• Gujarati News
  • Lifestyle
  • Vanishing Twin Syndrome: Twins Seen In Sonography, But Only One Baby Born, Know The Reason

વેનિશિંગ ટ્વિન સિન્ડ્રોમ:એક્સ-રેમાં જોડિયાં બાળકો દેખાયાના થોડા દિવસ બાદ એક બાળક અચાનક ગાયબ થઈ જાય છે, જાણો આ સિન્ડ્રોમનું કારણ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેગ્નન્સીના પ્રારંભમાં જોડિયાં બાળક હોવા છતાં માતા એક જ બાળકને જન્મ આપે તેને 'વેનિશિંગ ટ્વિન સિન્ડ્રોમ' કહેવાય છે
  • ગર્ભમાં એક બાળકને ઓક્સીજન, બ્લડ અને ફૂડ સપ્લાય યોગ્ય ન થવાને કારણે આ સ્થિતિ બને છે

પ્રેગ્નન્સી બાદ તમે પ્રથમ વખત સોનોગ્રાફી કરાવી અને તેમાં જાણવા મળ્યું કે તમને જોડિયાં બાળકો છે તો તમારી ખુશીનો કોઈ પાર નથી રહેતો. આ સમાચાર સાંભળી જ તમે ટ્વિન્સના નામ, તેમની દેખરેખ સહિતના ડે ડ્રીમ્સ જોવા લાગો છો, પરંતુ આટલા બધા સપનાંઓ જોયા બાદ તમે બીજી વાર સોનોગ્રાફી કરાવો ત્યારે એક જ બાળક હોવાનું માલુમ પડે તો! આવી સ્થિતિને મેડિકલ ભાષામાં 'વેનિશિંગ ટ્વિન સિન્ડ્રોમ' કહેવાય છે. તેમાં એક ભ્રૂણનું ગર્ભમાં અચાનક મૃત્યુ થઈ જાય છે અને માતાને તેની જાણ પણ નથી થતી.

હાલ આવા કેસમાં વધારો થઈ રહ્યો છે. રિસર્ચ પ્રમાણે, ટ્વિન પ્રેગ્નન્સીમાં આશરે 21થી 30% કેસમાં આ સિન્ડ્રોમ થાય છે. યુરોપમાં અસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેક્નોલોજીની સ્ટડી પ્રમાણે 15% બાળકો જે સિંગલ જન્મે છે પરંતુ તે પહેલાં જોડિયાં હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં પ્રેગ્નન્સીના પ્રારંભિક તબક્કામાં અલ્ટ્રાસાઉન્ડનું ચલણ નથી તેથી પેરેન્ટ્સને ખબર જ નથી રહેતી કે ગર્ભમાં ટ્વિન્સનો ઉછેર થતો હતો. શું છે આ વેનિશિંગ ટ્વિન સિન્ડ્રોમ અને તેની બાળક સાથે માતા પર કેવી અસર પડે છે આવો જાણીએ...

એસજેએમ હોસ્પિટલ એન્ડ IVF સેન્ટરમાં વરિષ્ઠ ગાયનોકોલોજિસ્ટ ડૉ. પુષ્પા કૌર જણાવે છે કે, ઘણી મહિલાઓમાં પ્રેગ્નન્સીના પ્રારંભિક તબક્કામાં જોડિયાં બાળકોની પુષ્ટિ થાય છે, પરંતુ બીજી તપાસમાં એક બાળક હોવાનું જ સામે આવે છે. એક બાળક ગાયબ થઈ જાય છે. ગર્ભમાં તો 2 બાળક હોય છે પરંતુ માતા એક જ બાળકને જન્મ આપે છે. ઓક્સીજન, બ્લડ અને ફૂડ સપ્લાય યોગ્ય ન થવાને કારણે આ સ્થિતિ બની શકે છે. માતા વધારે તણાવ લે તો પણ એક બાળકનો વિકાસ રોકાઈ જાય છે. કેટલાક દિવસો બાદ એક બાળક વેનિશ અર્થાત ગાયબ જ થઈ જાય છે. તેને 'વેનિશિંગ ટ્વિન સિન્ડ્રોમ' કહેવાય છે.

વેનિશિંગ ટ્વિન સિન્ડ્રોમનાં લક્ષણો

ગર્ભાવસ્થામાં ઈમ્પ્લાન્ટેશન બ્લીડિંગ અર્થાત લોહીની ગાંઠો બહાર આવવી અને પેટની નીચેના ભાગમાં ક્રેમ્પ થવો તેનાં લક્ષણો છે. આવાં લક્ષણો જણાય તો એક ભ્રૂણનો વિકાસ રોકાઈ ગયો છે તેમ સમજવું અને આવી સ્થિતિમાં ગભરાવું નહિ, પરંતુ તમારા ગાયનોકોલિજસ્ટનો સંપર્ક કરવો.

ચિંતા ન કરો બીજું બાળક સ્વસ્થ છે
ડૉ. પુષ્પા જણાવે છે કે મોટાભાગની ગર્ભવતી મહિલાઓને ખબર જ નથી રહેતી કે કયા સમયે તેના ગર્ભમાં 2ના બદલે 1 બાળક થઈ જાય છે. માતાને વેનિશિંગ ટ્વિન સિન્ડ્રોમની જાણ થાય તો તે ગભરાઈ જાય છે અને ઉછરી રહેલા એક માત્ર બાળકનાં સ્વાસ્થ્ય માટે ચિંતા કરવા લાગે છે. ડૉક્ટર જણાવે છે કે વેનિશિંગ સિન્ડ્રોમમાંથી પસાર થયેલી મહિલાઓએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ સિન્ડ્રોમમાં એક બાળક વેનિશ થયા બાદ ગર્ભાશયમાં જ પીગળી જાય છે. જ્યારે બીજાં બાળકનો સારી રીતે વિકાસ થાય છે. આવી સ્થિતિમાં માતાને કોઈ નુક્સાન થતું નથી.

અમેરિકાની સિએટલ ચિલ્ડ્રન હોસ્પિટલના નિષ્ણાતોએ કરેલાં રિસર્ચ પ્રમાણે, સામાન્ય પ્રેગ્નન્સીમાં 18.2% મહિલાઓના જોડિયામાંથી એક બાળક ગાયબ થઈ જાય છે. વેનિશિંગ ટ્વિન સિન્ડ્રોમનું જોખમ પ્રથમ 3 મહિનામાં વધારે હોય છે. છઠ્ઠા કે સાતમા અઠવાડિયે અલ્ટ્રાસાઉન્ડ વખતે માલુમ પડે છે કે ગર્ભમાં જોડિયાં બાળકો છે, પરંતુ થોડા દિવસ પછી એક બાળકનો અહેસાસ થતો બંધ થઈ જાય છે.

આ સાવધાની રાખો
જોડિયાં બાળકો હોય ત્યારે ત્રીજાથી છઠ્ઠા મહિનામાં એક બાળકનો વિકાસ બંધ થઈ શકે છે. આ સમયગાળો પ્રેગ્નન્સીમાં હાઈ રિસ્ક ટાઈમ હોય છે. આ સમયે ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. ગર્ભવતી મહિલાઓ ડાયટ પર ખાસ ધ્યાન આપે તે જરૂરી છે. તેનાથી ગર્ભમાં ઉછરી રહેલું બીજું બાળક સ્વસ્થ રહેશે.