ઘણી એવી ઘટનાઓ હોય છે, જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જાઓ. તમે સ્કૂલ-કોલેજમાં છોકરાઓને ઝઘડતા જોયા હશે, પરંતુ સ્કૂલની છોકરીઓ આવું કરી શકે છે એ માનવું અશક્ય છે. હકીકતમાં દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં આવી જ એક ઘટના બની છે. રાજ્યની રાજધાની બેંગલુરુની એક જાણીતી શાળાની વિદ્યાર્થિનીઓ વચ્ચે લાત-મુક્કા અને લાફાની મારામારી થઈ.
ભીડભાડવાળા રસ્તા પર આ છોકરીઓ મારામારી કરી રહી હતી. આ દરમિયાન સ્કૂલના યુનિફોર્મમાં ઝઘડો કરતી વિદ્યાર્થિનીઓનો વીડિયો આસપાસ હાજર લોકોએ તેમના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો. સોશિયલ મીડિયા પર હવે આ મારપીટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ વીડિયોમાં છોકરીઓને એકબીજાને થપ્પડ મારતી અને એકબીજાના વાળ ખેંચતી જોઈ શકાય છે. એક છોકરી તો ડંડો લઈને લડાઈ કરતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, આ ઝઘડામાં સામેલ એક છોકરીને જમીન પર પટકી પટકીને મારવામાં આવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ લડાઈમાં અમુક છોકરીઓને ઈજા પણ થઈ છે. ઘણા લોકો છોકરીઓને અલગ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.