તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Villages In India Where Holi Has Not Been Celebrated For 150 200 Years, Because You Too Will Be Amazed To Know

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહીં હોળીની ઉજવણી પર નિષેધ:ભારતના એવા ગામડાઓ જ્યાં 150-200 વર્ષથી હોળીની ઉજવણી કરવામાં નથી આવી, જાણો કયા કયા ગામ છે?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝારખંડના દુર્ગાપુરના લોકોનો દાવો છે કે જો કોઈએ હોળીનો રંગ ઉડાવ્યો તો તેનું મોત નિશ્ચિત છે
  • ઉત્તરાંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં લગભગ 150 વર્ષથી હોળીના તહેવારની ઉજવણી કરવામાં નથી આવતી

હોળી ભારતના મુખ્ય તહેવારો માંથી એક છે. રંગ, ગુલાલ, સ્નેહ અને ભક્તિના આ તહેવારને મનાવવાની પરંપરા દાયકાઓથી ચાલી આવી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં ઘણા ગામડા એવા પણ છે, જ્યાં ઘણા વર્ષોથી હોળી મનાવવાનો રિવાજ નથી. આજે અમે તમને ભારતના કેટલાક એવા ગામડાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં હોળી મનાવવામાં નથી આવતી

રૂદ્રપ્રયાગ (ઉત્તરાખંડ)
ઉત્તરાંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કુરંજા અને ક્વીલી નામના બે ગામ છે, જ્યાં લગભગ 150 વર્ષથી હોળીના તહેવારની ઉજવણી કરવામાં નથી આવતી. અહીંના સ્થાનિક રહેવાસીઓની માન્યતા છે કે વિસ્તારી મુખ્ય દેવી ત્રિપુર સુંદરીને અવાજ-ઘોંઘાટ પસંદ નથી. તેથી આ ગામમાં લોકો હોળીની ઉજવણી કરવાનું ટાળે છે.

ઉત્તરાખંડમાં રૂદ્રપ્રયાગ તે જગ્યાનું નામ છે, જ્યાં અલકનંદા અને મંદાકિની નંદીનો સંગમ થાય છે. ભક્તો અહીં કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા જરૂરથી આવે છે. એવી માન્યતા છે કે, ભસ્માસુર નામના રાક્ષસની નજરની બચવા માટે ભગવાન શિવએ અહીં એક ચમત્કારિક ગુફામાં પોતાને સંતાડ્યા હતા.

દુર્ગાપુર (ઝારખંડ)
ઝારખંડના દુર્ગાપુર ગામમાં બોકારોના કસમાર બ્લોક હોળીની ઉજવણી નથી કરતો. આ ગામમાં રહેતા લગભગ 1000 લોકોએ 100થી પણ વધારે વર્ષોથી હોળીનો તહેવાર નથી મનાવ્યો. લોકોનો દાવો છે કે જો કોઈએ હોળીનો રંગ ઉડાવ્યો તો તેનું મોત નિશ્ચિત છે.

ગામમાં રહેતા લોકોનું કહેવું છે કે, 100 વર્ષ પહેલા અહીં એક રાજાએ હોળી રમી હતી, જેની તેને ભારે કિંમત ચૂકવવી પડી હતી. રાજાના પુત્રનું મૃત્યુ હોળીના દિવસે થયું હતું. સંયોગથી રાજાનું મૃત્યુ પણ હોળીના દિવસે થયું હતું. મરતા પહેતા રાજાએ અહીંના લોકોને હોળી ન મનાવવાનો આદેશ આપ્યો હતો.

તમિલનાડુઃ તમિલનાડુમાં રહેતા લોકો પણ પરંપરાગત રીતે હોળીનો તહેવાર નથી મનાવતા, જેમ કે ઉત્તર ભારતમાં દર વર્ષે મનાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, હોળી પૂનમના દિવસે આવે છે અને તમિલિયનમાં આ દિવસ માસી માગમને સમર્પિત છે.

આ દિવસે તેમના પિતૃ પવિત્ર નદી અને તળાવમાં ડૂબકી લગાડવા માટે આકાશમાંથી પૃથ્વી પર આવે છે. તેથી આ દિવસે હોળી મનાવવામાં નથી આવતી.

રામસન ગામ (ગુજરાત)
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું રામસન નામના એક ગામમાં પણ છેલ્લા 200 વર્ષોથી હોળીનો તહેવાર નથી મનાવવામાં આવતો. આ ગામનું નામ પહેલા રામેશ્વર હતું. એવી માન્યતા છે કે ભગવાન રામ પોતાના જીવનકાળમાં એક વખત અહીં આવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક અહંકારી રાજાના દુરાચારના કારણે કેટલા સંતોએ ગામને તહેવાર પર બેરંગ રહેવાનો શ્રાપ આપ્યો હતો. ત્યારથી આ ગામમાં હોળી ન મનાવવાની પ્રથા ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો