તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Unemployed Youth Rejected 300 Times In A Week, Could Not Find A Job Even After Spending Rs.

જુગાડ:બેરોજગાર યુવક એક અઠવાડિયામાં 300 વખત રિજેક્ટ થયો, રૂ.40000 ખર્ચીને આખા શહેરમાં હોર્ડિંગ્સ લગાવ્યા છતાં પણ નોકરી ન મળી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 વર્ષીય ક્રિસ હાર્કિનને જ્યારે નોકરી ન મળી તો તેને હોર્ડિંગ્સ બનાવી દીધા
  • બિલબોર્ડમાં ક્રિસે લખ્યું, પ્લીઝ હાયર મી.

બેરોજગાર વ્યક્તિ નોકરી મેળવવા માટે લોકો શું શું નથી કરતા. નોકરી માટે 300 જગ્યાએ અરજી આપ્યા બાદ પણ જ્યારે એક યુવકને નોકરી ન મળી તો તેને એક જુગાડ શોધી કાઢ્યો. બેરોજગારીથી કંટાળીને આ યુવકે જોબ માટે શહેરમાં પોતાના હોર્ડિંગ્સ (બિલબોર્ડ) લગાવી દીધા. આ હોર્ડિંગ્સ પર યુવકે ઘણો ખર્ચો કર્યો છે. તેને હોર્ડિંગ્સ માટે 40 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે.

યુવકે શહેરમાં હોર્ડિંગ લગાવી દીધા
ધ મિરરની વેબસાઈટના અનુસાર, આ કિસ્સો ઉત્તરી આયર્લેન્ડનો છે. 24 વર્ષીય ક્રિસ હાર્કિનને જ્યારે નોકરી ન મળી તો તેને હોર્ડિંગ્સ બનાવી દીધા અને તેમાં તેને પોતાના ફોટોની સાથે લખ્યું, ‘પ્લીઝ હાયર મી.’ એટલે કે મને નોકરી પર રાખો. આ બિલબોર્ડમાં ક્રિસે પોતાના વિશે 3 પોઈન્ટમાં કેટલીક જાણકારી પણ આપી છે, જેમ કે તે ગ્રેજ્યુએટ છે અને અનુભવી કન્ટેન્ટ રાઈટર છે. ક્રિસ સપ્ટેમ્બર 2019થી નોકરી શોધી રહ્યો હતો પરંતુ તેને ક્યાય નોકરી ન મળી.

આ રીતે આઈડિયા આવ્યો
નોકરી મેળવવા માટે હોર્ડિંગ અથવા બિલબોર્ડ લગાવવાનો આઈડિયા ક્રિસને પોતાની બહેનની સાથે વાતચીત દરમિયાન આવ્યો. તેની બહેન સોશિયલ મીડિયા મેનેજર છે અને એક એડ કેમ્પેન માટે બિલબોર્ડ લગાવવા પર કામ કરી રહી હતી. જો કે, બિલબોર્ડ લગાવવા અને તેમાં 40 હજાર રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ ક્રિસને નોકરી ન મળી. ક્રિસ જણાવે છે કે, 2 વર્ષ નોકરી શોધ્યા બાદ હું ઘણો નિરાશ થઈ ગયો હતો. ત્યારે મેં નોકરી મેળવવા માટે યુટ્યુબ ચેનલ પર વીડિયો બનાવવા વિશે પણ વિચાર્યું પરંતુ પછી મને બિલબોર્ડ લગાવવાનો આઈડિયા યોગ્ય લાગ્યો.