• Gujarati News
  • Lifestyle
  • Unhappy With Restaurant Service, Staff Tipped Rs 2,300 On ₹ 2,300 Bill, Negative Tip Bill Goes Viral

અમેરિકા:રેસ્ટોરાંની ભંગાર સર્વિસથી ગુસ્સે થયેલા ગ્રાહકે ₹2300 બિલ પર -2300 રૂપિયાની ટિપ આપી, ‘નેગેટિવ ટિપ’નું બિલ વાઈરલ થયું!

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટો ઓર્ડર, લાંબી રાહ અને વેઈટ્રેસોનાં ખરાબ વર્તનને કારણે ગ્રાહકે ‘નેગેટિવ ટિપ’ આપી
  • નેગેટિવ ટિપ કઈ રીતે આપી શકાય તે વિશે સોશિયલ મીડિયાના ઓટલે ચર્ચા ચાલી

અમેરિકાની રેસ્ટોરાંના એક ગ્રાહકે સ્ટાફને આપેલી ટિપની રકમ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. રસપ્રદ વાત એવી છે કે તે ગ્રાહકે રેસ્ટોરાંના સ્ટાફને ‘નેગેટિવ ટિપ’ આપી છે. બિલમાં ગ્રાહકે માઈનસમાં પૈસા આપી સૌને વિચારવા મજબૂર કર્યા છે.

ગ્રાહકને આ રેસ્ટોરાંની સર્વિસ એટલી ભંગાર લાગી કે તેણે ટિપ તો ન આપી, ઊલટાની ‘નેગેટિવ ટિપ’નો નવો કન્સેપ્ટ વિચારી કાઢ્યો. એટલું જ નહીં, એ ગ્રાહકે સોશિયલ મીડિયા પર આ નેગેટિવ ટિપ આપી હોવાનો વીડિયો પણ શેર કર્યો. બિલની અમાઉન્ટ $32.49 (આશરે 2300 રૂપિયા) છે. એની સામે એણે એટલી જ રકમની નેગેટિવ ટિપ ગણી કાઢીને શૂન્ય રૂપિયાનું બિલ કર્યું!

જેટલી રકમનું બિલ એટલી જ નેગેટિવ ટિપ, યાને કે બિલની રકમ શૂન્ય!
જેટલી રકમનું બિલ એટલી જ નેગેટિવ ટિપ, યાને કે બિલની રકમ શૂન્ય!

ગ્રાહકનું કહેવું છે કે આ રેસ્ટોરાંની સર્વિસ તદ્દન ભંગાર છે, મંગાવેલી વસ્તુઓની જગ્યાએ ભળતી જ વાનગીઓના ઓર્ડર સર્વ કરી દીધા, એ પણ લાંબી રાહ જોવડાવી અને ઉપરથી વેઇટ્રેસોનું વર્તન પણ તદ્દન ખરાબ હતું. એટલે આ રેસ્ટોરાં નેગેટિવ ટિપને જ લાયક છે.

ગુસ્સો ઠાલવતાં નેગેટિપ ટિપ આપી
જોકે નેગેટિવ ટિપ આપીને ગ્રાહકે માત્ર પોતાનો ગુસ્સો દર્શાવ્યો છે. ખરેખર આ વસ્તુ શક્ય નથી. કેમ કે, એણે વાનગીઓ તો આરોગી લીધી હતી. એટલે તેણે રેસ્ટોરાંને બિલની રકમ ચૂકવવી પડી. સોશિયલ મીડિયા પર નેગેટિવ ટિપનું બિલ વાઈરલ થતાં યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રેસ્ટોરાં સર્વિસથી નાખુશ યુઝર્સ આ ટ્રિકને બેસ્ટ ગણાવી રહ્યા છે તો કેટલાક ઉદાર યુઝર્સે આ ગ્રાહકને સલાહ આપી કે 'માણસ માત્ર ભૂલને પાત્ર' ગણી હંમેશાં રેસ્ટોરાં સ્ટાફને ટિપ આપવી જોઈએ. કેટલાક યુઝર આ ગ્રાહકની મજાક પણ ઉડાવી રહ્યા છે.