• Gujarati News
  • Lifestyle
  • Video Of Groom Sleeping On Bride's Shoulder Goes Viral On Social Media, User Says If Brother Doesn't Wake Up, Someone Else Will Get Married

વાઈરલ:દુલ્હનના ખભા પર સૂઈ રહેલા વરરાજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ, યુઝરે કહ્યું- ભાઈ જાગી જા નહિ તો કોઈ બીજું લગ્ન કરી લેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેટ પર અવનવાં હટકે અને ફની વેડિંગ વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. થોડાક દિવસ પહેલાં જ એક દુલ્હને વરરાજા ચશ્માં પહેર્યા વગર છાપું ન વાંચી શકતો હોવાથી લગ્ન કરવાની ના પાડી દીધી તો એક દુલ્હને ફેરા ફરતી વેળાએ વરરાજો ન ગમ્યો હોવાથી લગ્ન કરવાની ના પાડી દીધી. તેની હરોળમાં વધુ એક વેડિંગ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં સ્ટેજ પર દુલ્હેરાજા દુલ્હનના ખભા પર સૂતેલા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો નિરંજન મહાપાત્રાએ શેર કર્યો છે. તે હાલ ખુબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કપલ સ્ટેજ પર બેઠું છે. તે દરમિયાન દુલ્હન ખુશ અને એક્ટિવ જોવા મળી રહી છે. તેનાથી વિપરિત વરરાજાને આ સમયે ઊંઘ વધારે વ્હાલી લાગે છે. વરરાજા એટલો અનહદ ઊંઘમાં ખોવાયેલો હોય છે કે તે પોતાની આંખો પણ ખોલી શકતો નથી.

સ્ટેજ પર વરરાજા ઊંઘમાં દુલ્હનના ખભા પર માથું રાખીને સૂઈ જાય છે. તેના મિત્રો તેને જગાડવા માટે ઘણા પ્રયાસ કરે છે પરંતુ વરરાજા ટસના મસ થતાં નથી. ઊંઘવા માટે આવા જિદ્દી દુલ્હાનો વીડિયો જબરદસ્ત વાઈરલ થઈ રહ્યો છે.

ઊંઘમાં મશગુલ વરરાજાનો વીડિયો વાઈરલ થતાં સોશિયલ મીડિયા યુઝર અવનવી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર કહે છે કે નક્કી વરરાજા નશામાં હશે તેથી તેને ભાન નથી. એક યુઝરે તો વરરાજાને ચેતવતાં કહ્યું કે ભાઈ જાગી જા નહિ તો કોઈ બીજું લગ્ન કરી લેશે.

અન્ય સમાચારો પણ છે...