આજે આપણે સવારે જાગીએ ત્યારથી લઈને સુઈએ ત્યાં સુધી બળાત્કારની ઘટનાઓ વિશે જાણીએ છીએ. બળાત્કારની સજાને લઈને બધા જ દેશોમાં અલગ-અલગ કાયદાઓ છે. જેમાં અલગ-અલગ સજાઓ ફટકારવામાં આવે છે. યુનાઇટેડ કિંગડમમાં એક ભારતીય મૂળના ડૉક્ટર પર બળાત્કાર અને ઉત્પીડનના લગભગ 115 કેસ સાબિત થયા છે. 53 વર્ષીય મનીષ શાહને 90 ઉત્પીડનના ગુનાઓમાં 3 આજીવન કેદની સજા થઈ ચૂકી છે.
આ ડોક્ટર બિનજરૂરી મેડિકલ ટેસ્ટના બહાને મહિલાઓનું યૌન શોષણ કરીને હેરાન-પરેશાન કરતો હતો. આ ડોકટરની હાલમાં જ વધુ ચાર મહિલાઓ સાથે આ કૃત્ય કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે.
મહિલાઓના ઇન્ટર્નલ બોડી-ટેસ્ટ કરીને ફસાવતો હતો
બીબીસીના એક રિપોર્ટ મુજબ, મનીષ શાહ પૂર્વ લંડનના રોમફોર્ડમાં જનરલ પ્રેક્ટિસ ક્લિનિક ચલાવતો હતો, જેમાં તેણે ચાર મહિલાઓ પર 25 વખત યૌન ઉત્પીડન કર્યું હતું.
પ્રોસિક્યુટર રીલ કાર્મી-જોન્સ કેસીએ વેલ્સે કોર્ટમાં જણાવ્યું હતું કે, શાહે એવી મહિલાઓ સફાવી હતી જે મહિલાઓ સરળતાથી ફસાતી જતી હતી. ડોક્ટર તે સમયે વજાઈના ટેસ્ટ, બ્રેસ્ટ ટેસ્ટ અને ઇન્ટર્નલ ટેસ્ટ માટે સતતદબાણ કરતો હતો, હકીકતમાં મહિલાઓને આ પ્રકારના ટેસ્ટની કોઈ જરૂર ન હતી.
15-34 વર્ષની મહિલાઓને જ કરતો હતો શિકાર
કોર્ટે નવો ચુકાદો આપીને ડોક્ટરને 115 ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ડોકટર મનીષ શાહ 15 થી 34 વર્ષની વયની 28 મહિલાઓ પર બળાત્કાર અથવા જાતીય હુમલો કર્યો હતો.
ડો.મનીષ શાહે પણ મહિલાઓને ફસાવવા માટે એન્જેલિના જોલી, જેડ ગુડી જેવી સેલિબ્રિટી સાથેની તેમની ઓળખાણનો ઉપયોગ કર્યો હતો. આ નિર્ણય બાદ હવે મનીષ શાહને ડિસેમ્બર 2033 સુધી જેલના સળિયા પાછળ રહેવું પડશે.
અમેરિકામાં ભારતીય મૂળના ડૉક્ટરે બોમ્બ હુમલાનું કાવતરું ઘડ્યું ને આજીવન કેદની સજા થઈ
12 વર્ષ પહેલાં અમેરિકાની કોર્ટે ભારતીય મૂળના ડૉક્ટર રણદીપ માનને 2009ના બોમ્બ હુમલાનું કાવતરું ઘડવા બદલ દોષી ઠેરવીને રણદીપને આજીવન કેદની સજા ફટકારી હતી. આ બોમ્બ હુમલામાં અરકાનસાસ મેડિકલ બોર્ડના અધ્યક્ષ ટ્રેન્ટ પિયર્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં ટ્રેન્ટને એક કાન અને એક આંખ ગુમાવવી પડી હતી.
અરકાનસસ રાજ્યના રસેલવિલેના એક ફિઝિશિયન રણદીપ માનનું આ પાછળનું કારણ એ હતું કે, ટ્રેન્ટે કેટલાક દર્દીઓને કથિત રીતે ઓવરડોઝ દવાઓ આપવા બદલ માનનું લાઇસન્સ રદ કર્યું હતું. માન પર એક લાખ અમેરિકી ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. માનની પત્ની સંગીતા પણ તપાસમાં અવરોધ ઉભી કરવા બદલ દોષી ઠરાઈ હતી. તેને 1 વર્ષની જેલ અને 50 હજાર અમેરિકન ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
ડૉ. નિબેદિતા પર 8 વર્ષ પહેલાં ગેરકાયદેસર દવાની મિલ ચલાવવાનો આરોપ છે
8 વર્ષ પહેલાં સ્ટેફોર્ડ ડૉ. નિબેદિતા મોહંતી પર અમેરિકામાં ગેરકાયદેસર દવાની મિલ ચલાવવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. નિબેદિતાને 3 વર્ષની જેલ થઈ હતી. નિબેદિતાની મિલની દવાના સેવનથી એક વ્યક્તિના મૃત્યુ અને ઘણા લોકોની તબિયત બગડવાની ઘટનાઓ પણ ઘટી હતી. નિબેદિતા સામે કુલ 45 કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.