પીળી સરસવ મસલ્સને મજબૂત બનાવશે:મસાલા અને તેલમાં ઉપયોગ કરો બીમારીઓ દૂર રહેશે, થાઇરોઇડનાં દર્દીઓએ ઉપયોગ કરવાનું ટાળવું

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય રસોઈ પીળી અને કાળી સરસવ વગર અધૂરી જ રહે છે. જો ભોજનનો સ્વાદ વધારવો છે તો સરસવના દાણા સાથે તડકો લગાવવો જરુરી છે. સરસવનો તડકો વાનગીનો સ્વાદ તો વધારે જ છે તેની સાથે જ શરીરને અનેક પ્રકારનાં પોષકતત્વો પણ પૂરા પાડે છે.

સરસવનાં દાણામાં અનેક પ્રકારનાં મિનરલ્સ હોય છે જેમ કે, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, કેલ્શિયમ અને ફોસ્ફરસ. આ તમામ મિનરલ્સ આપણા શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે જરુરી હોય છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યૂટ્રિશન, હૈદરાબાદ સરસવના બીજમાં 26.6% કેલ્શિયમ, 51.2% આયર્ન, 92.5% મેગ્નેશિયમ, 40.5% ઝિંક અને 82.8% ફોસ્ફરસ હોય છે.

પારંપરિક રુપથી સરસવનો ઉપયોગ ઔષધિનાં રુપમાં કરવામાં આવે છે. સાંધા, માસપેશીઓનો દુખાવો, ડર્મિટાઈટિસ, શ્વાસની બીમારી, કોલેસ્ટ્રોલ ઘટાડવા, સ્કિન સાથે જોડાયેલી બીમારીઓનું નિદાન કરવા અને વાળને તંદુરસ્ત રાખવા માટે એક સૂપરફૂડ તરીકે કામ કરે છે. ચાલો સરસવનાં ગુણો વિશે વધુ માહિતી મેળવીએ.

પીળી અને કાળી સરસવમાં અલગ-અલગ ગુણો છે
સરસવની ત્રણ વેરાયટી જોવા મળે છે. પીળી, કાળી અને સફેદ. આપણા દેશમાં સફેદ સરસવનો ઉપયોગ ખૂબ જ ઓછો થઈ જાય છે જ્યારે કાળી અને પીળી સરસવનો વધુ પડતો ઉપયોગ થાય છે. કાળી કે ભૂરા રંગની સરસવને રાઈ કહે છે. સામાન્ય રીતે કાળા અને પીળા રંગની સરસવના બીજમાંથી તેલ પણ કાઢવામાં આવે છે. પીળી સરસવ મસાલા રુપે સબ્જીમાં ઉમેરવામાં આવે છે. તેનું તેલ પણ કાળા સરસવની સાપેક્ષે વધુ પડતું ઉપયોગમાં લેવાય છે. જો કે, કાળા સરસવનો વધુ પડતો ઉપયોગ અથાણા બનાવવામાં થાય છે.

પીળી સરસવમાં મેગ્નેશિયન ભરપૂર માત્રામાં હોય છે
પ્રશ્ન એ ઊઠે છે કે, પીળી અને કાળી સરસવ અલગ-અલગ કેવી રીતે હોય શકે? રાંચી સ્થિત મેડિકા હોસ્પિટલની ચીફ ડાયટિશિયન ડૉ. વિજય શ્રી પ્રસાદ જણાવે છે કે, પીળી સરસવ મેગ્નેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે પ્રોટીનનાં સંશ્લેષણમાં સુધારો કરે છે. આ સાથે જ પીળા સરસવમાં રહેલું ફોસ્ફરસ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીની ચયાપચયની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તેનાથી આપણી નર્વસ સિસ્ટમને આરામ મળે છે. શરીરમાં થતા કોઈપણ પ્રકારના દુખાવામાં રાહત આપે છે.

જ્યારે કાળા સરસવમાં સેલેનિયમ વધારે હોય છે, જે કબજિયાતને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી હાડકા મજબૂત થાય છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે. તેનાથી દાંત અને પેઢાના દુખાવામાં રાહત મળે છે. શિયાળામાં કાળી રાઈનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેનાથી શરીરને હૂંફ મળે છે.

કેન્સર સામે રક્ષણ આપે
સરસવનાં બીજમાં ગ્લૂકોસાયનોલેટ્સ અને માઈક્રોસાયનેઝ કમ્પાઉન્ડ હોય છે. તે આપણા શરીરમાં કેન્સર પેદા કરનારા કોષોને અટકાવે છે. ડૉ. વિજય શ્રી સમજાવે છે કે, નાના અનાજના દાણામાં કીમોપ્રિવેન્ટિવ ક્ષમતા હોય છે અને કાર્સિનોજેન્સની અસરો સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે.

ફાઈબરથી પાચનક્રિયા તેજ બને છે
સરસવનાં બીજમાં ફાઈબર હોય છે, જેના ઉપયોગથી પાચનક્રિયા શ્રેષ્ઠ બને છે. જો કે, તમને દરરોજ કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તમારે સરસવનો તમારા ડેઈલી રુટિનમાં સમાવેશ કરવો જોઈએ.

વિટામિનની માત્રા ભરપૂર હોય છે
ડૉ. વિજય શ્રી જણાવે છે કે, સરસવનાં બીજમાં વિટામિન A, વિટામિન C અને વિટામિન Kની ભરપૂર માત્રા હોય છે. તે એન્ટીએજિંગનાં રુપમાં કામ કરે છે એટલે કે જો સરસવનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો ઉંમરનો શરીરમાં વધુ પ્રભાવ દેખાતો નથી. ત્વચા પર કરચલીઓ ઓછી દેખાય છે. તેમાં પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ પણ હોય છે, જે હૃદયની બીમારીઓમાં પણ કામ કરે છે. હાલ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, સરસવનો ઉપયોગ કરવાથી કાર્ડિયાક એરિથમિયાસ ઘટે છે. તે એવા લોકો માટે વધુ ઉપયોગી છે જેઓ વારંવાર છાતીમાં દુખાવો અથવા ભારેપણાની ફરિયાદ કરે છે.

સાયનસથી પીડિત લોકો પણ ઉપયોગ કરો
શરદી-ઉધરસ અને સાયનસથી પરેશાન લોકોએ સરસવનાં બીજનો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદમાં તેને વાત અને કફને ઠીક કરનાર ગણાવવામાં આવ્યું છે. જે લોકોને અસ્થમા છે તે સરસવનાં ઓઈલમાં કપૂર મિક્સ કરીને લગાવો શ્વાસ લેવામાં સરળતા રહેશે.

પીળી સરસવનો ફેસપેક ત્વચા પરની ગંદકી દૂર કરે છે
આજે ફેસપેક, સ્ક્રબ અને ફેસ વોશનો જમાનો છે. જો તમે તમારી ત્વચાને સુંદર બનાવવા ઈચ્છો છો તો તેનાથી વધુ સારું કંઈ જ નથી. પહેલાના સમયમાં મહિલાઓ સરસવથી તૈયાર કરેલું ફેસપેક ઉપયોગમાં લેતા જેથી, ત્વચામાં ચમક રહેતી. આવો જાણીએ કેવી રીતે સરસવનું ફેસપેક તૈયાર થાય?

અડધો કપ પીળી સરસવ લો. જો તમે ઇચ્છો તો તેને ઉકાળો અથવા મિક્સરમાં પીસી લો. તેમાં હળદર, પાણી અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા, હાથ અને પગ પર મસાજ કરો. જ્યારે તે સુકાઈ જાય, ત્યારે તેને સરસવનાં તેલથી હળવેથી દૂર કરો ને ગરમ પાણીથી સ્નાન કરો. અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ આ રીતે લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે.

થાઇરોઇડનાં દર્દીઓએ ઉપયોગ કરવાનું ટાળો
જો તમે થાઇરોઇડના દર્દી છો, તો સરસવનો ઉપયોગ કરકસરથી કરવો જોઇએ. ગ્યુટ્રોજેન્સ સરસવનાં બીજ અને તેના છોડમાં હાજર હોય છે. થાઇરોઇડ્સ પોલાણ સાથે સંકળાયેલા છે, જે થાઇરોઇડ હોર્મોનમાં ખલેલ પહોંચાડે છે. જ્યારે રાઈનાં દાણા કે તેના તેલનો ઉપયોગ લાંબા સમય સુધી ખોરાકમાં કરવામાં આવે છે, ત્યારે થાઇરોઇડ ગ્રંથિની સાઇઝ મોટી થઇ જાય છે. તે યોગ્ય રીતે કામ કરતું નથી.

ડિસ્ક્લેમર- આ આર્ટિકલમાં આપવામાં આવેલી જાણકારી નિષ્ણાતોની સલાહથી લખવામાં આવી છે. ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.