓને અલગ-અલગ નામ આપવામાં આવ્યાં છે.

દર 5 સિરિયલ કિલરમાંથી એક કિલર મહિલા
જાણકારોના મતે મહિલા સિરિયલ કિલરને પકડવી વધુ મુશ્કેલ છે. પુરુષોની તુલનામાં તેઓ હત્યા કરવામાં વધુ કુશળ હોય છે, તે કોઈપણ પ્રૂફ છોડ્યા વિના મૌન રહીને ગુનાઓ કરવાનું ચાલુ રાખે છે. પુરુષો કરતાં તેમનું વર્તન ઓછું ઉદાસીન હોય છે. તેઓ પીડિતને વધારે ત્રાસ આપતી નથી કે તેમનું શારીરિક શોષણ કરતી નથી, પરંતુ પુરુષોની જેમ તેઓ પણ તેમના શિકાર પર નિયંત્રણ મેળવવા માગે છે. Munchausen Syndromeનાં પીડિતો પણ મળી આવ્યા છે, જેમણે નર્સો તરીકે તેમનાં બાળકો અથવા તેમના દર્દીઓના જીવ લીધા હતા. આંકડા દર્શાવે છે કે દર 100 સિરિયલ કિલરમાં 20 મહિલા એટલે કે દર પાંચમાંથી એક મહિલા છે. સિરિયલ કિલર્સનું વ્યક્તિત્વ સામાન્ય માણસો કરતાં કંઈક અલગ હોય છે, જેને સાઈકોલોજિસ્ટ જાણી શકે છે.

સાઈકિયાટ્રિસ્ટે જણાવી ઘટના પહેલાં હત્યારાને ઓળખવાની રીત

સાઈકિયાટ્રિસ્ટ જે. એમ. મેકડોનાલ્ડે 1963માં ‘અમેરિકન જર્નલ સાઇકિયાટ્રી’માં એક લેખ લખ્યો- ‘ધ થ્રેટ ટુ કિલ’, જેમાં તેમણે એ ફોર્મ્યુલા જણાવી, જેના આધારે કોઈ વ્યક્તિનું હિંસક ગતિવિધિઓમાં સામેલ થવું કે હિંસા કરે એ અંગે પહેલાંથી જ ભવિષ્યવાણી કરી શકાય છે. એમાં તેમણે હિંસક પ્રવૃત્તિની લિંક બાળપણના વર્તન સાથે જોડાયેલી હોય છે એવું જણાવ્યું છે. તેમની આ ‘ફોર્મ્યુલાને મેકડોનાલ્ડ ટ્રાયડ’ના નામે ઓળખવામાં આવે છે.

ગુનેગારોને પકડવા માટે અમેરિકાની ગુપ્ત એજન્સી FBIએ પણ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો. FBI એજન્ટ્સે આ અંગે પુસ્તક લખીને નેટફ્લિક્સની ‘માઇન્ડહંટર’ ક્રાઇમ સિરીઝ પછી મેકડોનાલ્ડ ટ્રાયડ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ.

મેકડોનાલ્ડે એવાં 3 લક્ષણ જણાવ્યા, જે કોઈના સિરિયલ કિલર બનવા કે આવી જ અન્ય હિંસક ઘટનાઓમાં સામેલ થવાના સંકેત આપે છે.

1- પાલતું પશુઓ પ્રત્યે ક્રૂરતા
મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે જો કોઈ બાળકને વડીલો પાસેથી તિરસ્કાર અને અપમાન મળતું હોય અને તે એનો વિરોધ કરી શકે નહીં તો તે તેનો બદલો પશુઓ સાથે લે છે અને એના ઉપર અત્યાચાર કરે છે.

2- આગ લગાવવાની પ્રવૃત્તિ
વડીલો પાસેથી મળેલા અપમાનને સહન કરનારાં બાળકો પોતાને લાચાર અનુભવ કરવા લાગે છે અને એનાથી બચી શકતાં નથી. આવાં બાળકો પોતાનો ગુસ્સો અને નફરત વસ્તુઓને આગ લગાડીને કાઢે છે.

3. રાતે ઊંઘમાં બાથરૂમ કરવાની આદત
5 વર્ષની ઉંમર પછી પણ જો બાળકો ઊંઘમાં બાથરૂમ કરતા રહે છે, તો તે પોતાને અપમાનિતનો અનુભવ કરે છે, જેથી તેમનામાં વસ્તુઓને બાળવા અને પશુઓ ઉપર અત્યાચાર કરવાની પ્રવૃત્તિ પેદા થઈ શકે છે.

મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે જો આ ત્રણેય વસ્તુ કોઈ વ્યક્તિમાં મોટા થાય ત્યાં સુધી રહે છે, તો તેમના હિંસક થવાના ચાન્સ વધી જાય છે. થોડાં રિસર્ચમાં મેકડોનાલ્ડની આ થિયરી યોગ્ય જણાય છે.

શું કોઈના સિરિયલ કિલર બનવાની ભવિષ્યવાણી શક્ય છે
જોકે આ જરૂરી નથી કે જો કોઈ એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર (ASPD)નો શિકાર હોય તો તે અન્યને નુકસાન પહોંચાડશે, પરંતુ ASPD સહિત થોડા એવા ડિસઓર્ડરનાં લક્ષણ જો કોઈમાં બાળપણથી જ હોય તો એના આધારે મોટા થાય ત્યારે તેમના વર્તન અંગે ભવિષ્યવાણી કરી શકાય છે. આ રહ્યાં એ લક્ષણો...

અન્ય લોકોના અધિકાર અંગે થોડો પણ ખ્યાલ રાખવો નહીં

યોગ્ય અને અયોગ્યની વચ્ચે અંતર જાણવું નહીં

કોઈ ભૂલ થાય તો પસ્તાવો થવો નહીં

સતત ખોટું બોલવાની આદત

પોતાના ફાયદા માટે અન્ય લોકોને નુકસાન પહોંચાડવું, તેમને મેનિપ્યુલેટ કરવા

કોઈપણ પસ્તાવા વિના કાયદાઓનો ભંગ કરવો

સેફ્ટી માટે જરૂરી નિયમોનું ખ્યાલ રાખવો નહીં

પોતાનાં જ વખાણ કરવા

આલોચના થાય ત્યારે નિરાશ અને ખૂબ જ સેન્સિટિવ થઈ જવું

PTSDનો શિકાર હોય છે સિરિયલ કિલર
ઈટાલીના ફોરેન્સિક સાઇકિયાટ્રિસ્ટ

ડો. એમ. એ. ફેબ્રિસે પોતાના રિસર્ચમાં જણાવ્યું છે કે સિરિયલ કિલર્સમાં પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનાં લક્ષણ પણ જોવા મળે છે. 42 ટકા સિરિયલ કિલર સંપૂર્ણ રીતે PTSDના શિકાર મળી આવે છે, જ્યારે 13 ટકા હત્યારાઓમાં PTSDનાં આંશિક લક્ષણ મળ્યાં.

હિંસક વર્તન ધરાવતા જે લોકોએ કોઈ હત્યા કરી નથી, તેમની સરખામણીમાં હત્યા કરી ચૂકેલા અપરાધીઓમાં PTSDની ફ્રિકવન્સી વધુ મળી છે.

આ જ પ્રકારે સગીર સિરિયલ કિલરની સરખામણીમાં યુવાન થઈ ગયેલા હત્યારાઓમાં પણ PTSDનો ખતરો વધુ જોવા મળ્યો.

બાળપણના ટ્રોમાની અસર મોટા થઈએ ત્યારે વધવા લાગે છે
બાળપણના કોઈ મોટા ટ્રોમાની અસર અનેકવાર તેમની એડલ્ટ લાઇફ પર વધારે પડે છે. ચાઇલ્ડ એબ્યૂઝ અને ક્રિમિનલ બિહેવિયર પર થયેલાં રિસર્ચથી પણ આ વાતની પુષ્ટિ થાય છે કે બાળપણના ટ્રોમાની અસર વ્યક્તિની પર્સનાલિટી, તેમની પસંદ-નાપસંદ સહિત જીવનના દરેક સ્તરે જોવા મળે છે, પરંતુ,ચાઇલ્ડ એબ્યૂઝનો શિકાર બનેલું દરેક બાળક સિરિયલ કિલર બનતું નથી કે પછી દરેક સિરિયલ કિલર બાળપણમાં ચાઇલ્ડ એબ્યૂઝનો શિકાર હોતો નથી છતાંય આ બંને વચ્ચેની લિંકને અવગણી શકાય નહીં.

એક્સપર્ટ્સના રિસર્ચ પ્રમાણે મોટા ભાગના સિરિયલ કિલર્સ બાળપણમાં કોઈ ને કોઈ પ્રકારના એબ્યૂઝનો ભોગ બને છે.

બાળપણમાં થયેલા શોષણે ખૂનખાર અપરાધી બનાવી દીધો
ટ્રોમા જીવનને દરેક પ્રકારે પ્રભાવિત કરે છે, જેનો અંદાજો અમેરિકાના 2 સિરિયલ કિલર સાથે જોડી શકાય છે. ‘ધ નાઇટ સ્ટોક’ના નામથી પ્રસિદ્ધ હત્યારા રિચર્ડે સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસમાં 13 હત્યા કરી હતી. રિચર્ડનું બાળપણ ખૂબ જ ખરાબ હતું, તેના પિતા તેને ખૂબ જ માર મારતા હતા.

આ પ્રકારે 2 અન્ય સિરિયલ કિલર ઓટીસ ટૂલ અને હેનરી લી લુકાસે મળીને 100થી વધારે હત્યાઓ કરી હતી. આ બંને ફિઝિકલ અને સાઇકોલોજિકલ એબ્યૂઝનો શિકાર બન્યા હતા, બંનેને છોકરીઓનાં કપડાં પહેરાવીને પીટવામાં આવતા હતા.

અન્ય ફેક્ટર છે, જેના લીધે વ્યક્તિ હત્યારો બની શકે છે
બ્રિટિશ સાઇકોલોજિસ્ટ અને ન્યૂરોક્રિમિનોલોજિસ્ટ ડો. એન્ડ્રિયન રાયને જણાવ્યું હતું કે કોઈને હત્યારા બનવા પાછળ બાયોલોજિકલ અને સોશિયલ બંને ફેક્ટર કામ કરે છે. તેમણે 100થી વધારે જોડિયાં બાળકો પર રિસર્ચ કરીને જાણ્યું કે એન્ટીસોશિયલ બિહેવિયરનું લગભગ 50 ટકા કારણ જિનેટિક છે. પોતાના પુસ્તક ધ અનાટમી ઓફ વાયોલેન્સમાં ડો. રાયન લખે છે કે વાયોલેન્સ બિહેવિયરને પ્રોત્સાહન આપવા માટે જિનેટિક્સ અને એન્વાયર્નમેન્ટ બંને એકસાથે કામ કરે છે. ઉદાહરણ તરીકે ચાઇલ્ડ એબ્યૂઝના શિકાર વ્યક્તિમાં એક ખાસ એન્જાઇમ મોનોમાઇન-ઓક્સિડેસ-એ હિંસક વ્યવહારને વધારી શકે છે.

શું જીનને કારણે સિરિયલ કિલર બની શકાય છે?
ક્રિમિનોલોજીથી લઈને ફિલોસોફી અને કાનૂન સામે આ સવાલ હંમેશાં રહ્યો છે કે કોઈ વ્યક્તિ પોતાના જીનના કારણે અથવા તેનો ઉછેર જે વાતાવરણમાં થયો છે એને લીધે સિરિયલ કિલર બને છે.

કેનેડાના પ્રખ્યાત રાઇટર પીટર વ્રોન્સકીએ સિરિયલ કિલિંગ પર અનેક પુસ્તકો લખ્યા છે. એમાંથી એક પુસ્તરનું નામ સન્સ ઓફ ચેનઃ એ હિસ્ટ્રી ઓફ સિરિયલ કિલિંગ ફ્રોમ સ્ટોન એજ ટુ પ્રેજન્ટ.

પુસ્તકો જણાવે છે કે મોટા ભાગના સિરિયલ કિલર બાળપણમાં કોઈ પ્રકારના ટ્રોમાથી પસાર થાય છે. બાળપણમાં તેમણે ફિઝિકલ અથવા સેક્સ્યૂઅલ એબ્યૂઝનો ભોગ બનવું પડે છે, પેરેન્ટ્સથી દૂર રહેવાના કારણે ઇમોશનલ સપોર્ટ અને માતાનો પ્રેમ મળી શકતો નથી. પરિવારમાં ઝઘડા અને તણાવનું વાતાવરણ બાળકને ટ્રોમાના શિકાર બનાવી શકે છે અને તેઓ આખું જીવન તેમાંથી બહાર આવી શકતા નથી.

તેઓ પોતાની ભાવનાઓને દબાવી દે છે, જેને કારણે તેમના માટે અન્ય લોકોની ફિલિંગ્સને સમજવું, તેમની તકલીફને અનુભવ કરવો મુશ્કેલ બને છે. વૈજ્ઞાનિકો જાણે છે કે આવા લોકો અન્યની ભાવનાઓની કદર કરતા નથી અને તેમના દિમાગનો એ ભાગ ડેમેજ થઈ જાય છે, જે ભાવનાત્મક આવેશ સમજે છે અને કંટ્રોલ કરે છે.

માનવશરીરમાં બે જનીનોથી ખબર પડે છે કે સિરિયલ કિલર છે કે નહિ

સંશોધન પરથી ખબર પડી હતી કે અમુક જનીનોથી જ લોકો હિંસક બને છે. મોનોએમાઇન-ઓક્સિડેઝ-એ (MAOA) જનીનને વોરિયર જનીન અને CDH13 નામના જનીનને સિરિયલ કિલર જનીન કહેવામાં આવે છે. ઘણાં સંશોધનોમાંથી જાણવા મળ્યું છે કે વ્યક્તિમાં આક્રમકતા MAOA અને CDH13 જનીનને કારણે જ જોવા મળે છે. ફિનલેન્ડમાં ગુનેગારો પર 2014માં કરવામાં આવેલા એક સંશોધન પરથી જાણવા મળ્યું હતું કે આ બંને જનીનો વ્યક્તિના હિંસક વર્તન સાથે સીધો સંબંધ ધરાવે છે.

જિનેટિક્સ, સામાજિક વાતાવરણ અને ગુનાહિત વર્તણૂક આ ત્રણેયને એકબીજા સાથે સંબંધ છે, પરંતુ તેમની અસર દરેક ગુનેગાર પર વધુ કે ઓછી જોવા મળે છે.

એફબીઆઈના પ્રોફાઈલર જિમ ક્લેમેન્ટ જણાવે છે, 'જિનેટિક્સ બંદૂક લોડ કરે છે, વ્યક્તિત્વ અને મનોવિજ્ઞાન નિશાન નક્કી કરે છે અને ગુનેગારનો અનુભવ ટ્રિગર દબાવે છે.'

ખાલી અમેરિકામાં જ 3 હજાર સિરિયલ કિલર
1900થી લઇને આ લખાય છે ત્યાં સુધીમાં અમેરિકામાં સિરિયલ કિલરો દ્વારા 10 હજારથી વધુ હત્યા કરવામાં આવી છે. આ 120 વર્ષમાં અમેરિકામાં 3 હજાર સિરિયલ કિલરની પણ ઓળખ કરવામાં આવી છે. તો છેલ્લાં 40 વર્ષમાં થયેલી 2. 20 લાખથી વધુ હત્યામાં પોલીસને કોઈ માહિતી મળી નથી. આ હત્યાઓ પાછળ સિરિયલ કિલર પણ જવાબદાર હોવાની વાત નકારી શકાતી નથી.

આ વાત તો અમેરિકાની જ થઈ રહી છે તો એ પણ જાણીએ કે આ ગુનાઓને અંજામ આપવા પાછળ કયાં કારણો જવાબદાર હોી શકે છે અને કયાં-કયાં હથિયારનો ઉપયોગ કરવામાં આવે છે.

ફ્રાંસની આઝાદીની લડાઈ લડનાર સેનાપતિ દુનિયાનો પહેલો સિરિયલ કિલર
ઇંગ્લેન્ડ અને ફ્રાંસ વચ્ચે 14મી અને 15મી સદીમાં થયેલા યુદ્ધ દરમિયાન સેના વતી લડનારા ગિલ્સ ડી રાઈસે સેનાપતિ તરીકે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તો બીજી તરફ ફ્રાંસના મહાન સંત 'જોન ઓફ આર્ક'ની સેનામાં પણ સામેલ હતા. 1432માં તેમણે મેલીવિદ્યા દ્વારા શેતાન પાસેથી શક્તિ અને સંપત્તિ મેળવવા માટે બાળકોનો બલિ આપવાનું શરૂ કર્યું હતું. કહેવામાં આવે છે કે આ ઝનૂનને કારણે જ તેમણે લગભગ 150 બાળકોની હત્યા કરી હતી. બાદમાં જ્યારે મામલો બહાર આવ્યો ત્યારે તેને મોતની સજા ફટકારવામાં આવી હતી. તેથી સતાવાર રીતે તેમને દુનિયાનો પ્રથમ સિરિયલ કિલર માનવામાં આવે છે.

માતા-પિતાના જનીનથી બાળક ડિસઓર્ડરનો શિકાર બની શકે છે
મનોચિકિત્સક ડો. રાજીવ મહેતાએ જણાવ્યું હતું કે એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડિત લોકો સમય જતાં ગુનેગાર બની જાય છે.

કિલિંગ જેવી ઘટનાઓને અંજામ આપતાં પણ અચકાતા નથી.
ડો. મહેતાએ જણાવ્યું હતું કે બાળકોમાં પર્સનાલિટી બાળપણથી જ જોવા મળે છે, ત્યારે પર્સનાલિટી ડિસઓર્ડરની શરૂઆત પણ નાનપણથી જ જોવા મળે છે. તો આ બીમારી પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક જનીન પણ હોઈ શકે છે. માતા-પિતાનો ગુનાહિત અથવા હિંસાનો ઇતિહાસ, ડ્રગ્સ અને આલ્કોહોલનો વધુપડતો ઉપયોગ, વ્યભિચારનો ઇતિહાસ બાળકને પર્સનાલિટી ડિસઓર્ડરનો શિકાર બનાવી શકે છે.

વધુપડતાં બાળકો મોબાઇલ અને ટીવીથી હિંસા કરવાનું શીખે છે
તો આજકાલ બાળકો ઘરની બહાર નથી નીકળતાં અને બીજા બાળકોને પણ નથી મળતાં, જેને કારણે પણ હિંસક થઇ જાય છે. તો બાળકો ઘરે રહીને ગેમ્સ રમે છે, હિંસક ફિલ્મો અને સિરિયલ જુએ છે. જેમાંથી શીખે છે કે ક્રાઇમ અને હિંસાથી કેવી રીતે પાવર મેળવી શકાય છે અને આ પાવરમાંથી એ પણ શીખે છે કે કાયદાથી કેવી રીતે બચી શકાય છે.

બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો તરત જ ડોકટરની સલાહ લો
ડોકટર રાજીવ મહેતાએ જણાવ્યું હતું કે આવી સમસ્યાઓ બાળકોમાં શરૂઆતમાં જ દેખાવા લાગે છે, જેને ADHD એટલે કે અટેન્શન-ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર અને કંડક્ટ ડિસઓર્ડર કહેવામાં આવે છે. એનો ભોગ બનતાં જ બાળકો ખૂબ જ ચંચળ થઇ જાય છે. આ બાળકો અન્યને ચીઢવવામાં, પ્રાણીઓને ચીઢવવામાં, વસ્તુઓ તોડવામાં આનંદ માણે છે .તેઓ બળજબરીથી જાતીય પ્રવૃત્તિઓમાં અને શાળાએ ન જવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે.

જો બાળક વધુ જીદ કરતું હોય, મારપીટ કરતું હોય અથવા નશીલા પદાર્થ લે છે, તો માતા-પિતાને લાગે છે કે બાળક તોફાની છે, સમય જતાં બરાબર થઇ જશે તો એ તમે ખોટું વિચારી રહ્યા છો. બાળકને તે જ સમયે તેને મનોચિકિત્સક પાસે લઈ જવું જરૂરી છે. તેનું કાઉન્સેલિંગ અને દવાઓ જરૂરી છે. સારવારમાં દવાઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તેથી ઘણી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. બાદમાં જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે લોકો મનોચિકિત્સકનો સંપર્ક કરતા નથી અને સીધો કાયદાના હાથમાં જાય છે, પછી ત્યાંથી જેલમાં જાય છે.આવી સ્થિતિમાં તેને પર્સનાલિટી ડિસઓર્ડર છે એ સમજાતું નથી.