શિયાળાની ઋતુની શરૂઆત થઇ ચુકી છે. શિયાળામાં સ્કિનની સાથે-સાથે વાળનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. શિયાળામાં વાળ રુક્ષ અને બેજાન થઇને તૂટવા લાગે છે, આ સાથે જ ખોડા અને બેમોઢા વાળની પણ સમસ્યા વધી જાય છે, તમારે પણ શિયાળામાં વાળની ચમક યથાવત રાખવી હોય અને વાળને ખરતા રોકવાના ઉપાય બતાવે છે બ્યૂટી એક્સપર્ટ શહનાઝ હુસૈન.
શિયાળામાં જ્યારે વાતાવરણમાં ઠંડક હોય ત્યારે વાળને નુકસાન થાય છે. પરંતુ આ તે સમય છે જ્યારે આપણે તડકામાં બેસવાનું પસંદ કરીએ છીએ. આપણે શિયાળાની ઋતુમાં નહાવા અને વાળ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ થાય છે. આ ગરમ પાણી જ વાસ્તવમાં વાળને શુષ્ક બનાવી શકે છે. ઠંડીની સૌ પ્રથમ અસર વાળ અને માથાની ચામડીમાં જોવા મળે છે. જો ઉપર સૂર્યપ્રકાશ અને ગરમ પાણી પણ વાળની ડ્રાયનેસ વધારે છે. આ સ્થિતિમાં વાળ ડ્રાય થઈ જાય છે અને ખરવા લાગે છે. આ સાથે વાળમાં બે મોઢાની સમસ્યા થઇ જાય છે ખોડો પણ વધી જાય છે.
હોટ ઓઇલ મસાજ કરો
શિયાળામાં સ્કેલ્પમાં રુક્ષતા અને પોપડી ખરવાને કારણે ડેન્ડ્રફની સમસ્યા શરૂ થાય છે, જેના કારણે વાળ ખરવા લાગે છે. ડેન્ડ્રફ અને સ્પ્લિટ એન્ડ માટે ગરમ તેલનો ઉપચાર ખૂબ જ ઉપયોગી છે. અઠવાડિયામાં એક કે બે વાર વાળ અને સ્કેલ્પ પર ગરમ નારિયેળનું તેલ લગાવો .આ પછી ટુવાલને ગરમ પાણીમાં ડુબાડીને પાણી નિચોવીને ગરમ રૂમાલને પાઘડીની જેમ માથા પર લપેટી લો.5 મિનિટ રહેવા દો. આ ઉપાય ત્રણથી ચાર વાર કરો.
લીંબુનો રસ છે ફાયદાકારક
નારિયેળ કરીને વાળમાં લગાવો અને આખી રાત રહેવા દો. જો વાળમાં ડેન્ડ્રફ હોય તો બીજા દિવસે સવારે માથામાં એક લીંબુનો રસ લગાવો અને 15 મિનિટ પછી વાળ ધોઈ લો. વાળ ધોવા માટે ખૂબ ગરમ પાણીનો ઉપયોગ કરવાનું ટાળો. શેમ્પૂ કર્યા બાદ એક મગ પાણીમાં બે ચમચી એપલ સાઇડર વિનેગર ઉમેરો.
શિયાળા હેર કેર ટિપ્સ
શિયાળામાં વાળ માટે ગરમ તેલથી માલિશ કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાળમાં ગરમ તેલ લગાવો અને હળવા હાથે મસાજ કરો. તેલ લગાવવા માટે આંગળીના ટીપ્સનો ઉપયોગ કરો. તેલ લગાવવાથી અને માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય છે અને વાળને પોષણ મળે છે.
વાળ તેના પ્રકાર અને ઋતુ પ્રમાણે ધોવા જોઈએ. શિયાળામાં જ્યારે વાળ સુકાઈ જાય છે ત્યારે અઠવાડિયામાં બે વાર વાળ ધોઈ લો. કેમિકલયુક્ત હેર પ્રોડક્ટ્સ વાળની શુષ્કતા વધારી શકે છે તેથી ઉપયોગ ટાળો.
શિયાળામાં વાળને પ્રોટેક્ટ કરવા માટે અને સોફ્ટ અને શાઈની બનાવવા માટે કંડીશનર મદદ કરે છે. જો વાળ ડ્રાય છે તો શેમ્પુ બાદ ક્રીમી કંડીશનર અચૂક લગાવો. કન્ડિશનર થોડું જ લો અને વાળમાં હળવા હાથે મસાજ કરો. તેને બે મિનિટ રહેવા દો અને સાદા પાણીથી ધોઈ લો. શિયાળામાં શેમ્પૂ કર્યા પછી તમે તમારા વાળમાં સીરમ લગાવી શકો છો.
તો શિયાળામાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શેમ્પુ કર્યા બાદ ટુવાલથી વાળને લુછવા ન જોઈએ. તેની બદલે ટુવાલથી માથાને ચારે બાજુ લપેટીને વધારાનું પાણી સુકાવવા દેવું જોઈએ, જો તામ્ર વાળ ડ્રાય છે તો ડ્રાયરનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે હેર ડ્રાયરનો ઉપયોગ કરો છો તો ડ્રાયરને ઓછામાં ઓછું 10 ફૂટ દૂર રાખવું જોઈએ. યાદ રાખો કે, વાળને હંમેશા કુદરતી રીતે જ સુકાવવા જોઈએ.
જે લોકોને વાળમાં ખોડો હોય તે લોકોએ ખુબ જ પાણી પીવું જોઈએ, એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ મિક્સ કરો અને સવારે સૌથી પહેલાં આ પાણી પીવું જોઈએ.
તો જો વાળ ખરતા હોય તો રોજના આહારમાં એક વાટકી સ્પ્રાઉટ્સ લો. સ્પ્રાઉટ્સમાં એમિનો એસિડ હોય છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય આહારમાં ફળ, સલાડ, લીલા શાકભાજી, આખા અનાજ અને દહીંનો સમાવેશ કરો.
બને ત્યાં સુધી સ્ટ્રેસથી બચવાની કોશિશ કરો. દરરોજ યોગ કરો, ઊંડા શ્વાસ લો. યોગ અને વ્યાયામ તણાવ ઘટાડવામાં મદદ કરે છે અને વાળ ખરતા અટકાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.