• Gujarati News
  • Lifestyle
  • Ukrainian Beauty Wields A Sword, Then Someone Wears A Soft Drink Can Dress, See Amazing Photos

ભારતની દિવિતા રાય બની ‘સોને કી ચીડિયા’:યુક્રેની સુંદરીએ તલવાર વીંઝી, તો કોઇએ સોફ્ટડ્રિંકનાં કેનનો ડ્રેસ પહેર્યો, જુઓ અદભુત તસવીરો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મિસ યુનિવર્સનું 71મી યુનિવર્સ કોમ્પિટિશન 14 જાન્યુઆરીના રોજ અમેરિકાના લ્યુઇસિયાનાના ન્યૂ ઓર્લિયન્સમાં યોજાશે. આ કોમ્પિટિશનમાં વિશ્વભરની 86 જેટલી મહિલાઓ તાજ માટે સ્પર્ધા કરી રહી છે. ગયા વર્ષે ભારતની હરનાઝ કૌરે આ ખિતાબ જીત્યો હતો અને તેને મિસ યુનિવર્સ-2021નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ વર્ષે ભારત તરફથી દિવિતા રાય આ તાજને જીતવા માટે કોમ્પિટિશનમાં ભાગ લઈ રહી છે. આજે આ કોમ્પિટિશનનાં પ્રિલિમિનરી રાઉન્ડમાં દરેક દેશની સુંદરી જુદી-જુદી થીમ પર પોશાક પહેરીને આ કોમ્પિટિશનમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

મિસ ઇન્ડિયાઃ ‘સોને કી ચીડિયા’
મિસ ઈન્ડિયા દિવિતા રાયે ડિઝાઇનર અભિષેક શર્માએ ડિઝાઈન કરેલો ‘સોને કી ચીડિયા’ થીમ પોશાક પહેરીને સ્ટેજ પર હાજરી આપી હતી. આ માટે એણે બાકાયદા ગોલ્ડન પાંખો પણ લગાડી હતી! ડિઝાઈનર અભિષેક શર્માના મતે, આ પોશાક ભારતની શાંતિ, શુદ્ધતા અને આધ્યાત્મિક દૃષ્ટિબિંદુને રજૂ કરે છે. તેઓએ સમજાવ્યું હતું કે, ‘પોશાકનો સોનેરી રંગ માત્ર સોનાને જ એક તત્ત્વ તરીકે રજૂ કરતો નથી પરંતુ, સોનાની શુદ્ધતાનાં અંતર્ગત મૂલ્યને પણ રજૂ કરે છે. તેના પોશાક પર મોતીનું ભરતકામ સ્ત્રીત્વને રજૂ કરે છે.’

મિસ નેપાળઃ શક્તિ રૂપેણ સંસ્થિતા
નેપાળી સુંદરી સોફિયા ભુજેલ ‘શક્તિ’ની થીમ પર દેવી દુર્ગા બનીને મિસ યુનિવર્સના સ્ટેજ પર આવી હતી. એ કપાળમાં ત્રીજું નેત્ર ચીતરાવીને અને હાથમાં ત્રિશૂળ લઇને રેમ્પ પર આવી હતી.

મિસ થાઇલેન્ડઃ સોડાનાં કેનનાં ઢાંકણાંમાંથી બનાવ્યો ડ્રેસ
મિસ થાઇલેન્ડની એના સુઆંગમ-ઇમે તેના માતા-પિતાને અંજલિ આપવા માટે ડ્રિંક કેનનાં ઢાંકણાં પરનાં પુલ-ટેબ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલો અપસાઇકલ ડ્રેસ પહેર્યો હતો. તેણે આ પોશાકની વિશેષતા જણાવતા કહ્યું કે, ‘કેન ટેબ એક એવી વસ્તુ કે, જેને આખુ વિશ્વ નકામી માને છે, તે ખરેખર પોતાનું મૂલ્ય અને સુંદરતા ધરાવે છે.’ મિસ થાઇલેન્ડના પિતા કચરો એકઠો કરે છે, જ્યારે તેની માતા થાઇલેન્ડના રસ્તાઓ વાળે છે.

મિસ યુક્રેનઃ હમ સે જો ટકરાયેગા
છેલ્લા એક વર્ષથી રશિયાની સામે લોહિયાળ જંગ ખેલી રહેલા યુક્રેનની સુંદરી વિક્ટોરિયા અપાનાસેન્કોએ મિસ યુનિવર્સના સ્ટેજ પર પોતાના દેશનો લડાયક મિજાજ બતાવ્યો હતો. ‘વૉરિયર ઑફ લાઇટ’ થીમના એના ડ્રેસમાં ખૂલી શકે તેવી શિકારી પક્ષીની વિશાળ પાંખો લગાવેલી હતી. સાથોસાથ તે હાથમાં લાંબીલચક તલવાર પણ લઇને આવી હતી, જે એણે સ્ટેજ પર આવીને વીંઝી હતી. તેનો આ ડ્રેસ અને મિજાજ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયો છે.

મિસ અલ સાલ્વાડોરઃ બિટકોઇનનો ડ્રેસ!
સાલ્વાડોરન નાણાકીય પ્રણાલીનો વિકાસ એ વાતનો પુરાવો છે કે, સાલ્વાડોરનાં લોકોએ તેમના ઇતિહાસનાં વિવિધ તબક્કે તેમનાં અર્થતંત્રને કેવી રીતે પરિવર્તિત કર્યું છે?’ સ્ટેજ પર તેનો પરિચય આપતાં એક યજમાને જાહેર કર્યું, ‘યુ ડોન્ટ નીડ સેશ વેન યુ આર ડ્રેસ્ડ એઝ કેશ.’ મિસ અલ સાલ્વાડોર, એલેક્ઝાન્ડ્રા ગુઆજાર્ડો સદા કોલાનનો પોશાક પહેરીને સ્ટેજ પર દેખાઈ હતી, જે 1892થી 2001 સુધી અલ સાલ્વાડોરનું ચલણ હતું, જ્યારે ફ્રાન્સિસ્કો ફ્લોરેસનાં પ્રમુખપદ દરમિયાન તેનું સ્થાન અમેરિકન ડૉલરે લીધું હતું. મધ્ય અમેરિકા અલ સાલ્વાડોર ક્રિપ્ટોકરન્સીને કાનૂની બનાવનારો વિશ્વનો પ્રથમ દેશ છે.

મિસ ઇન્ડોનેશિયાઃ રેમ્પ પર ચાલતું જહાજ
મિસ ઇન્ડોનેશિયા લક્ષ્મી ડી નીફ સુઅરદાના (Laksmi De Neefe Suardana)એ અદભૂત સોનાથી શણગારેલો લિયોટાર્ડ પહેર્યો હતો અને તેના બાકીના પોશાકમાં ઘણાં પાસાંઓનો સમાવેશ કર્યો હતો - તેના ખભા અને માથાની ઉપર તેણે અદભુત સુવર્ણ સમુદ્ર જહાજ પહેર્યું હતું, જેમાં સઢ હતાં અને તેના હાથમાં એક શક્તિશાળી ભાલો હતો.

મિસ લાઓસઃ ‘લેડી ઈન પિન્ક!’
મિસ લાઓસ, પેયંગક્સા લોરને મણકાવાળા ડ્રેસમાં સ્ટેજ પર જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. મિસ લાઓસનો ડ્રેસ પરંપરાગત ગુલાબી રંગના તમામ શેડ્સમાં પોમ પોમ્સ, ટેસેલ્સ અને તેનાથી પણ વધુ મણકાથી ભરેલો હતો.

મિસ નેધરલેન્ડ્સઃ છોકરી નામે બિસ્કિટ
મિસ નેધરલેન્ડ્સના નમ્ર સ્ટ્રોપવૉફેલને યોગ્ય શ્રદ્ધાંજલિ આપતાં ઓના મૂડીએ ટુટુ પોશાકની પસંદગી કરી. તેણીએ તેના માથા પર ટીપોટ પણ પહેર્યો હતો.

મિસ બલ્ગેરિયાઃ દરિયાઈ બ્યુટી
બલ્ગેરિયાની મિસ ક્રિસ્ટીના પ્લેમેનોવા રેતીના લીલીની જેમ પોશાક પહેરીને સ્ટેજ પર આવી, જે સામાન્ય રીતે બલ્ગેરિયાનાં દરિયાકિનારાનાં ભાગોમાં જોવા મળે છે.

મિસ ગ્વાટેમાલાઃ ‘અલંકૃત!’
ગ્વાટેમાલાની મિસ ઈવાના બેચેલરે પોતાના ગાઉન માટે એક અદ્દભૂત ગોલ્ડન માસ્ટરપીસ પસંદ કરી હતી. આ જટિલ ગાઉનમાં પક્ષીઓ, માસ્ક અને ઉત્કૃષ્ટ હીરા અને ઝવેરાત દર્શાવવામાં આવ્યા છે.

મને ગર્જના કરતી સાંભળો!
પેરાગ્વેની મિસ લિયા આયમારા દુઆર્ટે એશમોરે આ સ્પર્ધા માટે સિંહનું માથું તો પહેર્યું જ હતું, પરંતુ તેના આઉટફિટમાં 'પાઝ વાય જસ્ટિનિયા' સાઇન પણ હતી, જે લેટિન અમેરિકાની હ્યુમન રાઇટ્સ નોનગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે.

કોણ છે આ વર્ષે મિસ યુનિવર્સનાં યજમાનો?
આ વર્ષના યજમાનો મિસ યુનિવર્સ 2012 ઓલિવિયા કુલ્પો અને 'ધ રિયલ' સ્ટાર જીનીન માઇ જેનકિન્સ હશે જ્યારે બેકસ્ટેજ કોમેન્ટરી મિસ યુનિવર્સ 2018 કેટ્રિઓના ગ્રે અને 'એક્સેસ હોલિવૂડના સંવાદદાતા ઝુરી હોલ દ્વારા કરવામાં આવશે, જેઓ છેલ્લી બે મિસ યુએસએ સ્પર્ધાઓ માટે યજમાન પણ રહી ચૂક્યા છે. ભારતીય માનક સમય અનુસાર, મિસ યુનિવર્સ 2023 રવિવારે સવારે એટલે કે 15 જાન્યુઆરીએ સવારે 6:30 વાગ્યે થશે. ઇસ્ટર્ન ટાઇમ અનુસાર બ્યુટી પેજન્ટ શનિવારે સાંજે એટલે કે 14 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યે યોજાશે.

મિસ યુનિવર્સ કોમ્પિટિશન ક્યાં જોઈ શકાશે?
ભારતમાં દર્શકો આ સ્ટ્રીમને વાયકોમ-18ની માલિકીની એપ VOOT પર લાઇવ જોઇ શકે છે અથવા JKN-18 ચેનલની ઓફિશિયલ ફેસબુક અને યુટ્યુબ ચેનલો પર જોઈ શકે છે.