તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પપ્પાએ પ્રેરણા આપી:અમેરિકામાં યુવતીએ 6 ફૂટ લાંબા વાળ ચેરિટીને ડોનેટ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, છેલ્લા 17 વર્ષથી હેર કટ નહોતા કરાવ્યાં

22 દિવસ પહેલા
  • 30 વર્ષીય ઝહાબે છેલ્લે 13 વર્ષની ઉંમરે વાળ કપાવ્યા હતા
  • નાનીએ ઘરે બનાવેલા હેર ઓઈલને લીધે ઝહાબના વાળ લાંબા અને ઘટ્ટ હતાં

લાંબા વાળની જાળવણી કરવી એ કોઈ નાનીસૂની વાત નથી. વાળ વધારવામાં ઘણો બધો સમય અને મહેનત કરવી પડે છે. જો કોઈ આપણને લાંબા વાળ કપાવવાનું કહે તો ચોક્કસથી દુઃખ થાય છે પણ અમેરિકામાં તો એક યુવતીએ ચેરિટી માટે પોતાના 6 ફૂટ લાંબા વાળ ડોનેટ કર્યા. છેલ્લા 17 વર્ષથી તેણે એક પણ વખત હેરકટ કરાવ્યા નહોતા. નોર્થ વર્જીનિયામાં રહેતી ઝહાબ કમાલ ખાનને હેર ડોનેટ કરવાની પ્રેરણા તેના પિતા પાસેથી મળી. ઝહાબના આ પ્રેરણાત્મક કામ બદલ તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું.

કેન્સર પીડિત બાળકોને મદદ કરી
30 વર્ષીય ઝહાબે છેલ્લે 13 વર્ષની ઉંમરે વાળ કપાવ્યા હતા. ઝહાબ એક પ્રોફેશનલ સ્ક્વાશ પ્લેયર છે. જે બાળકોએ બીમારીને લીધે વાળ ગુમાવ્યા હોય તે ઓર્ગેનાઈઝેશનને હેર ડોનેટ કર્યા. ઝહાબે કહ્યું, મારા પિતાને એક આઈડિયાએ મારી લાઈફ ચેન્જ કરી દીધી. 18 વર્ષોનું મારું સપનું પૂરું થયું. મને ખુશી છે કે, મારા વાળને લીધે હું અનેક કેન્સર પીડિત બાળકોની મદદ કરી શકી.

શોર્ટ હેર જોઇને થોડું દુઃખ થયું
ઝહાબે પોતાના લાંબા વાળ પાછળનું સિક્રેટ પણ જણાવ્યું. તેના નાનીએ ઘરે બનાવેલા તેલને લીધે ઝહાબના હેર લાંબા અને ઘટ્ટ હતાં. જો કે, તે હેર કટ પછી થોડી નર્વસ થઈ ગઈ હતી. ઝહાબે કહ્યું, હું શોર્ટ હેર કરાવવા માટે ખુશ પણ હતી અને નર્વસ પણ. હું મારા લાંબા હેરને હંમેશાં યાદ કરીશ.