તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Unique Assignment To Check 'heart Rate', 13 Horror Movie Viewers Will Be Given Rs 1 Lakh By This Company

મૂવી જુઓ, કમાણી કરો:‘હાર્ટ રેટ’ ચેક કરવા અનોખું અસાઈનમેન્ટ, 13 હૉરર ફિલ્મ જોનારાને આ કંપની આપશે 1 લાખ રૂપિયા

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘ફાઇનાન્સ બઝ’ કંપની ‘હૉરર મૂવી હાર્ટ રેટ એનાલિસ્ટ’ શોધી રહી છે
  • સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સે 9 થી 18 ઓક્ટોબર દરમિયાન 13 હૉરર ફિલ્મ` જોવાના રહેશે

જો તમને હૉરર ફિલ્મો જોવી ગમતી હોય તો તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. ‘ફાઇનાન્સ બઝ’ કંપની 13 હૉરર ફિલ્મ જોનારાને રિટર્નમાં 1 લાખ રૂપિયા હશે. આ વાત પ્રથમવારમાં તો માનવામાં આવે એવી નથી પણ ઓફર સાચી છે.

9 દિવસના કામનાં 1 લાખ રૂપિયા
‘ફાઇનાન્સ બઝ’ કંપની હૉરર મૂવી હાર્ટ રેટ એનાલિસ્ટ શોધી રહી છે. આ ટાસ્ક પૂરું કરનારાને કંપની 1300 ડોલર એટલે કે 1 લાખ રૂપિયા આપશે. મૂવી જોતી વખતે દર્શકોની ‘હાર્ટ રેટ‘ ચેક કરવા માટે કંપની આ રીતે એનાલિસિસ કરી રહી છે. સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સે 9 થી 18 ઓક્ટોબર દરમિયાન 13 ફિલ્મો જોવાના રહેશે.

આ હૉરર ફિલ્મ જોવી પડશે
કંપનીએ સિલેક્ટ કરેલા હૉરર મૂવીમાં ‘સ્પાઈરલ: સૉ’, ‘એમિટિવિલ હૉરર’, ‘અ ક્વાઈટ પ્લેસ’, ‘અ ક્વાઈટ પ્લેસ 2’, ‘કેન્ડિમેન’, ‘ઈંસિડિયસ’, ‘ધ બ્લેર વિચ પ્રોજેક્ટ’, ‘સિનિસ્ટર’, ‘ગેટ આઉટ’, ‘ધ પર્જ’, ‘હેલોવિન(2018)’, ‘પેરાનોર્મલ એક્ટિવિટી’ અને ‘એનાબેલ’ સામેલ છે.

કેન્ડિડેટ્સની ઉંમર ફરજીયાત 18 વર્ષ હોવી જોઈએ
આ પોસ્ટ માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર ફરજીયાત 18 વર્ષ હોવી જોઈએ. અપ્લાય કરવાનો છેલ્લો દિવસ 26 સપ્ટેમ્બર છે. વધારે જાણકારી માટે અહીં ક્લિક કરો. 1 ઓક્ટોબરના રોજ સિલેક્ટેડ કેન્ડિડેટ્સનું નામ જાહેર કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...