તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર પ્રદેશ:મંડપમાં દુલ્હો ગુટખા ખાઈને આવતાં દુલ્હને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી, બંને પરિવારે એકબીજાને ગિફ્ટ રિટર્ન કરી

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુલ્હનને કલાકો સુધી સમજાવી તેમ છતાં તે માની નહીં
  • વરરાજો લગ્નમાં દારૂ પીને આવ્યો હોવાની શંકા જતાં દુલ્હનનું મન ઊઠી ગયું હતું

ઘણાં કપલનું લગ્નજીવન શરુ થતાં પહેલાં જ લગ્નનાં મંડપમાં જ પૂરું થઈ જાય છે. મંડપમાં દુલ્હા કે દુલ્હને મેરેજની ચોખ્ખી ના પાડી દીધી હોય તેવા ઘણા કિસ્સા આવતા રહે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશનાં બલિયા જીલ્લામાં દુલ્હનના નિર્ણયને લીધે લગ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યાં છે. મંડપમાં દુલ્હો ગુટખા ખાતો ખાતો આવ્યો હતો, આ જોઇને દુલ્હને તેની સાથે પરણવાની ઘસીને ના પાડી અને જાન ખાલી હાથે પાછી વળી.

લગ્નમાં હાજર મહેમાનોને નવાઈ લાગી
મિશરૌલી ગામની દુલ્હન અને ખેજુરી ગામના દુલ્હાનાં લગ્ન શનિવારે થવાનાં હતાં. દુલ્હને જોયું કે તેનો થનારો પતિ દારૂ પીને અને ગુટખા ખાતો ખાતો મંડપ સુધી આવ્યો હતો. આ જોઈને દુલ્હને મંડપમાં જ લગ્ન કરવાની ના પાડી. અનેક કલાક સુધી દુલ્હનને મનાવી પણ તે માની નહીં. અંતે બંને પરિવારે એકબીજાને આપેલી ગિફ્ટ પરત કરીને લગ્ન કેન્સલ કર્યાં. ગુટખાને લીધે લગ્ન કેન્સલ થયેલા જોઇને મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ જ અઠવાડિયે બીજો પણ આવો કિસ્સો આવ્યો હતો
આની પહેલાં પણ ઉત્તર પ્રદેશમાં અન્ય એક 22 વર્ષીય દુલ્હને લગ્નમાં મંડપમાં વરરાજાનું ખરાબ વર્તન જોઇને તેને મોઢા પર જ લગ્ન કરવાની ના પાડી હતી. વરરાજો વરમાળાની વિધિ પૂરી થયા પછી દુલ્હન અને તેના પરિવારને જબરદસ્તી ડાન્સ કરાવવા માગતો હતો. દુલ્હને તેને ના પાડી તો પણ બળજબરીપૂર્વક તેને ડાન્સ કરવા કહી રહ્યો હતો.

બધા મહેમાનો વચ્ચે આવું વર્તન જોઈને દુલ્હનને ખોટું લાગ્યું અને તેણે લગ્નની ના પાડી. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતાં પોલીસે બંને પરિવારને શાંત કર્યા અને એકબીજાની ગિફ્ટ પરત આપવા કહ્યું. આ કેસ વિશે પોલીસે કહ્યું, દુલ્હનને પૂરો હક છે કે તેણે કોની સાથે લગ્ન કરવા અને કોની સાથે નહીં. વરરાજાનું વર્તન ના ગમતાં યુવતીએ મેરેજની ના પાડી અને બંને પરિવારે એકબીજાને ગિફ્ટ રિટર્ન કરી.

અન્ય સમાચારો પણ છે...