બ્લેક કોબ્રા સાથે કરતબ કરતી યુવતી:કિંગ કોબ્રાને કિસ કરતી વ્યકિતનો વીડિયો વાઈરલ, જાસૂસીમાં થતો હતો વિષ કન્યાઓનો ઉપયોગ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્નેક વર્લ્ડનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ચોંકાવનારો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક છોકરી હાથમાં બ્લેક કોબ્રા સાથે જોવા મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધી 2030 લોકોએ લાઈક કર્યો છે. આ સાથે જ અનેક લોકોએ આ અંગે કમેન્ટ કરીને તેને જીવલેણ ગણાવ્યું હતું. જો કે, સોશિયલ મીડિયા પર આ પહેલો વીડિયો નથી, ભૂતકાળમાં પણ સાપ સાથેના સ્ટંટનાં ઘણાં વીડિયો વાઈરલ થયા છે.

આ સાથે જ પહેલાના સમયમાં છોકરીઓને ઝેર પીવડાવીને વિષકન્યા રુપે તૈયાર કરવામાં આવતી હતી. આ વિષકન્યાઓ સાપ જેટલી જ ઝેરીલી હોય છે. તેમનો ઉપયોગ જાસૂસી કરવા અથવા બદલો લેવા માટે કરવામાં આવતો હતો.

બ્લેક કોબ્રાને હાથમાં પકડીને પરાક્રમ બતાવી રહી છે યુવતી
આ વીડિયોમાં એક યુવતી હાથમાં મોટો બ્લેક કોબ્રા પકડીને આ કરતબ કરી રહી હતી. યુવતીએ તેને ગળાનાં ભાગથી કોઈ વસ્તુ વડે પકડ્યો હતો અને વારંવાર તેની ડોકને પકડીને તેની હુંકાર બતાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ યુવતીની આ કરતૂત જોયા બાદ લોકો તેના પર કોમેન્ટ કરી રહ્યા છે, એક વ્યક્તિએ કોમેન્ટ કરીને લખ્યું કે, આ હાથમાં મોત લઈને ઊભી છે. તો સાથે જ કેટલાક લોકોએ યુવતીની હિંમતનાં વખાણ કર્યા હતાં.

સાપને ચૂમતો યુવકનો વીડિયો વાઈરલ
થોડાં મહિના પહેલાં એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો હતો, જેમાં એક વ્યક્તિ કંઈક અનોખું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વ્યક્તિ ભીડની વચ્ચે કિંગ કોબ્રાની ડોક પર કિસ કરી રહ્યો છે. બ્રેન બાર્જિક નામનો આ માણસ વાઈલ્ડ લાઈફમાં એક્સપર્ટ છે, તે સાપ અને પ્રાણીઓ સાથે આવા અનેક કારનામા બતાવે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં બ્રેન સાપનાં માથા પર કિસ કરે છે. તે સાપને માથાનાં પાછળનાં ભાગથી ચુંબન કરે છે. આ વીડિયોમાં તે વ્યક્તિએ તેને કેપ્શન આપ્યું હતું કે ‘આ એવું કંઈક છે જે હું કોઈને કરવાનું કહીશ નહીં.’

જૂના જમાનામાં વિષ કન્યાઓ જાસૂસી કરતી હતી
જૂના જમાનામાં, રાજા-મહારાજાઓ પાસે વિષ કન્યાઓ હતી, જેનો ઉપયોગ તેમનાં સૌથી ખતરનાક દુશ્મનને મારવા અથવા કોઈ ભેદ પાડવા માટે કરવામાં આવતો હતો. તે 'માનવ શસ્ત્ર'ની જેમ જ કામ કરતું હતું. તેમને નૃત્ય, ગાયન, સાહિત્ય, સુશોભન અને લલચાવવાની કળામાં નિપુણ બનાવવામાં આવ્યા હતાં કે તે બીજા રાજા અને મહારાજા સાથે વાત કરી શકે અને તેમને લલચાવી શકે તેની કાળજી લેવામાં આવી હતી. વિષકન્યાનું આખું શરીર ઝેરી બની ગયું હતું, તેથી, તેમની સાથે કોઈપણ પ્રકારનો શારીરિક સંબંધ જીવલેણ સાબિત થયો હોત. તેમનો ઉપયોગ અન્ય રાજાઓ અથવા સેનાપતિઓને મારવા અથવા જરૂરી માહિતી કાઢવા માટે કરવામાં આવતો હતો.

કોને બનાવવામાં આવતી હતી વિષકન્યા?
એવી બાળકીઓ કે જે રાજાઓની નાજાયસ સંતાન હોઈ અથવા તો અનાથ કે ગરીબનાં સંતાનો હોઈ તેને વિષકન્યા બનાવવામાં આવતી હતી. તેમને મહેલમાં રાખવામાં આવે છે અને ખોરાક આપીને સાર-સંભાળ રાખવામાં આવી હતી. થોડાં દિવસ પછી તેમને ઝેરી બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ. નાની ઉંમરથી જ ઓછી માત્રામાં અલગ-અલગ પ્રકારનાં ઝેર આપવામાં આવતાં હતાં. આ ઝેર ખોરાકમાં ભળી ગયા પછી ધીમે-ધીમે ઝેરનું પ્રમાણ વધ્યું. આ સમય દરમિયાન મોટાભાગનાં બાળકો મૃત્યુ પામ્યા હતાં, જ્યારે કેટલાક અપંગ બન્યાં. જે બાળકો બચી ગયા હતાં તેમને તાલીમ આપવામાં આવી હતી.