તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડગ આત્મવિશ્વાસની જીત:દૃષ્ટિહીન પર્વતારોહકે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો, ઈતિહાસ રચનારા પ્રથમ એશિયને કહ્યું, ‘સ્ટ્રોંગ માઈન્ડ હશે તો બધું શક્ય છે’

4 મહિનો પહેલા
  • માઉન્ટ એવરેસ્ટ સર કરીને તે એશિયાનો પ્રથમ દૃષ્ટિહીન પર્વતારોહક અને દુનિયાનો ત્રીજા નંબરનો પર્વતારોહક બન્યો છે
  • ઝેંગ હોંગે 21 વર્ષની ઉંમરે બીમારીને લીધે દૃષ્ટિ ગુમાવી હતી

‘લહરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી’-આ લાઈન ચીનનાં ક્લાઈમ્બર ઝેંગ હોંગે સાર્થક કરી બતાવી છે. ઝેંગે દુનિયાની સૌથી હાઈએસ્ટ પીક સર કરી છે. માઉન્ટ એવરેસ્ટ સર કરીને તે એશિયાનો પ્રથમ દૃષ્ટિહીન પર્વતારોહક અને દુનિયાનો ત્રીજા નંબરનો પર્વતારોહક બન્યો છે.

‘લોકો કહેશે તમે આ નહીં કરી શકો’
24 મેના રોજ ઝેંગે 8,849 મીટર સુધી ચઢાણ કર્યું અને તે બેઝ કેમ્પ પર 27 મેના રોજ પરત ફર્યો. દૃષ્ટિહીન હોવા છતાં તેના લક્ષ્યમાં ક્યારેય કોઈ અડચણ ના આવી. ન્યૂઝ એજન્સી CNN સાથે વાતચીત કરતા ઝેંગે કહ્યું, તમે ડિસેબલ હોવ કે નોર્મલ, તમારી આંખ ના હોય કે તમારા હાથ-પગ ના હોય, જો તમારી પાસે સ્ટ્રોંગ માઈન્ડ હોય તો આ બધાથી કોઈ ફર્ક પડતો નથી. લોકો જે કહે કે આ તમારાથી નહીં થાય તે વસ્તુ ચોક્કસથી તમે પૂરી કરી શકશો. તમારો આત્મવિશ્વાસ હંમેશાં અડગ રહેવો જોઈએ.

દૃષ્ટિહીન પર્વતારોહકે ટ્રેનિંગ આપી
ઝેંગ હોંગે 21 વર્ષની ઉંમરે બીમારીને લીધે દૃષ્ટિ ગુમાવી હતી. અંધ હોવા છતાં પણ એક પર્વતારોહક બનવાથી તેને કોઈ રોકી ના શક્યું. ઝેંગને ટ્રેનિંગ દૃષ્ટિહીન એરિક વેમિયરે આપી હતી. તેમણે વર્ષ 2021માં માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કર્યું હતું.

ક્લાઈમ્બિંગનો અર્થ જ મુશ્કેલી અને જોખમ છે
માઉન્ટ એવરેસ્ટના અનુભવ વિશે તેણે કહ્યું, હું સતત વિચારતો હતો, મને ખબર હતી મારા રસ્તામાં અનેક મુશ્કેલીઓ આવવાની છે. ક્લાઈમ્બિંગમાં તકલીફો તો આવશે જ. ક્લાઈમ્બિંગનો અર્થ જ મુશ્કેલી અને જોખમ છે. ઝેંગ 30 માર્ચના રોજ નેપાળ પહોંચ્યો હતો અને 3 એપ્રિલથી માઉન્ટ એવરેસ્ટ માટે ચઢાણ શરુ કર્યું. નેપાળની સરકારે માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટે હાથ-પગ ગુમાવેલા પર્વતારોહક કે દૃષ્ટિહીન પર્વતારોહકને લીલી ઝંડી દેખાડી હતી. આ નિર્ણય પછી આત્મવિશ્વાસ સાથે ઝેંગ હોંગે પર્વતારોહણ શરુ કર્યું અને તેને સફળતા મળી.

આની પહેલાં દૃષ્ટિહીન પર્વતારોહક અમેરિકાનો એરિક વેમિયર અને ઓસ્ટ્રિયાનો એન્ડી હોલ્ઝે માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઈતિહાસ રચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...