• Gujarati News
  • Lifestyle
  • Vanessa From New York Covered A Distance Of 285 Km In Two Weeks Wearing A Wedding Dress, Working Hard To Help And Raise Awareness Of Victims Of Domestic Violence.

પ્રેરણા:ન્યૂ યોર્કની વેનેસાએ વેડિંગ ડ્રેસ પહેરીને બે અઠવાડિયાંમાં 285 કિમી અંતર કાપ્યું, ઘરેલું હિંસા પીડિત લોકોની મદદ કરવા અને લોકોને જાગૃત કરવા આટલી મહેનત કરી

4 મહિનો પહેલા
  • વેનેસાએ પોતાનો જ વેડિંગ ડ્રેસ ટ્રીમ કરાવીને પહેર્યો હતો
  • રસ્તામાં આવતી હોટેલ્સે વેનેસા પાસેથી એક રૂપિયો લીધા વગર ફ્રી સર્વિસ આપી

47 વર્ષની વેનેસા રેસરે વેડિંગ ડ્રેસ પહેરીને રસ્તા પર દોડવાનું શરુ કર્યું તો લોકો જોઇને દંગ રહી ગયા. આ સાઈકોથેરપિસ્ટે બે અઠવાડિયાંમાં 285 કિમી અંતર કાપ્યું. એક અઠવાડિયાં સુધી રોજ 24 કિમીનું રનિંગ કર્યું. આ દોડ પાછળ વેનેસાનો એક ખાસ હેતુ હતો. તેણે આ કામ ઘરેલું હિંસાથી પીડિત લોકોની મદદ કરવા અને ઘરેલું હિંસા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે કર્યું. ન્યૂ યોર્કના રોકલેન્ડની રહેવાસી વેનેસાનો આ અનુભવ ખૂબ જ સારો રહ્યો.

વેનેસાએ કહ્યું, હું પોતે ઘરેલું હિંસાનો ભોગ બની ચૂકી છું. ઘરેલું હિંસાનાં અનેક પીડિતો મારી પાસે આવે છે. મારી પહેલાં કોઈએ આ તકલીફનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન ના કર્યો. વેનેસા જ્યારે પણ રનિંગ કરે છે ત્યારે તેને લાગે છે તે સૌથી શક્તિશાળી છે. તેણે રનિંગ માટે પોતાનો ઓરિજિનલ વેડિંગ ડ્રેસ પહેર્યો. સરળતાથી દોડી શકાય તે માટે ડ્રેસ ટ્રીમ કરાવ્યો.

વેનેસાનાં કામને સપોર્ટ કરવા માટે ઓસવેગોથી લઈને મેનહેટન દરમિયાન રસ્તામાં આવતી હોટેલ્સ અને સપોર્ટિવ ટીમે મફતમાં સુવિધાઓ આપી. વેનેસાને આશા છે કે, તે પોતાના પ્રયત્નો ચાલુ રાખીને અન્ય રાજ્યોમાં પણ ઘરેલું હિંસા પીડિતોની મદદ કરવા માટે સારી રકમ ભેગી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...