સાયન્સ ઓફ સ્મેલ:લીંબુંની સુગંધ ફ્રેશ અને ફિટ થવાનો અહેસાસ કરાવે છે તો વેનીલાની સુગંધ સ્થૂળતાનો અનુભવ કરાવે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડની સુસેક્સ યુનિવર્સિટીના સંશોધકોનો દાવો
  • કહ્યું- શરીર માટે આપણા નેગેટિવ વિચારોને સુંગંધ બદલી શકે છે

લીંબુંની સુગંધ ફ્રેશ અને ફિટ થવાનો અહેસાસ કરાવે છે તો વેનીલાની સુગંધ સ્થૂળતાનો અનુભવ કરાવે છે કે તમારું વજન વધારે છે. આ દાવો ઈંગ્લેન્ડની સુસેક્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં કર્યો છે.

સુસેક્સ સુનિવર્સિટીના PhD સ્કોલર ગિયાડા બ્રિઆંઝા જણાવે છે કે, અમારું રિસર્ચ જણાવે છે કે સુગંધ આપણા શરીર વિશે નેગેટિવ વિચારને કેવી રીતે બદલી નાખે છે. આપણી વસ્તુઓને મેહસૂસ કરવાની રીત અને ઈમોશન્સ બદલાઈ જાય છે.

સુગંધ પણ થેરપી
ગિયાડા જણાવે છે કે, ટેક્નોલોજી અને કપડાંમાં સુગંધનો ઉપયોગ કરી બોડી પરસેપ્શન ડિસઓર્ડરની સારવાર કરી શકાય છે. ઘણા લોકો પોતાના શરીર વિશે નેગેટિવ વિચારો ધરાવે છે. સુગંધની મદદથી તે બદલી શકાય છે. વધારે વજન ધરાવતા લોકોના નેગેટિવ વિચાર બદલી શકાય છે.

સુસેક્સ યુનિવર્સિટીના પ્રોફેસર મારિયાના ઓબ્રિસ્ટ જણાવે છે તે, જ્યારે લીંબું અથવા અન્ય વસ્તુની સુગંધ નાકમાંથી પસાર થાય છે તો આપણા શરીર પ્રત્યેના વિચાર બદલાઈ જાય છે.

લીંબું પાણી પીવાના ફાયદા: ત્વચાની કરચલી ઘટશે, કેન્સરનું જોખમ ઓછું થશે

  • વેબએમડીના જણાવ્યાનુસાર, લીંબું પાણી પીવાથી વિટામિન-Cની ઊણપ દૂર થાય છે. તે ત્વચા પર કરચલી ઘટાડે છે અને વધતી જતી ઉંમરની અસર ઓછી કરે છે.
  • લીંબુંમાં ફ્લેવેનોઈડ્સ, ફિનોલિક એસિડ અને ઘણા એવા ઓઈલ્સ હોય છે જે શરીરની કોશિકાઓને ડેમેજ કરનારા ફ્રી રેડિકલ્સ સામે લડત આપે છે.
  • લીંબું પાણી પીવાથી ઈમ્યુનિટી વધે છે અને ઘણા પ્રકારની સીઝનલ બીમારી દૂર થાય છે.
  • તેમાં રહેલાં એન્ટિ ઓક્સીડેન્ટ્સ બોન, લિવર, બ્રેસ્ટ, કોલોન અને સ્ટમક કેન્સરથી બચાવે છે.
  • તેમાં એક પ્રકારનું ખાસ કેમિકલ જોવા મળે છે, જે મગજની કોશિકાઓને ઝેરી તત્વોથી સુરક્ષિત રાખે છે. તેથી અલ્ઝાઈમર્સ અને પાર્કિન્સન્સ ડિસીઝનું જોખમ ઓછું રહે છે.
અન્ય સમાચારો પણ છે...