ફુગ્ગા પર પ્રતિબંધ તો કોન્ડોમનો ઉપયોગ કર્યો:અમેરિકા-ચીને જાસૂસી માટે ઉપયોગ કર્યો, પાકિસ્તાનમાં ફુગ્ગાથી થાય છે હેરોઇનની તસ્કરી

3 મહિનો પહેલાલેખક: સંજીવ કુમાર
  • કૉપી લિંક

ફેબ્રુઆરીની શરૂઆતમાં ચીનના બલૂનને મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યા બાદ અમેરિકાએ લાલ આંખ કરી છે. તો ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીને ભારત સહિત ઘણા દેશોની જાસૂસી કરી છે. તો બીજી તરફ અમેરિકાએ જ ફુગ્ગાઓનો સૌથી વધુ ઉપયોગ હથિયાર તરીકે કર્યો છે.

બીજી તરફ પાર્ટીઓમાં, લગ્નમાં અને રમત-ગમતમાં ફુગ્ગાઓનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હતો. જેની ખરાબ અસર પર્યાવરણ ઉપર પડતા ફુગ્ગાના વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. તો લોકોએ પણ બુદ્ધિ ચલાવીને ફુગ્ગાના વિકલ્પ તરીકે કોન્ડોમનો ઉપયોગ કરવા લાગ્યા છે. હદ તો ત્યારે થાય છે જયારે કોઈ બર્થડે પાર્ટી, હેર બેન્ડ સહિત અનેક કામમાં કોન્ડોમનો ઉપયોગ થવા લાગ્યો છે.

ફુગ્ગાનો ઉપયોગ કરીને તસ્કરી પણ કરવામાં આવે છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર તસ્કરોએ નશીલા પદાર્થની સપ્લાઈ માટે ફુગ્ગાઓનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. ફેબ્રુઆરીમાં બીએસએફ દ્વારા જપ્ત કરવામાં આવેલા હેરોઇનના પેકેટથી આ વાતનો ખુલાસો કર્યો છે.

આવો ગ્રાફિક્સથી જાણીએ જાસૂસી બલૂન વિશે...

જે બલૂન વડે ભારત અને અમેરિકામાં ઘુસીને જાસૂસી થઈ રહી છે તે કોઈ સામાન્ય બલૂન નથી. તેનો ઇતિહાસ બીજા વિશ્વયુદ્ધ સાથે જોડાયેલો છે.

ફ્રાન્સથી શરૂઆત થઇ, અમેરિકાએ ફાયદો ઉઠાવ્યો
1794માં ફ્રાન્સિસ ક્રાંતિ દરમિયાન જાસૂસી અને યુદ્વ માટે પેહલીવાર બલૂનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફ્રેન્ચ એરોસ્ટેટિક કોર્પ્સે 'ઇન્ડસ્ટ્રિયલ' બલૂનનો ઉપયોગ કર્યો હતો.

બલૂનને ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન Symbol of Republic તરીકે જોવામાં આવતું હતું.
બલૂનને ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન Symbol of Republic તરીકે જોવામાં આવતું હતું.

આ બાદમાં અમેરિકન સિવિલ વૉરમાં ઘણા બલૂનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમ-જેમ ટેક્નોલોજીમાં ફેરફાર થયો તેમ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફોન લાઇનને ફુગ્ગાઓ સાથે જોડવામાં આવી જેથી માહિતી રિયલ ટાઈમમાં મોકલી શકાય. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ ફુગ્ગાઓનો ઘણો ઉપયોગ કર્યો હતો. જાપાન સહિતના દુશ્મન દેશોનાં સૈન્યનું લોકેશન અને અને હિલચાલ જાણવા માટે અમેરિકાએ હજારો બલૂનોનો ઉપયોગ કર્યો હતો. શીત યુદ્ધ દરમિયાન અમેરિકાએ 'પ્રોજેક્ટ મોબી ડિક' અને 'પ્રોજેક્ટ જેન્ટ્રિક્સ' સફળતાપૂર્વક ચલાવ્યા હતા. આ પ્રોજેક્ટ્સ હેઠળ અમેરિકાએ સોવિયેત યુનિયન ઉપર કેમેરાથી સજ્જ હજારો ફુગ્ગાઓ ઉડાવ્યા હતાં.

સ્પાય સેટેલાઇટથી વધારે સ્માર્ટ જાસૂસી બલૂન, રડારને પણ આપી દે છે હાથતાળી
અમેરિકા એરફોર્સની એર કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજના એક રિપોર્ટ અનુસાર, આ જાસૂસી બલૂન કેટલીકવાર સેટેલાઇટ કરતાં વધુ સારી ઇન્ટેલિજન્સ મશીનરી સાબિત થાય છે. આ બલૂન સરળતાથી સંવેદનશીલ બુદ્ધિ એકત્ર કરી શકે છે, જે સેટેલાઇટ માટે સૌથી મુશ્કેલ કાર્ય છે. દેખરેખ માટે સેટેલાઇટ ખર્ચાળ સાબિત થાય છે, કારણ કે તેના માટે અવકાશ પ્રક્ષેપણોની જરૂર પડે છે. હિલીયમ ગેસથી ભરેલા હોવાથી જાસૂસી ફુગ્ગાઓ હળવા હોય છે અને તેમાં સ્થાપિત અદ્યતન કેમેરા સૈન્યની જમાવટ અને હિલચાલને શોધી કાઢવાની સાથે રડારની પકડમાં આવતા નથી. તેઓ ઉપગ્રહો કરતાં વધુ સ્પષ્ટ ફોટા લે છે, કારણ કે ઉપગ્રહો 90 મિનિટમાં પૃથ્વીની આસપાસ ફરે છે અને આ ઝડપને કારણે તેમના કેમેરાના ફોટા ઝાંખા પડી જાય છે.

જાસૂસી સિવાય ફુગ્ગાઓનો ઉપયોગ બીજી અનેક રીતે કરવામાં આવે છે, આ સાથે જ આજકાલ અનેક પ્રકારના ફુગ્ગાઓ મળે છે.

240 વર્ષ પહેલાં આકાશમાં ઊડવાનો પહેલો અનુભવ હોટ એર બલૂને આપ્યો
આજથી લગભગ 240 વર્ષ પહેલાં માણસને આકાશમાં જઈને અને હોટ એર બલૂન દ્વારા પૃથ્વી પર પાછા ફરવાનો પ્રથમ અનુભવ થયો હતો. ફ્રાન્સના જોસેફ-મિશેલ ભાઈઓએ 4 જૂન 1783ના રોજ વિશ્વનું પ્રથમ હોટ એર બલૂન બનાવ્યું હતું. જે લગભગ 10 મિનિટ સુધી હવામાં ઉડ્યું હતું. લગભગ અગિયાર મહિના પછી, 21 નવેમ્બર 1783ના રોજ હોટ એર બલૂને પેરિસમાં તેની પ્રથમ ઉડાન બે માનવીઓ - જીન ફ્રાન્કોઈસ અને ફ્રાન્કોઈસ લોરેન્ટને લઈને કરી હતી. આ કરિશ્મા રાઈટ બંધુઓના વિમાને તેની પ્રથમ ઉડાન ભર્યા તેના લગભગ 120 વર્ષ પહેલા થઈ હતી.

આવો જાણીએ ક્યા મટીરીયલ્સમાંથી ફુગ્ગાઓ બને છે

ફુગ્ગાઓનો ઉપયોગ માત્ર સજાવટ અને જાસૂસી માટે જ થતો નથી, પરંતુ તેનો ઉપયોગ સ્થૂળતા ઘટાડવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ કરવામાં આવે છે.

પેટમાં ફુગ્ગાને નાખો અને 20 કિલો વજન ઘટાડો
ખાસ પ્રકારના બલૂનની ​​મદદથી એક વર્ષમાં 15 થી 20 કિલો વજન સરળતાથી ઘટાડી શકાય છે. લિક્વિડથી ભરેલું આ બલૂન પેટમાં એક ખાસ જગ્યાએ રહીને ભૂખને કંટ્રોલ કરે છે. જેના કારણે વ્યક્તિનો ખોરાક ઓછો થઈ જાય છે અને વજન ઘટવા લાગે છે.

પ્રોફેસર પ્રવીર રાયે, ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગ, SGPGI લખનૌએ એક વર્કશોપમાં જણાવ્યું હતું કે, ગેસ્ટ્રિક બલૂન સ્થૂળતા ઘટાડવાનો એક સરળ રસ્તો બની ગયો છે. જેમાં એન્ડોસ્કોપી દ્વારા દર્દીના પેટમાં સિલિકોન બલૂન દાખલ કરવામાં આવે છે, જેની ક્ષમતા 300 થી 800 ml પ્રવાહી હોય છે.

ફુગ્ગાને પેટમાં નાખ્યા બાદ તેમાં વાદળી રંગનું પ્રવાહી ભરવામાં આવે છે જેથી પેટની અંદર બલૂનમાંથી લીકેજ હોય ​​તો તેની ઓળખ કરી શકાય. આ બલૂન વ્યક્તિના પેટમાં એક વર્ષ સુધી રહી શકે છે.

હાર્ટને મજબૂત કરવા માટે બલૂન થેરાપી કારગર
હાર્ટને મજબૂત રાખવા માટે બલૂન થેરાપીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે નસોમાં લોહીનો પ્રવાહ યોગ્ય ન હોય તો હાર્ટને અનેક જોખમોનો સામનો કરવો પડે છે. જેના કારણે છાતીમાં દુખાવો અથવા એન્જેનાનો અટેક આવી શકે છે. અને જો કોરોનરી ધમનીઓ સંપૂર્ણપણે અવરોધિત હોય,તો હાર્ટ અટેક આવે છે. આ સ્થિતિમાં બલૂન થેરાપી એટલે કે કોરોનરી એન્જીયોપ્લાસ્ટીની પ્રક્રિયા અપનાવવામાં આવે છે જેના દ્વારા બંધ ધમનીઓ ખોલવામાં આવે છે. કોરોનરી એન્જીયોપ્લાસ્ટીમાં ખૂબ જ નાનું બલૂન જેવું ઉપકરણ વપરાય છે. આ ઉપકરણ ધમનીની અંદર ફૂલે છે અને તેને પહોળી કરવામાં મદદ કરે છે.

નાનો કે મોટો કોઈ પ્રસંગ હોય તો ફુગ્ગાઓથી ડેકોરેશન કરવું સામાન્ય વાત છે. પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે રબરના બલૂનની ​​શોધ લગભગ 200 વર્ષ પહેલાં 1824માં માઈકલ ફેરાડે દ્વારા કરવામાં આવી હતી. આ ફુગ્ગા રબરના ઝાડમાંથી કાઢવામાં આવેલા લેટેક્માંથી બનાવવામાં આવે છે. રબરનું ઝાડ લગભગ 40 વર્ષ સુધી લેટેક્સ આપી શકે છે.

એક સમય રમતનું નામ હતું 'ફુગ્ગો'
મેકમિલન ડિક્શનરી અનુસાર, બલૂન શબ્દ કદાચ ઇટાલિયન શબ્દ 'પેલોન' પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે 'મોટો બોલ'. 1570ના દાયકામાં બલૂનિંગ એ એક લોકપ્રિય રમત હતી જે મોટા ફૂલેલા ચામડાના બોલનો ઉપયોગ કરીને રમવામાં આવતી હતી જેને લાત મારીને આગળ પાછળ ફેંકવામાં આવતો હતો. 1590ના દાયકા સુધી બલૂન શબ્દનો ઉપયોગ બોલ માટે જ થતો રહ્યો.

પાકિસ્તાનમાં પ્લાસ્ટિકના ફુગ્ગાઓમાં રસોઈમાં ઉપયોગમાં લેવાતો LPG ગેસ ભરી રહ્યા
પાકિસ્તાનમાં પ્લાસ્ટિકના ફુગ્ગાઓમાં રસોઈમાં ઉપયોગમાં લેવાતો LPG ગેસ ભરી રહ્યા

ફુગ્ગામાં ગેસ ભરીને LPGની સંગ્રહખોરી કરે છે પાકિસ્તાન
પાડોશી દેશ પાકિસ્તાનમાં આર્થિક કટોકટી બાદથી મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે અને રોજબરોજની વસ્તુઓની પણ અછત જોવા મળે છે. આ વર્ષે જાન્યુઆરીમાં એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં લોકો સિલિન્ડરની જગ્યાએ પ્લાસ્ટિકના ફુગ્ગાઓમાં રસોઈમાં ઉપયોગમાં લેવાતો LPG ગેસ ભરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, લોકો આવું એટલા માટે કરી રહ્યા હતા જેથી વધુને વધુ ગેસનો સંગ્રહ કરી શકાય.

અમેરિકાના ક્યુબામાં ફુગ્ગા પર પ્રતિબંધ કરવામાં આવતા લોકો વિકલ્પ તરીકે કોન્ડોમના ફુગ્ગા બનાવે છે!
5 વર્ષ પહેલાં 2018માં અમેરિકાએ ક્યુબા પર ફુગ્ગા સહિત તમામ જરૂરી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ક્યુબાના લોકોએ જન્મદિવસની પાર્ટીઓ, તહેવારો સહિત અનેક પ્રસંગોમાં ફુગ્ગાને બદલે કોન્ડોમનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. દેશની તમામ ખામીઓ જોઈને અહીંના લોકોએ ઉપલબ્ધ વસ્તુઓ સાથે બાકીનું કામ પૂર્ણ કરવાનું વધુ મુનાસિબ માન્યું.

અમેરિકાના ઘણા વિસ્તારોમાં ફુગ્ગા પર પ્રતિબંધ
અમેરિકાના વર્જીનિયા, મેરીલેન્ડ અને હવાઈમાં તમામ પ્રકારની સામગ્રીમાંથી બનેલા બલૂન પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે કેલિફોર્નિયાએ પણ ફુગ્ગા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પછી ન્યુયોર્ક અને ફ્લોરિડામાં પણ પ્રતિબંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.

માઇક્રોપ્લાસ્ટિક્સનો અભ્યાસ કરતી સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યુશન ઑફ ઓશનોગ્રાફીના સંશોધક કારા વિગિની કહે છે કે, ફુગ્ગા સજીવો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, દરિયાઈ જીવો પાણીમાં તરતા ફુગ્ગાઓ ખાય છે. જો દરિયાઈ પક્ષીઓ તેને ખાય છે, તો તેમના મૃત્યુનું જોખમ 32 ગણું વધી જાય છે.જંગલી જાનવરના પેટ સુધી પહોંચવાનો ભય રહે છે.

અમેરિકામાં સ્થાનિક ફાયર ક્રૂએ ચેતવણી આપી છે કે, ફોઇલ બલૂન પાવર લાઇનમાં ફસાઇ શકે છે અને શહેરમાં બ્લેક આઉટ સાથે આગનું જોખમ વધી શકે છે. નિષ્ણાતો કહે છે કે, ઘણી વખત ફુગ્ગાના કારણે આગની ઘટનાને પ્રોત્સાહન આપવામાં આવે છે. જો આવું જંગલોમાં થાય તો આગ મોટા પાયે ફેલાય છે.

તૂટી પડેલો જાસૂસી ફુગ્ગો
તૂટી પડેલો જાસૂસી ફુગ્ગો

અદાણીનો રિપોર્ટ આપનાર હિંડનબર્ગ રિસર્ચ કંપનીનું પણ ફુગ્ગા સાથે અનેરું કનેક્શન
અદાણી જૂથ પર આંગળી ચીંધનારી ​​હિંડનબર્ગ કંપનીનું નામ પણ બલૂન ઉપરથી જ રાખવામાં આવ્યું છે. હકીકતમાં, 'હિંડનબર્ગ' નામ લગભગ 86 વર્ષ પહેલાં 6 મે 1937ના અકસ્માત બાદ ચર્ચામાં આવ્યું હતું. આ તારીખે જર્મનીનું પ્રખ્યાત એરશિપ 'હિંડનબર્ગ' યુએસએના ન્યુ જર્સી નજીક નેકહર્સ્ટ નેવલ એર સ્ટેશન પર ઉતરવાનું હતું. પરંતુ એરશીપમાં હાઇડ્રોજન ગેસથી ભરેલો બલૂન અથવા ગેસ બેગ વિસ્ફોટ થયો હતો અને વિમાનમાં સવાર કુલ 97 લોકોમાંથી 35 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બાકીના હિન્ડેનબર્ગ એરશીપ પરથી 200 મીટરની ઊંચાઈએ કૂદીને બચી ગયા.

આરોપ છે કે હાઈડ્રોજન બલૂનમાં અગાઉ પણ અકસ્માતો થયા હતા, આ સ્થિતિમાં આ અકસ્માત ટાળી શકાયો હોત. પરંતુ એરલાઈન્સે બળજબરીથી 100 લોકોને આ હવાઈ જહાજમાં બેસાડ્યા. હિંડનબર્ગ કંપનીનો દાવો છે કે આ ઘટનાની તર્જ પર તેઓ શેરબજારમાં ગરબડ પર નજર રાખે છે અને તેનો પર્દાફાશ કરે છે.