આ તે કેવી સજા?!:અમેરિકાનો એક યુવક પોતાને સજા આપવા માટે 24 કલાક રેસ્ટોરાંમાં પૂરાઈ રહ્યો, 15 કલાકમાં 9 વૉફલ્સ ઝાપટી ગયો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના યુવક લી સેન્ડર્લિને પોતાની જાતને આવી સજા આપી
  • ઓનલાઈન ફૂટબોલ ગેમ 'ફેન્ટસી ફૂટબોલ લીગ'માં છેલ્લો નંબર આવતા તેને આવો વિચાર આવ્યો

'સજા'નું નામ પડે એટલે ભલભલાના પરસેવાં છૂટી જાય, પરંતુ જો કોઈ માણસ પોતાને સજા આપવા 15 કલાકમાં 9 વૉફલ્સ ઝાપટી જાય તો! આ સજા કંઈક મજા કરાવે તેવી લાગે. આવી સજા અમેરિકાના યુવક લી સેન્ડર્લિને પોતાને આપી છે. ઓનલાઈન ફૂટબોલ ગેમ 'ફેન્ટસી ફૂટબોલ લીગ'માં છેલ્લો નંબર આવતા લીએ પોતાને આવી સજા આપવાનો વિચાર કર્યો.

લીએ એક વૉફલ શૉપમાં 15 કલાક બેસીને 9 વૉફલ્સ ઝાપટી લીધા. તેણે રેસ્ટોરાંમાં 24 કલાક બેસવાનું મન બનાવી લીધું. લીનું આ કામ થોડીક મિનિટમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયું. લીએ પોતાને આ સજા આપી રહ્યો છે તેનું ટ્વીટ કર્યું. ત્યારબાદ તેણે દર થોડી મિનિટે પોતાની સજાની અપડેટ્સ આપી. લીના ટ્વીસ સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઈરલ થયાં.

લી આટલા બધા કલાકો સુધી વૉફલ હાઉસમાં એકપછી એક વૉફલની મજા માણી રહ્યો હતો પરંતુ સ્ટાફને તેની જાણ જ ન થઈ. લીએ ટ્વીટ કરીને લખ્યું કે સ્ટાફને પણ વિશ્વાસ નથી કે હું આટલા બધા કલાકથી અહીં બેઠો છું.

લીના ટ્વીટ્સ સોશિયલ મીડિયા પર એટલા વાઈરલ થયા કે થોડીક મિનિટમાં તેના ટ્વીટ્સ પર કમેન્ટ્સનો વરસાદ થયો. કેટલાક યુઝરે તેને સજા નહિ પરંતુ મજા ગણાવી. તો કેટલાક યુઝરે કહ્યું ભાઈ રેસ્ટોરાંના સ્ટાફને ટિપ આપી દેજે.