સંગીતને ક્યારેય પણ ભૌગૌલિક સીમાઓનાં બંધન નડતાં નથી. લાખો માઈલ દૂર છતાં પણ આ અંતરને સેકન્ડોમાં પાર કરીને લાખો લોકોનાં હૃદય સુધી પહોંચી શકે છે અને તેમાં પણ જ્યારે વાયોલિનનાં તારથી સંગીતનાં સૂર છેડાય છે તેની તો વાત જ અલગ છે. સાંભળનારને બસ એમ જ થઈ જાય કે, બસ હવે અહીંથી ક્યાંય પણ જવું નથી અને તેને સાંભળ્યા જ રાખવું. વાયોલિનનું નામ પડે એટલે શાહરુખ ખાનની ‘મોહબ્બતે’ ફિલ્મ ચોક્કસ યાદ આવે.
‘હમકો હમી સે ચૂરા લો’ ગીતનું વાયોલિન વર્ઝન હજુ પણ કયાંક જો સાંભળવા મળી જાય તો લોકો પોતાની જાતને તેને સાંભળવાથી રોકી શકતા નથી અને એક અલગ જ દુનિયામાં ખોવાઈ જાય. ખેર! આજે આ વાયોલિન અને ગીતની ચર્ચા ફરીથી એટલા માટે થઈ છે કારણ કે, સોશિયલ મીડિયા પર ફરી એક બોલિવુડ સોન્ગનાં વાયલિન વર્ઝને લોકોને પાગલ કરી દીધા છે અને અમુક લોકો તો આ સાંભળીને રડી પણ પડ્યા. હા ફરક એટલો છે કે, વાયોલિન પર આ સોન્ગ કોઈ ફેમસ આર્ટીસ્ટે નહીં પણ એક સોશિયલ ઈન્ફ્લુએન્સરે પ્લે કરેલું છે.
સોશિયલ મીડિયાનાં આગમન સાથે જ કલાકારો માટે લોકો સુધી પહોંચવું એકદમ સરળ બની જાય છે. પ્રેક્ષકોનાં એક વિશાળ વર્ગ સામે કલાકારો બહુવિધ પ્લેટફોર્મ પર તેમની પ્રતિભાને પ્રદર્શિત કરી શકે છે અને તેમનો પ્રેમ મેળવી શકે છે.
સોશિયલ મીડિયા પર આવા જ એક કલાકારનો વીડિયો વાઈરલ થઇ રહ્યો છે, જેણે બોલીવૂડનાં એક લોકપ્રિય ગીતનું હોલિવૂડ વર્ઝન બનાવ્યું હતું. તેણે આ ગીતને સંપૂર્ણપણે વાયોલિન પર વગાડ્યું અને ઇન્ટરનેટ પર આ વીડિયો જોઈને લોકો એકદમ ભાવુક થઈ ગયા છે ને ફરી આ સોન્ગને વાયોલિન પર ફરી વગાડવાની કોમેન્ટ બોક્સમાં બૂમો પણ પાડી છે.
સંગીતકારે વાયોલિન પર 'O Saki Saki' ગીતને રીક્રિએટ કર્યું
જો તમે કોઈપણ સંગીતને અનુભવી રહ્યા હો તો તે એક સારું લેટ-આઉટ હોઈ શકે છે. વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં સંગીતકારે બોલીવૂડનાં જાણીતાં ગીત 'O Saki Saki'ને હોલિવૂડ મૂવી સાઉન્ડટ્રેક તરીકે રિક્રિએટ કર્યું હતું અને તેનાં પરિણામો ખરેખર અદ્દભૂત હતા અને ઇન્ટરનેટ પર લોકોએ આ વાયોલિન વર્ઝનને એટલું પસંદ કર્યું છે કે, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયું છે.
આ વાઈરલ વીડિયોને જોએલ સનીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે કે, જે ઓસ્ટ્રેલિયાનાં સિડનીનો એક સંગીતકાર છે. આ વીડિયો તેમના એક ચાહક દ્વારા કરવામાં આવેલી રિકવેસ્ટનું રિઝલ્ટ હતું. આ વીડિયોની શરૂઆત નેહા કક્કરનું 'O Saki Saki' વગાડતા થાય છે. તે પછી તે કલાકાર વાયોલિન સાથે આ ગીતમાં પોતાનો મેજિક ટચ ઉમેરવા આગળ વધે છે અને એક મંત્રમુગ્ધ કરનારો સાઉન્ડટ્રેક બનાવે છે. જો તમે મ્યુઝિક લવર છો, તો તમે પણ આ વીડિયોનાં પ્રેમમાં પડી શકો છો.
વીડિયો પોસ્ટ થયાનાં ગણતરીનાં સમયમાં વાઈરલ થયો
આ સુંદર વીડિયો પોસ્ટ થયાનાં થોડા સમય બાદ જ વાયરલ થઈ ગયો હતો. હાલમાં, આ વિડિઓને 985K થી વધુ વ્યૂઝ આપવામાં આવ્યા છે, જેમાં સંગીત અને સનીના ટેલેન્ટની પ્રશંસા કરતા લોકોની ઘણી કોમેન્ટ્સ અને લાઇક્સ છે. એક મહિલાએ કબૂલાત કરી હતી કે, ‘વીડિયો જોઈને તેને ગૂઝબમ્પ્સ મળી ગયા છે અને આ સેમ ટ્રેક પર ફુલ વર્ઝનની રિક્વેસ્ટ પણ કરી છે.’
બીજી એક મહિલાએ લખ્યું કે, ‘તે આ માટે લાંબા સમયથી રાહ જોઈ રહી હતી... મને આનંદ થયો કે તમે આ પરફોર્મ કર્યું...’
એક પેઈજ પર આ વીડિયો પર કમેન્ટ કરવામાં આવી છે અને લખ્યું છે કે, ‘આ બોલિવૂડનાં ઇમોશનલ મૂવી સીનનાં ક્લાઇમેક્સ BGM જેવું લાગે છે.’ બીજી એક સ્ત્રીએ ઉમેર્યું, ‘તમે મેજિક કરી રહ્યા છો.’ એક વ્યક્તિએ એવી પણ વિનંતી કરી હતી કે, ‘તમે તમારી આ બોલીવૂડ ટુ હોલિવૂડ સિરિઝ ચાલુ રાખો.’ તમે આ વિશે શું વિચારો છો? અમને કોમેન્ટ્સમાં કહો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.