ત્રણ દેશો સાથે જોડાણ પણ નાગરિકતા કોઈની નથી:યુગાન્ડા, યુકે અને ભારતની જમીન મહિલા માટે ઓછી પડી, મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાણીતી બંગાળી લેખિકા તસ્લીમા નસરીનની એક નવલકથા છે - 'ઓરત કા કોઈ દેશ નહીં'. આ નવલકથામાં તસ્લીમાએ સ્ત્રીઓની પીડા વર્ણવી છે. બાંગ્લાદેશમાંથી દેશનિકાલ થયા બાદ તસ્લીમા નસરીને પોતાનાં અસ્તિતિવને ટકાવી રાખવા અનેક દેશોમાં નાગરિકતા માટે ભટકવું પડ્યું હતું. ભારતમાં પણ તેમને નાગરિકતા આપવામાં આવી નથી. આવી જ વાર્તા છે ઈલા પોપટની. ઈલાનો પોતાનો કોઈ દેશ જ નથી. 57 વર્ષથી ભારતમાં રહેતી ઈલાની નાગરિકતાની અરજી ત્રણ વખત ફગાવી દેવામાં આવી છે. ભારત ઉપરાંત બ્રિટન અને યુગાન્ડાએ પણ તેને નાગરિકતા આપવાનો ઈન્કાર કર્યો હતો.

એક અહેવાલ મુજબ 67 વર્ષીય ઈલા હાલમાં 'સ્ટેટ-લેસ' છે. હવે તેણે નાગરિકતા માટે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી છે, જેથી તેમનો પણ એક દેશ હોય, જેને તે પોતાનો કહી શકે.

માતા-પિતા ગુજરાતમાંથી યુગાન્ડા ચાલ્યા ગયા હતા
ખરેખર, ઇલાનાં માતા-પિતા ગુજરાતનાં પોરબંદરનાં વતની હતાં, જે બાદમાં આફ્રિકન દેશ યુગાન્ડામાં સ્થાયી થયા હતાં. યુગાન્ડાની તત્કાલીન બ્રિટિશ કોલોનીમાં મોટી સંખ્યામાં ભારતીય વેપારીઓ રહેતાં હતાં. ત્યાં તેમની સામાજિક-આર્થિક સ્થિતિ ઘણી સારી હતી. તેમને ત્યાં બોલચાલમાં 'બ્રાઉન સાહબ' કહેવામાં આવતા હતાં, પરંતુ યુગાન્ડામાં સ્થાયી થયેલા 'બ્રાઉન સાહેબ' સ્થાનિક લોકો સાથે સારો વ્યવહાર કરતાં ન હતાં. આ જ કારણ છે, કે અંગ્રેજોની નબળી પડી રહેલી સ્થિતિ વચ્ચે ત્યાં રહેતાં ભારતીયો સામે નફરત વધવા લાગી. જે બાદ મોટી સંખ્યામાં ભારતીય મૂળનાં વેપારીઓએ યુગાન્ડા છોડીને બ્રિટન અથવા ભારતની નાગરિકતા લીધી. ઈલાનાં માતા-પિતા પણ બ્રિટિશ પાસપોર્ટ પર ભારતમાં આવી ગયા હતાં. તે સમયે ઈલા માત્ર 10 વર્ષની હતી.

ચારેય બાજુથી ઠોકર ખાધા બાદ ઉંમરના આ તબક્કે ઈલાએ ન્યાય માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમની માગ છે કે કોર્ટ અધિકારીઓને તેમને નાગરિકતા આપવા માટે કહે
ચારેય બાજુથી ઠોકર ખાધા બાદ ઉંમરના આ તબક્કે ઈલાએ ન્યાય માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમની માગ છે કે કોર્ટ અધિકારીઓને તેમને નાગરિકતા આપવા માટે કહે

પતિ, બાળકો અને પૌત્ર-પૌત્રીઓ ભારતીય પરંતુ દાદીમાનો કોઈ દેશ નથી
નાની ઉંમરમાં ભારત આવ્યા બાદ ઈલા પૂરી રીતે ત્યાંની થઈ ગઈ હતી. તેમનો બાકીનો પરિવાર પહેલેથી જ ગુજરાતમાં રહેતો હતો. આવી સ્થિતિમાં તેને અહીં અડજસ્ટ થવામાં કોઈ મુશ્કેલી ન પડી. ઈલાનાં લગ્ન પણ અહીં જ થયા હતાં. તેનાં બાળકો અને પૌત્રો પણ અહી જ છે. તમામ ભારતીય નાગરિકો છે. ઈલા અહીં પોતાનો મત આપે છે અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પરંતુ તેને ભારતીય પાસપોર્ટ આપવામાં આવ્યો નથી.

યુગાન્ડા અને બ્રિટને પણ અરજી ફગાવી દીધી હતી
ભારતમાં નાગરિકતા ન મળતાં ઈલાએ યુગાન્ડાની નાગરિકતા માટે અરજી કરી હતી. ભારતમાં સ્થિત યુગાન્ડા એમ્બેસીએ સ્વીકાર્યું હતું, કે ઈલાનો જન્મ યુગાન્ડામાં થયો હતો, પરંતુ તેની નાગરિકતા માટેની અરજી નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે પહેલાં ક્યારેય યુગાન્ડાની નાગરિક નથી. ઈલાએ તેના માતા-પિતાની બ્રિટિશ નાગરિકતાનાં આધારે બ્રિટિશ નાગરિકતા માટે પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અહીં પણ નિષ્ફળ ગઈ હતી.

સગાં-સંબંધીઓના લગ્નમાં હાજરી આપી શકતાં ન હતાં
ઈલાનાં પરિવારનાં મોટાભાગનાં સભ્યો બ્રિટનમાં રહે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ પરિવારમાં લગ્ન હોય છે, ત્યારે ઈલા ઇચ્છે તો પણ તેમાં હાજરી આપી શકતી નથી. ઈલાએ બ્રિટનને અપીલ કરી હતી, કે તેણીને થોડાં સમય માટે નાગરિકતા વિના દેશમાં આવવાની પરવાનગી આપે, જેથી તે તેનાં પરિવારનાં બાકીનાં સભ્યોને મળી શકે, પરંતુ ઈલા પાસે કોઈપણ દેશનો પાસપોર્ટ ન હોવાને કારણે તેને આની પણ મંજૂરી આપવામાં આવી ન હતી.