તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેરેસ્ટ કેસ:48 વર્ષના વ્યક્તિને વીજળી અને 5G રેડિએશનથી એલર્જી, 4 વર્ષ પહેલાં થાક, વેટલૉસ અને માથાના દુખાવાના લક્ષણો જોવા મળ્યા હતા

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનના બ્રૂનો બેરિકનો દાવો, તેઓ દુર્લભ બીમારી ઈલેક્ટ્રોસેન્સિટિવિટીથી પીડિત છે
  • બીમારીને લીધે ફેમિલી મેમ્બર્સને ટીવી, મોબાઈલ અને વીજળીનો ઓછો ઉપયોગ કરવો પડે છે

શું કોઈને ઈલેક્ટ્રિસિટી અર્થાત વીજળીથી પણ એલર્જી હોઈ શકે છે? સાંભળવામાં જેટલી આ વાત આશ્ચર્યચકિત લાગી રહી છે તેટલો જ આશ્ચર્યચકિત એક બ્રિટનનો કેસ પણ છે. બ્રિટનના બ્રૂનો બેરિકે દાવો કર્યો છે કે તેમને વીજળી અને 5G રેડિએશનથી એલર્જી છે. 48 વર્ષના બ્રૂનોનું કહેવું છે કે, તેઓ સામાન્ય જીવન જીવી રહ્યા હતા, પરંતુ 4 વર્ષ પહેલાં થાક, બર્નિંગ સેન્સેશન, વેટલૉસ અને માથાના દુખાવા જેવી સમસ્યાઓ સર્જાવા લાગી. તેમને એ સમજવામાં વર્ષો લાગી ગયા કે તેઓ દુર્લભ બીમારી ઈલેક્ટ્રોસેન્સિટિવિટીથી પીડિત છે.

કેદી જેવું જીવન બન્યું
બ્રૂનો કહે છે કે, મારું જીવન કેદી જેવું બન્યું છે. એલર્જીના જોખમને ઓછું કરવા માટે હું ઘરની બહાર ગાર્ડનમાં એક ખાસ પ્રકારનું આઉટહાઉસ બનાવી રહ્યો છું, જ્યાં હું રહી શકું. આ ઘરનો પ્રયોગ હું તે સમયે કરીશ જ્યારે મારા ઘરમાં વીજળીનો ઉપયોગ વધી જશે.

તેઓ કહે છે કે, વીજળી અને 5G રેડિએશનની મારા પર ખરાબ અસર થઈ રહી છે. જો મારા સામે કોઈ મોબાઈલનો પ્રયોગ થઈ રહ્યો હોય અથવા ઈલેક્ટ્રિસિટી ઓન હોય તો મારા પર તેની અસર થાય છે.

એલર્જીનું જોખમ ઘટાડવા માટે બ્રૂનો ઘરની બહાર ગાર્ડનમાં એક ખાસ આઉટહાઉસ બનાવી રહ્યા છે
એલર્જીનું જોખમ ઘટાડવા માટે બ્રૂનો ઘરની બહાર ગાર્ડનમાં એક ખાસ આઉટહાઉસ બનાવી રહ્યા છે

ઘરમાં ઈન્ટરનેટ અને સ્માર્ટ ટીવીને લીધે લક્ષણો જણાયા
બ્રૂનો જણાવે છે કે, 4 વર્ષ પહેલાં મને ઘણા પ્રકારના લક્ષણો જોવા મળ્યા. મને નહોતી ખબર કે આ લક્ષણો શા માટે જોવા મળ્યા છે. મારા ઘરે ઈન્ટરનેટ કનેક્શન હતું, વાઈફાઈ હતું, સ્માર્ટ ટીવી હતું. બ્રૂનોના ઘરમાં તેમના પત્ની સિવાય 3 દીકરીઓ પણ છે. ઈલેક્ટ્રોસેન્સિટિવિટી જેવી દુર્લભ બીમારીને લીધે ઘરના સભ્યોએ વીજળીનો ઓછામાં ઓછો ઉપયોગ કરે છે. ફેમિલી મેમ્બર્સ ઘરમાં ટીવી પણ નથી જોતા. વધારે સમય વીજળી અને હીટર બંધ રહે છે.

બીમારીને સમજવા માટે પણ ઘણી યાત્રા કરી
બ્રૂનો પોતાની બીમારીને સમજવા માટે અલગ અલગ એક્સપર્ટની મુલાકાત કરી. આ દરમિયાન ઘણા દેશોમાં તેમણે યાત્રા કરી અને ઘણો ખર્ચો પણ આવ્યો. તેમની મુલાકાત બ્રિટનમાં એક વ્યક્તિથી થઈ, બ્રૂનોએ તેને આખી કહાણી જણાવી. તે વ્યક્તિએ બ્રૂનોને વાઈફાઈ, મોબાઈલ ફોન અને વીજળીથી દૂર રહેવાની સલાહ આપી. એક્સપર્ટ જણાવે છે કે, બ્રિટનમાં માત્ર 4% લોકોમાં ઈલેક્ટ્રોસેન્સિટિવિટીના કેસ જોવા મળ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો