તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકા:ડિશવોશિંગ ડિટર્જન્ટ લેવા ગયેલા યુવકને 7 કરોડ રૂપિયાની લોટરી લાગી, કહ્યું, ‘આ રૂપિયા મારા નાના બિઝનેસ માટે વાપરીશ’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિઆન જેસપરે જીવનમાં પ્રથમવાર લોટરી લીધી અને તે વર્જિનિયા લોટરી સ્પર્ધામાં જીતી ગયો

લોટરી જીતનારાનું નસીબ રાતોરાત ચમકી ઊઠે છે. અમેરિકામાં વર્જિનિયા રાજ્યનાં ફ્રેડરિક્સબર્ગ શહેરમાં કામ કરતા બ્રિઆન જેસપર સાથે પણ આવું જ થયું છે. બ્રિઆન ડિશવોશિંગ ડિટર્જન્ટ લેવા ગયો હતો ત્યાં તેનું ધ્યાન લોટરીની ટિકિટ પર ગયું. તેણે જિંદગીમાં ક્યારેય લોટરીની ટિકિટ ખરીદી નહોતી અને પહેલીવાર ખરીદતા 1 મિલિયન ડોલર એટલે 7 કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો.

લોટરી જીતશે કે નહિ તે તો બ્રિઆનને ખબર નહોતી. તેણે થોડીવાર પછી ટિકિટ સ્ક્રેચ કરી અને તેમાં બધા ઝીરો હતા. પહેલાં તો બ્રિઆનને ખબર ના પડી પણ પછી તે વર્જિનિયા લોટરીની ઓફિસે ગયો અને પોતાની ટિકિટ બતાવી. બ્રિઆનને તો વિશ્વાસ નહોતો આવતો કે તેણે આટલા બધા રૂપિયા જીતી લીધા છે.

નોર્થ કેરોલિનામાં રહેતો બ્રિઆન આ રૂપિયા તેના નાના બિઝનેસને આગળ વધારવા માટે કરશે.

અન્ય સમાચારો પણ છે...