હાઇટ ડઝન્ટ મેટર:ત્રણ ફૂટના પતિ ને પાંચ ફૂટની પત્નીએ સૌથી વધુ હાઇટ ડિફરન્સવાળા કપલનો રેકોર્ડ સર્જ્યો, પાંચ વર્ષનાં લગ્નજીવનમાં બે દીકરીઓ પણ છે

4 મહિનો પહેલા
  • પાંચ વર્ષથી સુખી લગ્નજીવન માણતા આ કપલને બે વર્ષની દીકરી ઓલિવિયા છે
  • જેમ્સની હાઈટ 3 ફૂટ 7 ઇંચ છે, જ્યારે તેની પત્ની ક્લોઇની હાઈટ 5 ફૂટ 5.4 ઇંચ છે

બ્રિટિશ કપલની હાઈટ વચ્ચે 2 ફૂટનો તફાવત છે, પણ તેમના પ્રેમમાં થોડો પણ તફાવત નથી. આ મેરિડ કપલે સૌથી વધારે હાઈટ ડિફરન્સ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પત્ની તેના પતિ કરતાં 2 ફૂટ ઊંચી છે.

જેમ્સ અને ક્લોઇ વર્ષ 2016માં લગ્નનાં તાંતણે બંધાયા હતા. 2 જૂને તેમણે ગ્રેટેસ્ટ હાઈટ ડિફરન્સ ઓફ મેરિડ કપલનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. જેમ્સની હાઈટ 3 ફૂટ 7 ઇંચ છે. જ્યારે તેની પત્ની ક્લોઇની હાઈટ 5 ફૂટ 5.4 ઇંચ છે. બંનેની હાઈટ વચ્ચે 1 ફૂટ 10 ઇંચનો તફાવત છે.

‘હું પણ બીજાની જેમ કામ કરી શકું છું’
જેમ્સ પહેલેથી ડાયસ્ટ્રોફિક ડાય્સપ્લેસિયા બીમારીથી પીડાય છે. આ બીમારી હાડકાંનાં વિકાસ પર અસર કરે છે. જેમ્સે કહ્યું, આટલી હાઈટ જોઇને ઘણાને નવાઈ લાગે પણ હું બધું કામ કરી શકું છું જે તમે કરી શકો છો. મારી કામ કરવાની રીત તમારા કરતાં અલગ છે. મને મારી બોડી પ્રત્યે કોઈ શરમ નથી.

સાત મહિના પછી જેમ્સે પ્રપોઝ કર્યો હતો
ક્લોઇએ કહ્યું, શરુઆતમાં મને ડર લાગતો હતો. લોકો અમને જોઇને શું કહેશે? બધાના વિચારો અલગ હોય છે. આપણે ઈમેજીન કરીએ તેવું થતું નથી. વર્ષ 2013માં બંનેએ તેમના લવને ચાન્સ આપવાનું નક્કી કર્યું. સાત મહિના પછી જેમ્સે નોર્થ વેલ્સમાં તળાવને કિનારે ક્લોઇને પ્રપોઝ કર્યો હતો.

‘પ્રેમ સામેવાળી વ્યક્તિના દેખાવથી થતો નથી’
ક્લોઇએ કહ્યું, અમારી લવ સ્ટોરી અમને અને દુનિયાનાં અનેક લોકોને ઘણું બધું શીખવાડે છે. પુસ્તકના કવર પરથી તમે જજ ના કરી શકો તે કેવું હશે! તમે જો કોઈને પ્રેમ કરો છો તો તે વ્યક્તિ કેવી છે આ બધા પ્રશ્નો તમારા માટે મહત્ત્વના નથી. જો તમે સાચો પ્રેમ કરતા હશો તો આ વિશે નહીં વિચારો. પ્રેમ કોઈં દેખાવથી થતો નથી.

પાંચ વર્ષથી સુખી લગ્નજીવન ગાળતા આ કપલને બે વર્ષની દીકરી ઓલિવિયા છે.

અન્ય સમાચારો પણ છે...