તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Use Toner This Season, Apply Face Mask Twice A Week, Use Anti fungal Powder To Prevent Skin Infections

મોનસૂન સ્કિન કેર:આ સિઝનમાં ટોનરનો ઉપયોગ કરવો, સપ્તાહમાં બે વખત ફેસ માસ્ક લગાવો, સ્કિન ઈન્ફેક્શનથી બચવા માટે એન્ટિ ફંગલ પાઉડરનો ઉપયોગ કરો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

વરસાદની સિઝનમાં સ્કિનનું ધ્યાન રાખવું જરૂરી છે. ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચવા માટે સ્કિનને ડ્રાય પરંતુ મોઈશ્ચરાઈઝ રાખવી જોઈએ. આ ટિપ્સ અપનાવશો તો મોનસૂન દરમિયાન સ્કિન હેલ્ધી અને સુંદર રહેશે.

સોપ ફ્રી ક્લિન્ઝર- સોપ ફ્રી ક્લિન્ઝર માઈલ્ડ હોય છે અને સ્કિનનું નેચરલ મોઈશ્ચર જાળવી રાખે છે. સોપ ફ્રી ક્લિન્ઝરનો ઉપયોગ કરીને સ્કિનને સાફ રાખી શકાય છે.

એક્સ્ફોલિયેશન- સ્કિનને સપ્તાહમાં 2-3 વખત સ્ક્રબ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે જેનાથી સ્કિનના ટોક્સિન્સ બહાર થઈ જાય છે. સ્કિન પ્રોડક્ટસ સ્કિનની અંદર સુધી જાય છે અને સારી રીતે કામ કરે છે.

મિનિમલ મેકઅપ- કોમ્પેલક્શન સુધારવા માટે સીસી ક્રીમ લગાવો. તે હેવી નથી હોતી. લિપસ્ટિક કરવાનું ટાળવું. નેચરલ લૂક માટે લિપ બામ અથવા લિપ સીરમ લગાવો.

ટોનર- ભેજવાળા વાતાવરણમાં ટોનરનો ઉપયોગ કરો. આલ્કોહલ ફ્રી ટોનરથી સ્ક્રિન નોન-ગ્રીસી અને હેલ્ધી રહેશે. ગ્રીન ટી અથવા ગ્લાયકોલિક એસિડ યુક્ત ટોનર લઈ શકાય છે, તે પીએચ લેવલ જાળવે છે. પોર્સ ટાઈટ કરે છે, બ્લેમિશ અને એક્ને દૂર કરે છે.

સનસ્ક્રિન- સનસ્ક્રિનનો ઉપયોગ દરેક સિઝનમાં કરવો જોઈએ. ચોમાસામાં નોન ગ્રીસી સનસ્ક્રિનનો ઉપયોગ કરી શકાય છે, જેમાં એસપીએફ 30 હોય.

ક્લે માસ્ક- સપ્તાહમાં બે વખત ફેસ માસ્ક લગાવવું જોઈએ. એક્સેસ ઓઈલ ઓછું કરવા માટે ક્લે માસ્ક લગાવી શકાય છે. ગ્રીન ટી માસ્ક લગાવી શકાય છે.

વિટામિન C- તમારી ડાયટમાં વિટામિન Cને જરૂરથી સામેલ કરો. ઓરેન્જ અને લેમન જ્યુસ પીવો. સ્કિન પર વિટામિન C સીરમ લગાવો.

એન્ટિ ફંગલ પાઉડર- સ્કિન ઈન્ફેક્શનથી બચવા માટે દરરોજ સ્નાન કરવું અને સ્નાન કર્યા બાદ એન્ટિ ફંગલ પાઉડરનો ઉપયોગ જરૂરથી કરો.