• Gujarati News
  • Lifestyle
  • Unemployed Youth In London Put CV On Board At A Metro Station, Got An Interview Call In 3 Hours And Got A Dream Job In 3 Days

આઈડિયાએ નોકરી અપાવી:લંડનમાં બેરોજગાર યુવકે મેટ્રો સ્ટેશનમાં બોર્ડ પર CV મૂક્યું, 3 કલાકમાં ઇન્ટરવ્યૂ કોલ અને 3 દિવસમાં ડ્રીમ જોબ મળી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 વર્ષીય હૈદર મલિકના CVની 100 કોપી ખાલી થઈ ગઈ
  • હૈદરના પિતાએ લંડનમાં કેબ ડ્રાઈવરની 12થી 14 કલાક નોકરી કરેલી છે

કોરોના મહામારી પછી દુનિયભરમાં બેરોજગારી વધી ગઈ. ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને તેમની ડ્રીમ શોધવામાં ફાંફા મારવા પડે છે. નાછૂટકે તેમને બીજી કોઈ નોકરી સ્વીકારવાનો વારો પણ આવે છે.સામાન્ય રીતે બેરોજગાર લોકો હાથમાં CV લઈને નોકરી માટે ભટકતા હોય છે પણ લંડનમાં રહેતા 24 વર્ષીય હૈદર મલિકે નોકરી શોધવા માટે એક નવી જ ટ્રિક વાપરી. તે મેટ્રો સ્ટેશન પર CVના બોર્ડ સાથે ઊભો રહ્યો, 3 કલાકમાં તેને ઇન્ટરવ્યૂ માટે કોલ આવ્યો અને 3 દિવસમાં જોબ મળી ગઈ.

બોર્ડ પર લિન્ક્ડઈન અને CVનો QR કોડ
મેટ્રો સ્ટેશન પર સૌથી વધારે અવર-જવર હોય છે આથી હૈદરે આ જગ્યાએ ઊભા રહેવાનું નક્કી કર્યું. હૈદર મલિકની બાજુમાં એક બોર્ડ હતું. તેમાં હૈદરનું ગ્રેજ્યુએશન, ટાઈપ ઓફ જોબ અને લિન્ક્ડઈન અને CVનો QR કોડ હતો.

હૈદરનો આઈડિયા લોકોને ગમ્યો
લોકડાઉન વખતે બિઝનેસ અને ફાઇનાન્સ ગ્રેજ્યુએટ હૈદરે નેશનલ હેલ્થ સર્વિસમાં કામ કર્યું હતું. સ્ટેશન પર આવતા જતા દરેકનું ધ્યાન આ બોર્ડ પર જતું ઘણા લોકો ઊભા રહેતા અને તેના આ અપ્રોચના વખાણ કરતા. તે દિવસે હૈદરનું CV 100 લોકો લઇ ગયા હતા.

CVનો QR કોડ કેમ રાખ્યો?
હૈદરે કહ્યું, હું સ્ટેશન પર પોણા સાત વાગ્યાનો ઊભો હતો. શરૂઆતમાં 10 મિનિટ ઊભો રહ્યો ત્યારે મને થોડું ઓક્વર્ડ લાગ્યું. હું ખાલી હાથે ઊભો હતો અને મારી બેગમાં CVની કોપી પડી હતી. શરૂઆતમાં લોકો જોઈને હતા રહેતા તે પછી મેં આવતા-જતા લોકો સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. મારા પ્રયત્નોને લીધે એક કલાકમાં 100 CVની કોપી ખાલી થઈ ગઈ. મેં CV અને મારી લિન્ક્ડઈન પ્રોફાઈલ મૂકવાને બદલે QR કોડ રાખ્યા. આ કોડથી કોઈ પણ વ્યક્તિ ડાઉનલોડ કરેલી ફાઈલ તેમના સમયે જોઈ શકે છે.

હૈદરનું કામ મીડિયામાં છવાઈ ગયું
હૈદર બાળપણથી લંડનની ફેમસ બિઝનેસ બિલ્ડિંગ કેનરી વૉર્ફમાં કામ કરવાનું સપનું જોતો હતો, સ્ટેશન પર એક કેનરી વૉર્ફ ગ્રુપના એક મેમ્બરે હૈદરનો CV કોડ સ્કેન કર્યો અને હૈદરને માત્ર ત્રણ કલાકમાં ઇન્ટરવ્યૂ માટે કોલ આવ્યો. હૈદરે ફોનમાં ચેક કર્યું કે તે ન્યૂઝ વેબસાઈટ પર છવાઈ ગયો છે અને તેના આઈડિયાથી જોબ મળી.

પિતા મારા રોલ મોડલ
હૈદરના જીવનમાં પ્રેરણા સ્ત્રોત તેના પિતા મેહમૂદ મલિક છે. હૈદરે કહ્યું, મારા 67 વર્ષીય પિતા પાકિસ્તાની માઈગ્રેન્ટ છે. તેઓ ટીનેજર હતા ત્યારે ઇંગ્લેન્ડ આવ્યા હતા. પિતાએ અમારું ગુજરાન ચલાવવા માટે 12થી 14 કલાક સુધી કેબ ડ્રાઈવરની નોકરી કરી. તેઓ ભાગ્યે જ ઘરે રહેતા હતા. મારા પિતા મમ્મીને હાથમાં રૂપિયા આવતા ત્યારે તેમના ચહેરા પર ખુશી છલકાતી. હું પિતાની મહેનતને લીધે સ્કૂલ અને યુનિવર્સીટીમાં ભણ્યો. તેમણે મને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી. હું તેમનો આભારી રહીશ.

અન્ય સમાચારો પણ છે...