તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિચનની આ 5 વસ્તુઓને સરળતાથી સાફ કરો:નોન સ્ટિક પેનની સફાઈ માટે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરો, બેકિંગ સોડાથી પ્રેશર કુકરને ચમકાવો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રેટર (લોખંડની જાળીવાળું) પર જો કોઈ વસ્તુ ફસાઈ જાય તો ડ્રાય ટૂથબ્રશના બ્રિસ્લસથી સાફ કરો
  • પ્રેશર કુકર જો દાઝી ગયું હોય તો તેને બેકિંગ સોડાથી સાફ કરો

રસોડામાં રાખેલી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ગ્રેટરથી લઈને પ્રેશર કુકરની સફાઈ સરળતાથી કરી શકો છો. મહામારીની વચ્ચે હાઈજીનનું ધ્યાન રાખતા આ વસ્તુઓની સફાઈ જરૂરથી કરવી. તેનાથી વસ્તુઓ લાંબા સમય સુધી સારી રહેશે અને ઓછા બજેટમાં કિચનની આ વસ્તુઓ ચમકતી રહેશે.

નોન-સ્ટિક પેન
તેને સાફ કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલને બોલની જેમ વાળીને વાસણ ધોવાના પાવડરની સાથે મિક્સ કરીને પેનની સફાઈ કરવી. તેનાથી વાસણ પર લાગેવા ડાઘ નીકળી જશે.

પ્રેશર કુકર
પ્રેશર કુકર જો દાઝી ગયું છે તો તેને બેકિંગ સોડાથી સાફ કરો. પ્રેશર કુકરની સપાટી પર બેકિંગ સોડા નાખો. એક સૂકા કપડાથી અથવા સ્પંજથી તેને પ્રેશર કુકરની ચારેય તરફ લગાવો.

ગેસ
એક તૃતિયાંશ સફેદ વિનેગાર અને બે ભાગ જેટલું પાણી મિક્સ કરીને એક સ્પ્રે બોટલમાં નાખો. તેનાથી ગેસ પર છંટકાવ કરો. તેને થોડીક વાર માટે આવી રીતે રહેવા દો. ત્યારબાદ સ્પંજથી લૂછી લો.

ચોપિંગ બોર્ડ
લાકડાથી બનેલા ચોપિંગ બોર્ડ છરી માટે સારા હોય છે. તેનાથી છરી જલ્દી ખરાબ નથી થતી. તેની સફાઈ માટે તેના પર મીઠાનો છંટકાવ કરો. ત્યારબાદ લીબુંથી 5 મિનિટ સુધી તેની સપાટીને ઘસો અને ભીના સ્પંજથી સાફ કરી લો.

ગ્રેટર
ગ્રેટર (લોખંડની જાળીવાળું) જો કોઈ વસ્તુ ફસાઈ જાય તો ડ્રાય ટૂથબ્રસના બ્રિસ્લસથી સાફ કરો. જો તમે લસણ માટે ગ્રેટરનો ઉપયોગ કર્યો છે તો તેને થોડીવાર સુધી પાણીમાં પલાળીને રાખો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો