તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Warm Blooded Creatures Are Evolving To Have Larger Beaks, Legs And Ears To Better Regulate Their Body Temperatures As Earth Gets Hotter, Study Finds

ધગધગતી ધરાએ પશુ-પક્ષીનું જીવન બદલ્યું:ક્લાઇમેટ ચેન્જને લીધે પશુ-પક્ષીઓના અંગનો આકાર બદલાયો, આ કારણે મજબૂર થઈ પોતાની જાત બદલવી પડી

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
1871થી અત્યાર સુધી ઓસ્ટ્રેલિયન પોપટની ચાંચના આકારમાં 10%નો વધારો થયો - Divya Bhaskar
1871થી અત્યાર સુધી ઓસ્ટ્રેલિયન પોપટની ચાંચના આકારમાં 10%નો વધારો થયો
  • ક્લાઇમેટ ચેન્જને લીધે પશુ-પક્ષીના શરીરના કોઈ એક અંગમાં 10%નો વધારો થઈ રહ્યો છે

ક્લાઇમેન્ટ ચેન્જને લીધે ધરતીનું તાપમાન વધી રહ્યું છે. તેની અસર પર્યાવરણ અને માણસો સાથે પશુ-પક્ષીઓ પર પણ પડી રહી છે. વધતાં જતાં તાપમાનની અસર રોકવા માટે પશુ અને પક્ષી તેમનામાં કેટલાક ફેરફારો લાવી રહ્યા છે. ચકલીઓમાં તેમની ચાંચ મોટી થઈ રહી છે તો સ્તનધારીઓના કાન મોટા થઈ રહ્યા છે. આ અંગોની મદદથી તેઓ વધારાની ગરમી રોકી શકવામાં સફળ થઈ શકે છે.

પશુઓનો આકાર 10% વધ્યો
ક્લાઇમેન્ટ ચેન્જની વિવિધ જીવો પર થતી અસર પર રિસર્ચ કરનાર ઓસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટીનું કહેવું છે કે, અત્યાર સુધીના રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે કે ક્લાઇમેન્ટ ચેન્જને લીધે પશુઓનો આકાર બદલી રહ્યો છે. તેમનાં શરીરના કોઈ એક અંગમાં 10%નો વધારો થઈ રહ્યો છે.

સંશોધક સારા રાયડિંગ જણાવે છે કે ઘણા સમયથી ચર્ચા કરવામાં આવી રહી છે કે માણસ ક્લાઇમેટ ચેન્જથી કેવી રીતે બચશે, શું કોઈ ટેક્નોલોજી તેનું સમાધાન કરી શકે છે? તેની અસર પશુઓમાં પણ જોવા મળી રહી છે. કેટલાક પશુઓ અને પક્ષીઓ આ અસરથી પોતાને અળગા રાખવા માટે પોતાની જાતમાં ફેરફાર કરી રહ્યા છે.

સારા જણાવે છે કે અમારી ટીમે અનેક રિસર્ચનું એનાલિસિસ કર્યું. તેમાં સામે આવ્યું કે ઓસ્ટ્રેલિયન પોપટથી લઈને ચાઈનીઝ ચામાચીડિયાં અને ડુક્કરથી લઈને સસલાં સુધીના પશુઓમાં તેના પ્રમાણ મળ્યા છે કે ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે પોતાનાં શરીરમાં ફેરફાર કરી રહ્યા છે. સૌથી વધુ ફેરફાર ચકલીઓમાં જોવા મળ્યો છે. 1871થી અત્યાર સુધી ઓસ્ટ્રેલિયન પોપટની ચાંચના આકારમાં 10%નો વધારો થયો છે.

1978થી લઈને 1016 સુધી સંગ્રહ કરવામાં આવેલી પ્રવાસી ચકલીઓના વિશ્લેષણમાં જોવાં મળ્યું કે, તેમનાં શરીરનો આકાર નાનો થયો અને પાંખો મોટી થઈ
1978થી લઈને 1016 સુધી સંગ્રહ કરવામાં આવેલી પ્રવાસી ચકલીઓના વિશ્લેષણમાં જોવાં મળ્યું કે, તેમનાં શરીરનો આકાર નાનો થયો અને પાંખો મોટી થઈ

ચકલીની પાંખો મોટી થઈ અને શરીરનો આકાર ઘટ્યો
અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે, જળવાયુ પરિવર્તનને કારણે પક્ષીઓનું શરીર સંકોચાઈ રહ્યું અને પાંખ વધી રહી છે. નોર્થ અમેરિકાની 52 પ્રજાતિઓની 70,716 પ્રવાસી ચકલીઓ પર થયેલાં રિસર્ચમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. છેલ્લાં 40 વર્ષોથી સંગ્રહ કરેલી રાખેલી ચકલીઓનું એનાલિસિસ કરવામાં આવ્યું.

સંશોધકોનું કહેવું છે કે, 1978થી લઈ 2016 સુધી સંગ્રહ કરવામાં આવેલી ચકલીની પ્રજાતિની લંબાઈ માપવામાં આવી. તેમની લંબાઈનું મોટું માનક તેમના પગના હાડકાં હોય છે. રિસર્ચમાં જોવા મળ્યું કે ચકલીના પગની લંબાઈ 2.4% સુધી ઘટી છે અને પાંખોની લંબાઈ 1.3% સુધી વધી છે. રિસર્ચ પ્રમાણે, તાપમાન વધવાથી શરીરનો આકાર સંકોચાઈ રહ્યો છે અને તેમની પાંખોનો આકાર વધી રહ્યો છે.

માણસો પર અસર: માણસની લંબાઈ અને મગજ સંકોચાઈ શકે છે
કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્રિયા મેનિકા કહે છે કે, અમારું રિસર્ચ ઈશારો કરે છે કે લાખો વર્ષોથી તાપમાન જ શરીરનો આકાર બદલવામાં મોટું પરિબળ રહ્યું છે. જે રીતે આજે ઠંડી જગ્યાએ માણસનું શરીર વધે છે અને ગરમ તાપમાનમાં રહેનારા લોકોનું કદ નાનું હોય છે તે જ રીતે ક્લાઈમેટ ચેન્જે હંમેશાં શરીર પર અસર કરી છે.

  • રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ દુનિયાભરના માણસોના 300થી વધારે જીવાશ્મનું અવલોકન કર્યું. તેમનાં શરીર અને મગજનાં આકારની તપાસ કરી. તપાસમાં સામે આવ્યું કે માણસના જીવાશ્મએ ક્લાઈમેટ ચેન્જને કારણે ઘણું ભોગવવું પડ્યું છે.
  • આફ્રિકામાં માણસોની પ્રજાતિ હોમોની ઉત્પત્તિ 3 લાખ વર્ષ પહેલાં થઈ હતી, પરંતુ આ તેના કરતાં પણ વધારે જૂનાં છે. તેમાં નિયંડરથલ્સ, હોમો ઈરેક્ટર, હોમો હેબિલિસ જેવી માણસોની અન્ય પ્રજાતિ સામેલ થઈ.
  • માણસોના વિકાસ પર ધ્યાન રાખીએ તો તેમનાં શરીર અને મસ્તિષ્કનો આકાર વધતો રહ્યો છે. વર્તમાન માણસની સરખામણીએ હોમો હેબિલિસ 50 ગણા વધારે ભારે હતા અને તેમનું મગજ 3ગણું વધારે મોટું હતું.

માછલીઓ પર પણ અસર: શાર્ક અને રૅ માછલીની સંખ્યા ઘટી
દુનિયામાં રહેલી 40% સુધી શાર્ક અને રૅ માછલીઓ વુલુપ્તિના આરે છે. તેનું કારણે ક્લાઈમેટ ચેન્જ અને જરૂરિયાત કરતાં વધારે માછલીઓનો શિકાર છે. માછલીઓ પર 8 વર્ષ સુધી થયેલાં રિસર્ચમાં સામે આવ્યું કે, 2014માં તેમના વિલુપ્તિનું જોખમ 24% હતું જે હવે બમણું થયું છે.

આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ તેમનાં રિપોર્ટમાં શાર્ક અને માછલીઓની સંખ્યા ઘટવાનું કારણ ક્લાઇમેટ ચેન્જ ગણાવ્યું છે
આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ તેમનાં રિપોર્ટમાં શાર્ક અને માછલીઓની સંખ્યા ઘટવાનું કારણ ક્લાઇમેટ ચેન્જ ગણાવ્યું છે

સંશોધકોનું કહેવું છે કે ક્લાઈમેટ ચેન્જ વિલુપ્તિના આરે રહેલી માછલીઓની સમસ્યા વધારી રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જને લીધે મનગમતા આવાસની ઊણપથી લઈને સમુદ્રનું તાપમાન પણ વધ્યું છે. આ દાવો આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ તેમનાં રિસર્ચમાં કર્યો છે.