• Gujarati News
  • Lifestyle
  • UP Bride Slaps Groom After Getting Out Of Car At In laws' House, Returns To Parents' Home

ઉત્તર પ્રદેશ:દુલ્હાનું પ્રેમ પ્રકરણ ખબર પડતા દુલ્હને સાસરે પગ મૂકતા પહેલાં બધા વચ્ચે તેને લાફો ઝીંકી દીધો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુલ્હન વેડિંગ આઉટફિટ બદલીને પોતાના ઘરે પાછી આવી ગઈ
  • વર અને કન્યા પક્ષ વચ્ચે ઝઘડો થતા આ કેસ પોલીસ પાસે પહોંચ્યો હતો

ઉત્તર પ્રદેશમાં ક્યારેય સાંભળ્યા ના હોય તેવા લગ્નનાં વિચિત્ર કેસ સામે આવી રહ્યા છે. હાલમાં એક નવી નવેલી દુલ્હને સાસરે પહોંચતાની સાથે જ તેના પતિને મહેમાનોની સામે લાફો ઝીંકી દીધો હતો. લાફો માર્યા પછી તે સાસરેથી પોતાના ઘરે પાછી આવી ગઈ. દુલ્હનને તેના પતિનાં લવ અફેર વિશે ખબર પડતા તેણે આવું કર્યું હતું.

આ ઘટના આખા ગામમાં વાયુ વેગે ફેલાઈ ગઈ
આ ઘટના જોનપુર જીલ્લાના લાવાયે ગામની છે. દુલ્હન કારમાં બેસીને સાસરે પહોંચી હતી. તેનો સાસરી પક્ષ તેનું સ્વાગત કરવા માટે ઊભા હતા. આ દરમિયાન તેણે ઘરમાં પગ મૂક્યો તે પહેલાં જ તેના ઘરવાળાને લાફો માર્યો અને વેડિંગ આઉટફિટ બદલીને ઘરે પરત આવી ગઈ. આ ઘટના આખા ગામમાં વાયુ વેગે ફેલાઈ ગઈ હતી.

વર અને કન્યા પક્ષને શાંત કરવા પોલીસે આવવું પડ્યું
શરુઆતની તપાસમાં ખબર પડી કે, દુલ્હાને લવ અફેર હોવાની વાત દુલ્હન જાણી ગઈ હતી. આથી જ તેણે બધા વચ્ચે થપ્પડ માર્યો હતો. જો કે, આ કેસમાં મહેમાનોને નવાઈ લાગી કારણકે સમગ્ર લગ્ન દરમિયાન અને વિદાઈમાં પણ દુલ્હન કઈ બોલી નહીં. લગ્ન કરી લીધા પછી તેણે આવું કર્યું. વર અને કન્યા પક્ષ વચ્ચે ઝઘડો થતા આ કેસ પોલીસ પાસે પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષને શાંત કરીને માહોલ થાળે પાડ્યો હતો.

આની પહેલાં આ જ જીલ્લામાં 10 દિવસ પહેલાં દુલ્હાએ જયમાલા દરમિયાન દુલ્હનને લાફો માર્યો હતો. લગ્નમાં મહેમાનોને બદલે પોલીસને આવવું પડ્યું હતું અને બંને પક્ષનો ઝઘડો સોલ્વ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...