• Gujarati News
  • Lifestyle
  • Vandalism In Restaurant Without More Sauce, Women Break Liquor Store, Even Electricity Meter

વાઇરલ વીડિયો:વધુ સોસ ન આપતા રેસ્ટોરાંમાં કરી તોડફોડ, મહિલાઓએ દારૂની દુકાનમાં તોડફોડ કરી, વીજળીના મીટર પણ ભાંગી નાખ્યાં

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે હોટેલમાં જમવા જતા હોય છે, ત્યારે ફ્રીમાં સોસ અને ચટણી આપતા હોય છે. પરંતુ હાલમાં પૈસા આપ્યા વગર સોસ ન આપતા ત્રણ યુવતીઓએ રેસ્ટોરાંમાં ધમાલ મચાવી દીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. બાદમાં પોલીસે રેસ્ટોરાંમાં તોડફોડ, કિંમતી સામાનમાં નુકસાન પહોંચાડવું અને કર્મચારી ઉપર હુમલાના ગુન્હામાં ધરપકડ કરી છે.

23થી 27 વર્ષની યુવતીઓ
ન્યૂઝવીકના રિપોર્ટ અનુસાર. આ ઘટના 4 જુલાઇના રોજ મેનહટ્ટનના લોઅર ઇસ્ટ સાઇડ પર બેલ ફ્રાઇસમાં બની હતી. આ ત્રણ મહિલાઓની ઓળખ 27 વર્ષીય પર્લ ઓ'જોઝોરિયા, 25 વર્ષીય ચિત્રા પ્લાસેનિયા, 23 વર્ષીય તાતિયાના જ્હોનસન(23) તરીકે કરવામાં આવી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ત્રણ ગ્રાહકે રેસ્ટોરાંની અંદર કોમ્પ્યુટર, એક કેશ રજીસ્ટર અને અન્ય સામાનમાં નુકસાન કર્યું હતું. તો આ યુવતીઓએ રેસ્ટોરાંના એક સ્ટાફને પણ ઘાયલ કર્યો હોય સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

રેસ્ટોરન્ટના શેફ રાફેલ નુનેઝે જણાવ્યું હતું કે, ત્રણેય ગ્રાહકોને ફ્રાઈસ માટે વધારાનો સોસ જોતો હ્યો, જો કે, જ્યારે કર્મચારીએ સમજાવ્યું કે તેની કિંમત 1.75 ડોલર છે, ત્યારે તેઓ ગુસ્સે થઇ ગઈ હતી અને બાદમાં આ ધમાલ મચાવી હતી.

મહિલાઓને વીજળીના મીટર રસ્તા પર તોડી નાખ્યા હતા

આ વર્ષે જૂનમાં શ્રીનગરમાં મુસ્લિમ મહિલાઓએ ઇલેક્ટ્રિક મીટર લગાવવા માટે ગયેલા એક વાહનમાંથી એક મીટર ખેંચ્યું હતું, રસ્તા પરના મીટર તોડી નાખ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

ચેન્નાઈની દારૂની દુકાનમાં મચાવી હતી તોડફોડ
હાલમાં જ તમિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લાના કિઝા કન્નાપુરની કેટલીક મહિલાઓએ દારૂની દુકાનમાં તોડફોડ કરીને ધમાલ મચાવી હતી. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 10 વર્ષથી આ દારૂની દુકાન ગેરકાયદેસર રીતે ચાલી રહી છે. અહીં પુડ્ડુચેરીથી દાણચોરીનો દારૂ વેચવામા આવે છે. મહિલાઓને ડર છે કે નશામાં ધૂત પુરુષો તેમના અને બાળકો માટે મુશ્કેલીનું કારણ બની જશે. ત્યારે મહિલાઓએ દારૂની દુકાન તોડવાનો નિર્ણય કર્યો હતો. ગેરકાયદેસર દારૂની દુકાન તૂટવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

દારૂ માટે પૈસા ન હતા તો પત્નીનું મંગળસૂત્ર વેચ્યું
લોકો દારૂ પીવા પાછળ એ હદે જઈ શકે છે કે કઈ પણ વેચી નાખે છે. એક પતિએ દારૂ પીવા માટે તેની પત્નીનું મંગળસૂત્ર વેચી નાખ્યું હતું. પત્નીએ જયારે વિરોધ કર્યો ત્યારે પતિએ મારકૂટ કરી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલી ગામની મહિલાઓ ભેગી થઈને ગેરકાયદે દારૂની દુકાનમાં તોડફોડ કરી હતી.

માલિક વિરુદ્ધ કાર્યવાહીની કરી માંગ
મહિલાઓએ દુકાન માલિકને ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ સાથે જ પોલીસે પણ આ મામલે કહ્યું હતું કે, દુકાનદાર પર કાર્યવાહી કરવામાં આવશે.