• Gujarati News
  • Lifestyle
  • Vimeo CEO Anjil Sood, A Few Years Ago, Converted The Company Into A Loss Of $ 1 Billion, Making A New Start To The Company's Business On The Nasdaq This Week.

મહિલા સશક્તિકરણનું ઉદાહરણ:વીમિયોની CEO અંજલિ સુદે ખોટમાં ચાલતી કંપનીને 1 અબજ ડોલર સુધી પહોંચાડી, મહેનતથી કંપનીની કાયાપલટ કરી

8 મહિનો પહેલા
  • યુટ્યુબ અને નેટફ્લિક્સ આવ્યા પછી વીમિયોની વીડિયો સર્વિસ પર મુશ્કેલી આવી ગઈ હતી
  • અંજલિએ 2011માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યું

વીમિયોની વીડિયો સર્વિસ જો તમે થોડા વર્ષો પહેલાં વાપરી હશે તો તમને તેમાં અમુક ખામીઓ દેખાઈ હશે. એ પછી યુટ્યુબ અને નેટફ્લિક્સનો ઉપયોગ વધવાને લીધે વીમિયોનું ટકવું મુશ્કેલ હતું, પરનું આ કંપની છેલ્લા અમુક વર્ષોમાં જે રીતે આગળ વધી છે તે સાચે વખાણલાયક છે. કંપનીનું પર્ફોમન્સ એક મહિલાએ બદલ્યું અને તેનું નામ અંજલિ સુદ છે. અંજલિ કંપનીની CEO છે. તેણે આ અઠવાડિયે નેસ્ડેકમાં એક નવા બિઝનેસની શરુઆત કરી અને આ વિશે ટ્વીટ કરીને જણાવ્યું.

અંજલિનો જન્મ અમેરિકાનાં મિશિગન રાજ્યમાં થયો હતો. તેણે પેન્સિલવેનિયામાં ફાઈનાન્સ અને મેનેજમેન્ટમાં Bsc કર્યું. અંજલિએ 2011માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યું. 2014માં વીમિયો જોઈન કર્યા પહેલાં તેણે સેજેન્ટ એડવાઈઝર, એમેઝોન અને ટાઈમ વોર્નરમાં કામ કર્યું. અંજલિએ પોતાની મહેનતે 1 અજબ ડોલરની કંપની ઊભી કરી.

અંજલિ તેના દીકરા સાવન સાથેના ફોટો પણ સોશિયલ મીડિયા પર મૂકતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...