• Gujarati News
  • Lifestyle
  • Veronica, Who Became A Mother At Just 14 Years Old, Has 11 Children Today, But The Mind Is Not Yet Full; Wishing 6 More Children

અમેરિકા:માત્ર 14 વર્ષની ઉંમરે માતા બનનારી વેરોનિકાનાં આજે 11 બાળક છે, પરંતુ હજી મન નથી ભરાયું; વધુ 6 બાળકની ઈચ્છા રાખે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્રિકેટ ટીમ જેટલો પરિવાર ધરાવતી 36 વર્ષીય આ મહિલાનું માનવું છે કે વધુ 6 બાળક થયાં બાદ તેનો પરિવાર સંપૂર્ણ થશે
  • વેરોનિકાની પહેલી છોકરીની ઉંમર 21 વર્ષની છે

'હમ દો હમારે દો' આ સૂત્ર તમે સાંભળ્યું જ હશે, પરંતુ અમેરિકામાં રહેતી વેરોનિકા મેરિટ એમાં વિશ્વાસ નથી રાખતી. માત્ર 14 વર્ષની ઉંમરમાં માતા બનનારી વેરોનિકાને આજે 11 બાળક છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે વેરોનિકા હજી 6 બાળકની ઈચ્છા રાખે છે. ક્રિકેટ ટીમ જેટલો પરિવાર ધરાવતી 36 વર્ષીય આ મહિલાનું માનવું છે કે વધુ 6 બાળક થયાં બાદ તેનો પરિવાર સંપૂર્ણ થશે.

પહેલી છોકરીની ઉંમર 21 વર્ષ
ધ સનના રિપોર્ટના અનુસાર, ન્યૂયોર્કની રહેવાસી વેરોનિકા મેરિટ 14 વર્ષની ઉંમરમાં ભૂલથી પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેણે પોતાની ઈચ્છાથી ઘણાં બાળકોને જન્મ આપ્યો અને ધીમે ધીમે વધતી આ સંખ્યા 11 સુધી પહોંચી ગઈ. વેરોનિકાની પહેલી છોકરીની ઉંમર 21 વર્ષની છે. એમ છતાં તે વધુ 6 બાળકને જન્મ આપવાની ઈચ્છા રાખે છે.

પરિવાર મોટો હોવાને કારણે ટીકા થાય છે
આ વિશાળ પરિવાર માટે વેરોનિકાને ટીકાઓનો પણ સામનો કરવો પડે છે. તેણે જણાવ્યું હતું કે લોકો વિચિત્ર સવાલ પૂછે છે, જેમ કે આ બધાં બાળકોનો પિતા એક જ છે? શું મારા ઘરમાં ટીવી છે? આવા લોકોને હું ફક્ત એટલું જ કહેવા માગીશ કે કાચમાં જઈને તમારો ચહેરો જુઓ. વ્યવસાયે આર્ટિસ્ટ વેરોનિકા તેનાં બાળકો, એન્ડ્રુ (16 વર્ષ), એડમ (15 વર્ષ), મેરા (13 વર્ષ), ડેશ (12 વર્ષ), ડાર્લા (10 વર્ષ), માર્વલસ (8 વર્ષ), માર્ટાલિયા (6 વર્ષ), અમેલિયા, ડેલિલા (3 વર્ષ) અને ડોનોવન (એક વર્ષ)ની સાથે નવ બેડના ઘરમાં રહે છે.

બેઝમેન્ટમાં પતિ સૂવે છે
વેરોનિકાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જુલાઈમાં તેના પતિએ 20,000 ડોલર (લગભગ 14,88,251)માં આ મકાન ખરીદ્યું હતું, બાળકો બેડ શેર કરે છે અને પતિ માર્ટિનને બેઝમેન્ટમાં સૂવું પડે છે. વેરોનિકાના અનુસાર, તેણે જૂનું મકાન ખરીદ્યું હતું અને પછી પોતાની જરૂરિયાત પ્રમાણે એને મોડિફાઈ કરાવ્યું. 11 બાળકની માતા વેરોનિકા સ્કૂલમાં હતી એ સમયે ભૂલથી પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેણે પોતાના બોયફ્રેન્ડની સાથે લગ્ન કરી લીધા, જેનાથી તેણે બે બાળક થયાં.

ક્યારેય પણ ગર્ભનિરોધક ગોળી નથી લીધી
થોડા સમય બાદ વેરોનિકાએ તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા. ત્યાર બાદ તેને બીજા લગ્ન કરી લીધા. સોશિયલ મીડિયા પર પોતાની વિશાળ ફેમિલી વિશે જાણકારી શેર કરનારી વેરોનિકાને ક્યારેય પણ પ્રેગ્નન્સીથી બચવા માટે કોઈ ગર્ભનિરોધક દવા નથી લીધી. તેણે કહ્યું, 'હું આવું કંઈપણ ઉપયોગ નથી કરતી, કેટલાંક બાળકોનું અમે પહેલેથી પ્લાનિંગ કર્યું હતું, જ્યારે અમુક અમારી ઈચ્છાની વિરુદ્ધ થયું. પરંતુ હું આટલો મોટો પરિવાર મેળવીને ઘણી ખુશ છું અને તેને વધારવા પણ માગું છું.

આટલા મોટા પરિવારનો ખર્ચ ઉઠાવવો સરળ નથી અને આ કપલને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં પોતાના એક વીડિયોમાં વેરોનિકાએ કહ્યું હતું, 'કૃપા કરીને મને નફરત ન કરો, પરંતુ ફૂડ માટે અમારી મદદ કરો. મારા પેઇન્ટિંગનું વેચાણ વધે ત્યાં સુધી જ.’ જોકે એ અલગ બાબત છે કે તેને સમર્થન કરતાં વધુ ટીકા જ મળે છે.