તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મનિર્ભર વરરાજો:દુલ્હાએ પોતાના જ લગ્નમાં જાતે ઢોલ વગાડ્યો, વાઈરલ વીડિયો જોઇને યુઝરે કહ્યું, ‘ભારતમાં દરેક વસ્તુનો જુગાડ મળી જાય’

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો જોઈને યુઝર્સે કમેન્ટનો ઢગલો કર્યો
  • વીડિયો IPS ઓફિસર રૂપિન શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે

કોઈ પણ લગ્ન જાન વગર તો અધૂરા જ લાગે. હાલ દેશમાં કોરોના મહામારીને લીધે વધારે લગ્નમાં વધારે લોકોને આમંત્રણ કે જાન લઇ જવી તો શક્ય જ નથી. આ કપરા સમયમાં ઘણા કપલે તેમના લગ્ન પોસ્ટપોન કર્યા, ઘણા કોવિડ ગાઈડલાઈન્સનું ધ્યાન રાખીને લગ્ન કરી રહ્યા છે તો ઘણાએ લગ્નમાં અમુક દેશી જુગાડ ટ્રાય કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં લગ્ન કરેલા દુલ્હા-દુલ્હન દેખાઈ રહ્યા છે. તેમની સાથે કોઈ બેન્ડ-બાજા નથી પણ વરરાજો જાતે જ ઢોલ વગાડી રહ્યો છે.

30 સેકન્ડના વીડિયોએ ધૂમ મચાવી
પોતાના લગ્નમાં દુલ્હાને આ રીતે ઢોલ વગાડતા યુઝર્સે કમેન્ટનો ઢગલો કરી દીધો છે. IPS ઓફિસર રૂપિન શર્માએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે. દુલ્હા-દુલ્હને મરાઠી ટ્રેડીશનલ કપડા પહેર્યા છે. રૂપિન શર્માએ આત્મનિર્ભર દુલ્હા કેપ્શન સાથે આ 30 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે.

વીડિયો જોઇને એક યુઝરે કમેન્ટ કરી, કોરોના નિયમ પાલન કરનારો વરરાજો. બીજા યુઝરે લખ્યું, દેશમાં બધા આત્મનિર્ભર બની રહ્યા છે, દુલ્હાને પણ બનવું જ જોઈએ. અન્ય યુઝરે કમેન્ટ કરી, આત્મનિર્ભર બનવું તો જરૂરી છે. વધુ એક યુઝરે લખ્યું, દેશમાં કોઈ પણ તકલીફ હોય, આપણી સાથે દરેક વસ્તુનો જુગાડ રેડી જ હોય છે.

અલગ-અલગ જુગાડથી લગ્ન કરે છે
એકબાજુ દેશમાં કોરોનાવાઈરસનો કહેર ચાલુ છે તો બીજી બાજુએ ઘણા લોકો મેરેજ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં એક લગ્નમાં દુલ્હા-દુલ્હને લાકડીની મદદથી સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી વરમાળા પહેરાવી હતી. કેરળમાં 23 વર્ષની યુવતીના લગ્ન જેની સાથે થવાના હતા તે કોરોનાવાઈરસની ઝપેટમાં આવી ગયો હતો આથી દુલ્હને વેડિંગ ડ્રેસ પર PPE કિટ પહેરીને લગ્ન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...