• Gujarati News
  • Lifestyle
  • Us Army From Applying Lipstick Nailpaint To Breast Feeding Dress, Whenever Decisions Were Taken In Favor Of Women Soldiers

નવી પહેલ:અમેરિકન સેનામાં ફરજ બજાવતી મહિલાઓને તેમની સાઈઝ પ્રમાણે આર્મર મળશે, આની પહેલાં લિપસ્ટિક-નેલપોલિશ અને ખુલ્લા હેર રાખવાની છૂટ મળી ચૂકી છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકન આર્મી નેશનલ ગાર્ડની મહિલાઓને અમુક કેસમાં છૂટ આપી હતી
  • મહિલા સૈનિકો ફિલ્ડ કે કોમ્બેટમાં ના હોય ત્યારે સ્ટડ ઈયરિંગ્સ પહેરી શકે છે

અમેરિકન સેનાએ એકે નવી પહેલ કરી છે. સેનામાં ફરજ બજાવતી મહિલાઓ અને ઠીંગણા પુરુષોને તેમની સાઈઝ પ્રમાણે આર્મર મળશે. આર્મરમાં ત્રણ નવી સાઈઝ એક્સ્ટ્રા સ્મૉલ, સ્મોલ શોર્ટ અને સ્મોલ લોન્ગ સામેલ કરી છે.

લાંબા સમયથી આર્મરની સાઈઝને લઈને મહિલાઓ અને ઠીંગણા પુરુષો ફરિયાદ કરતા રહેતા હતા. આ બધા સૈનિકોએ લાંબા સમય સુધી ઇરાક-અફઘાનિસ્તાનમાં યુદ્ધ સંઘર્ષ જોયો છે. હવે ત્યાં 82મા એરબોર્ન ડિવિઝનના 4500થી વધારે સૈનિકોને મોડ્યુલર વેસ્ટ આપવામાં આવ્યો છે. ટૂંક સમયમાં મહિલા સૈનિકોને તેમની સાઈઝના કોમ્બેટ આપવામાં આવે છે.

મહિલા સૈનિકોને લિપસ્ટિક અને નેલ પેઇન્ટની પરવાનગી
આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકન આર્મી નેશનલ ગાર્ડની મહિલાઓને અમુક કેસમાં છૂટ આપી, પહેલાં ખુલ્લા વાળ રાખવા અને લિપસ્ટિક લગાવવાની છૂટ નહોતી, પરંતુ હવે તેઓ ટાઈટ બનની જગ્યાએ પોની કે પછી ખુલ્લા હેર રાખી શકે છે. વાળમાં હાઇલાઇટ્સ, લાઈટ શેડની લિપસ્ટિક અને નેલપોલિશ લગાવી શકે છે. જ્યારે તેઓ ફિલ્ડ કે કોમ્બેટમાં ના હોય ત્યારે સ્ટડ ઈયરિંગ્સ પહેરી શકે છે.

બ્રેસ્ટફીડિંગને ધ્યાનમાં રાખીને નવી ટીશર્ટ ડિઝાઇન
અમેરિકામાં જે મહિલા સૈનિકના નાના બાળકો છે તેમનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. બ્રેસ્ટ ફીડિંગ માટે નવી નર્સિંગ ટીશર્ટ બનાવવામાં આવી.

આ કામ ફર્સ્ટટાઈમ થયું. મહિલા સૈનિક અનઝિપ કર્યા વગર કે કવર કર્યા વગર પોતાના બાળકને દૂધ પીવડાવી શકે છે. હવે બ્રેસ્ટફીડિંગ માટે તેમને કોઈ જગ્યા નહીં શોધવી પડે.

ભારતમાં 1%થી ઓછી મહિલા સૈનિકોની ભાગીદારી
ભારતીય સેનામાં નેવી, આર્મી અને એરફોર્સમાં મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીએ ઘણી ઓછી છે. ત્રણેય સેનામાં આશરે 14 લાખની ફોજ છે.

તેમાં મહિલાઓની ભાગીદારી માત્ર 0.66% છે. ભારતીય આર્મીમાં 6807 મહિલાઓ છે. ઇન્ડિયન એરફોર્સમાં 1607 અને ઇન્ડિયન નેવીમાં 704 મહિલાઓ સામેલ છે. જો કે, સુપ્રીમ કોર્ટે એક્ઝામ માટે જે નિર્ણય જાહેર કર્યો છે તેનાથી ભવિષ્યમાં આંકડો વધી શકે છે.