• Gujarati News
  • Lifestyle
  • Unable To Afford The Dentist's Meager Fee For Dental Treatment, The Woman Performed A Bizarre Experiment, Breaking 11 Teeth Herself In 3 Years.

મજબૂરી:દાંતની ટ્રીટમેન્ટ માટે ડેન્ટિસ્ટની મસમોટી ફી ન પરવડતાં મહિલાએ વિચિત્ર પ્રયોગ કર્યો, જાતે જ 3 વર્ષમાં 11 દાંત તોડી દીધા

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનની ડેનિએલ વોટ્સે જાતે જ તેના દાંત તોડી દીધા
  • સરકારી દવાખાનાંમાંથી મદદ ન મળતાં અને પ્રાઈવેટની ફી ન પરવડતાં તેણે આ નિર્યણ લીધો

તમારાં દાંત પડું પડું થઈ રહ્યા હોય અને તમને સર્જરીની જરૂર હોય તેવા ટાણે તમે જાતે જ તમારા દાંત તોડવાની હિંમત કરો ખરા? આવી હિંમત બ્રિટનની 42 વર્ષીય ડેનિએલ વોટ્સે કરી છે. આવું કરવા પાછળનું કારણ જાણી તમને નવાઈ લાગશે. ડેન્ટિસ્ટની ફી ડેનિએલને પરવડે તેવી ન હોવાથી તેણે જાતે જ દાંત બહાર ખેંચવાનો નિર્ણય કર્યો.

ડેનિએલના ઘણા વર્ષોથી દાંતમાં તકલીફ હતી તેના દાંત ઢીલા પડી ગયા હતા. તે સફોક વિસ્તારમાં રહેતી હતી તેના ડેન્ટિસ્ટે 6 વર્ષ પહેલાં ક્લિનિકના પાટિયાં પાડી દીધા હતા. તે નજીકના સરકારી દવાખાને જતી,પરંતુ ત્યાં તેની સારવાર માટે કોઈ ડેન્ટિસ્ટ અવેલેબલ જ નહોતા. પ્રાઈવેટ ડૉક્ટર્સ મસમોટી ફી માગતા હતા.

3 વર્ષમાં 11 દાંત પાડ્યાં​​​​​​​
અથાક પ્રયત્નો કર્યા બાદ તેણે જાતે જ તેનાં દાંત તોડવાનો નિર્ણય. લીધો. તે છેલ્લાં 3 વર્ષમાં પોતાના 11 દાંત પાડી ચૂકી છે. તેના દાંતની સ્થિતિ એટલી ગંભીર બની હતી કે તે કાંઈ પણ ખાતી તો તેને દુખાવો થતો હતો. તેના દાંત પડું પડું થઈ રહ્યા હતા.

સરકાર પાસેથી હજુ પણ આશા
​​​​​​​પેનકિલર્સ પણ તેના દાંતના દુખાવાને મટાડી શક્યા નહિ. તેણે સ્મિત રેલાવાનું પણ બંધ કર્યું હતું. તે સ્પષ્ટ ઉચ્ચારણમાં બોલી પણ નહોતી શકતી. તેને કારણે તેનો આત્મવિશ્વાસ ઓછો થયો હતો. દુનિયાભરની તકલીફો સહન કર્યા બાદ તેણે જાતે જ પોતાના દાંત તોડવાનો નિર્ણય લીધો હતો. હવે ડેનિએલ ઈચ્છે છે કે તેની સારસંભાળ માટે સરકાર કોઈ વ્યવસ્થા કરે.

અન્ય સમાચારો પણ છે...