વિન્ટર એટલે પાર્ટી અને લગ્નની સિઝન. આ સમયે મેકઅપ ખરાબ નથી થતો એટલા માટે તેમાં પણ ઘણા એક્સપરિમેન્ટ્સ થાય છે. આ વર્ષે ફરીથી વેલ્ટવેટની ફેશન પાછી આવી છે અને વિન્ટર પર આ ફેબ્રિકને પહેરવાનો બેસ્ટ ટાઈમ છે. શિયાળાની સિઝનમાં વેલ્વેટના કયા આઉટફિટ્સ ફેશનમાં છે, તેના વિશે જણાવી રહ્યા છે ફેશન ડિઝાઈનર આસિફ મર્ચન્ટ.
આસિફના જણાવ્યા પ્રમાણે, વિન્ટરમાં ડાર્ક કલરના શિમરી-શાઈની આઉટફિટ્સ સારા લાગે છે તેથી લોકો વેલ્વેટ પહેરવાનું પસંદ કરે છે. આ ફેબ્રિક પાર્ટી અને વેડિંગમાં પહેરવા માટે બેસ્ટ ઓપ્શન છે પરંતુ તેની સાથે જ્વેલરી અને મેકઅપની પસંદ સમજી વિચારીને કરવી જોઈએ. વેલ્વેટ ફેબ્રિકમાં ચમક વધારે હોય છે તેથી તેની સાથે વધારે શાઈની અથવા હેવી જ્વેલરી ન પહેરવી. આવા આઉટફિટ્સની સાથે તે જ ટોનની લાઈટ જ્વેલરી પહેરવી, જેથી તમે ઓવર ડ્રેસ્ડ ન લાગો. આ ફેબ્રિકની સાથે સ્મોકી આઈ મેકઅપ સારો લાગે છે, પરંતુ લિપ મેકઅપ લાઈટ રાખવો. પર્પલ, વાઈન, બોટલ ગ્રીન, નેવી બ્લૂ, જેવા ડાર્ક કલરના વેલ્વેટ આઉટફિટ પાર્ટી અથવા વેડિંગ ફંક્શન માટે બેસ્ટ ચોઈસ છે. પ્લસ સાઈઝની મહિલાઓ જો ડાર્ક કલરનો વેલ્વેટ ડ્રેસ પહેરે છે તો તેનાથી તેઓ સ્લિમ અને સેક્સી દેખાય છે.
ઘણા સેલિબ્રિટીઝ ખાસ પ્રસંગે વેલ્વેટના આઉટફિટ્સ પહેરે છે, તમે પણ તેમની સ્ટાઈલને ફોલો કરી શકો છો.
અનુષ્કા શર્માએ પોતાની સગાઈમાં સબ્યાસાચીની વેલ્વેટ સાડી પહેરી હતી. તેનો આ લુક એટલો પોપ્યુલર થયો કે તેના પછી ઘણી મહિલાઓએ વેડિંગ ફંક્શનમાં આવી જ સાડીઓ પહેરી. વિન્ટરમાં વેલ્વેટ સાડી કોકટેલ પાર્ટી અથવા વેડિંગ ફંક્શનમાં ગ્લેમરસ દેખાય છે અને ઠંડીથી પણ બચાવે છે.
પ્રિયંકા ચોપરાએ ‘મેટ ગાલા'માં વેલ્વેટ ગાઉન પહેર્યું હતું અને તેનો આ લુક ઘણો પોપ્યુલર થયો હતો.
ગ્લેમરસ મલાઈકા અરોરા હંમેશાં વેલ્વેટ ડ્રેસમાં જોવા મળે છે અને તે આ ફેબ્રિકને સારી રીતે કેરી કરે છે.
તાજેતરમાં શ્રદ્ધા કપૂરે વેલ્વેટ ડ્રેસમાં પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી, તેનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો.
(તમામ બોલિવૂડ સ્ટાર્સના ફોટો ઈન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવ્યા છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.