જાદુઈ ટેબ્લેટ:આ નાનકડી ટેબ્લેટ ગંદા પાણીને 99.9% સુધી બેક્ટેરિયા ફ્રી બનાવશે, જાણો તેની કમાલ અને ફાયદા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ટેબ્લેટ અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી

સ્વચ્છ પીવાનું પાણી જીવનની સૌથી મોટી જરૂરિયાત છે. દુનિયામાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં કુદરતી રીતે સ્વચ્છ પાણી ઉપલબ્ધ થતું નથી. આવા વિસ્તારોમાં સ્વચ્છ પાણી માટે વૈજ્ઞાનિકોએ હાઈડ્રોજેલ ટેબ્લેટ તૈયાર કરી. આ ટેબ્લેટ નદી અને તળાવના પાણીને 1 કલાકની અંદર સ્વચ્છ બનાવશે. આ ટેબ્લેટનો એક પ્રોટોટાઈપ તૈયાર કરાયો છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ટેબ્લેટ 99.9% સુધી પાણી બેક્ટેરિયામુક્ત બનાવે છે.

આ ટેબ્લેટ અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે. સામાન્ય રીતે પાણી બેક્ટેરિયા ફ્રી કરવા માટે તેને ઉકાળવામાં આવે છે. તેમાં સમય અને ઊર્જા બંને વેડફાય છે, પરંતુ નવી હાઈડ્રોજેલ ટેબ્લેટથી સમય અને ઊર્જા બંને બચાવી પાણી પીવાલાયક બનાવી શકાશે.

હાઈડ્રેજેલ ટેબ્લેટની કમાલ
વૈજ્ઞાનિકોનો દાવો છે તે આ ટેબ્લેટ નદી કે તળાવના પાણીથી ભરેલા કન્ટેનરને 99.9% બેક્ટેરિયા ફ્રી બનાવે છે તે પણ માત્ર 1 કલાકમાં. 1 કલાક સુધી આ ટેબ્લેટ પાણીમાં રાખ્યા બાદ તેને કાઢી લેવાની હોય છે. ટેબ્લેટ બહાર કાઢ્યા બાદ પાણીમાં કોઈ કેમિકલ રહેતા નથી.

સંશોધકોનો દાવો છે કે, પાણીમાં ઉમેરાયા બાદ આ ટેબ્લેટ હાઈડ્રોજન પેરોક્સાઈડ જનરેટ કરે છે. તે કાર્બન પાર્ટિકલ સાથે બેક્ટેરિયાનો નાશ કરે છે. રિસર્ચમાં દાવો કરાયો છે કે આ ટેબ્લેટ એવા કોઈ પણ કેમિકલ કે બાય પ્રોડક્ટ પાણીમાં નથી રહેવા દેતી જેનાથી શરીરને નુક્સાન થાય. આ ટેબ્લેટના પ્રયોગ બાદ ડરને સાઈડ પ્લીઝ કહી પાણી પી શકાય છે.

હાઈડ્રોજેલના ફાયદા
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાઈડ્રોજેલ પાણી પ્યોર કરવાની ટેક્નોલોજી પણ વધુ સારી બનાવશે. સોલર ડિસ્ટિલેશનમાં પાણી સ્વચ્છ બનાવવા માટે સૂર્ય પ્રકાશ પર નિર્ભર રહેવું પડે છે. ગરમીમાંથી બનેલી વરાળ એકઠી કરવામાં આવે છે અને પાણી તૈયાર કરવામાં આવે છે. આ પ્રોસેસમાં કેટલાક સૂક્ષ્મ જીવોની હાજરી હોઈ શકે છે. નવી હાઈડ્રોજેલથી આ પાણી બેક્ટેરિયા ફ્રી બનાવી શકાય છે.

પાણી સ્વચ્છ કરવાની સસ્તી અને સરળ રીત
સંશોધકોએ કહ્યું કે, રિસર્ચમાં હાઈડ્રોજેલ ટેક્નિકનો પ્રયોગ હાલ નાના સ્તરે કરવામાં આવ્યો, પરંતુ તેને મોટા લેવલે ઉપયોગમાં લઈ શકાશે. આ પાણી સાફ કરવાની સસ્તી અને સરળ રીત છે. દરેક પ્રકારના કન્ટેનર માટે આ ટેક્નિકનો ઉપયોગ કરવો સરળ બનશે.

આ ટેબ્લેટ દુનિયા માટે ગેમચેન્જર બનશે
રિસર્ચર ગુઈહુઆ યુએ કહ્યું કે, દુનિયાભરમાં ચોખ્ખાં પાણીની અછતની તકલીફ દૂર કરવા માટે હાઈડ્રોજેલ ટેબ્લેટ ગેમચેન્જર સાબિત થશે. આનો ઉપયોગ કરવો સરળ છે આથી આ બહુ મોટો ચેન્જ લાવશે.

રિસર્ચ ટીમે કહ્યું કે, લોકોને હાઈડ્રોજેલ ટેબ્લેટ મળે તે માટે ટીમનું કામ ચાલુ છે. આ ઉપરાંત આને કઈ રીતે વધારે સારી બનાવી અલગ-અલગ બેક્ટેરિયાની સાથે વાઇરસનો નાશ પણ કરી શકાય તે દિશામાં રિસર્ચ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...